આઇપીએલ 2023ની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આઇપીએલનો ફીવર ચાહકોમાં માથે ચડ્યો છે. આઇપીએલની જમાવટ વચ્ચે ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શને મંગળવારે પોતાના બીજી આઇપીએલ ફિફ્ટી પુરી કરી હતી. તેણે વિકેટકીપરના માથાના ઉપરથી 148 કિલોમિટર પ્રતિ કલાકની ગતિથી સોટ માર્યો હતો. આ જોઈને સુનિલ ગાવસ્કરે સાઇ સુદર્શનના ખુબ વખાણ કર્યા હતા.
સાઇ સુદર્શને ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. ઘાયલ કેન વિલિયમસનની જગ્યાએ આવેલા સાઇ સુદર્શને પોતાના રાજ્યના સાથી વિજય શંકરની કંપનીમાં અને ફરીથી ડેવિડ મિલરની સાથે ગુજરાતને વિજય પથ પર આગળ ધપાવવામાં મદદ કરી હતી. સાંઇ સુદર્શને બે સિક્સ અને એક ફોર ફટકારવાની સાથે વંડરબોયના વધતા કદને લઇને તામિલનાડુ ક્રિકેટમાં પણ ઉત્સાહ જોવામળ્યો હતો.
21 વર્ષીય સાંઇ સુદર્શન સ્થાનિક મેચો જેવી કે વિજય નહેરા ટ્રોફીમાં ત્રણ સદી ફટકારી હતી અને રણજી ટ્રોફીમાં બે સદી બનાવી હતી. આઈપીએલના ઠીક પહેલા આયોજીત તમિલનાડુ પ્રીમિયર લીગની હરાજીમાં લાઇકા કોવઇ કિંગ્સ દ્વારા સુદર્શનને 21.6 લાખ રૂપિયામાં ખરીદાયો હતો. બાદમાં સુદર્શન ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. આ આંકડો ગુજરાત ટાઇટન્સમાં તેમની કમાણી કરતા ગણો વધારે હતો. ગુજરાત ટાઇટન્સમાં સાંઇ સુદર્શનને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
સુદર્શન નાર્ટઝે દ્વારા રજૂ કરવામાં આવેલા પડકારને ઓછો કરી રહ્યો હતો. અને ગાવસ્કર પોતાની ક્ષમતા અંગે જણાવ્યા હતા. તેમની માતા ઉષા ભારદ્વાજે બધા ટેલીવિજન શોને બંધ કરી દીધા હતા.ચૈન્નઇમાં પોતાના ઘરમાં પૂજા રૂમમાં બેઠી હતી.
ઉછા એક જમાનામાં વોલિબોલ ખેલાડી હતી. અને આજ દિવસ સુધી તેમને એ વાતનું દુઃખ છે કે તેઓ ટોચ સુધી ન પહોંચી શકી. સુદર્શનના પિતા આર ભારદ્વાજ રાષ્ટ્રીય સ્તરના એથલીટ હતા. તેમણે ઢાકામાં 1993ના SAFF રમતોમાં ભાગ લીધો હતો. રમત તેમના લાહીમાં દોડી રહી છે. પરંતુ કોઇ કારણોસર ઉષા હજી પણ પોતાના નાના પુત્રને રમતા જોવાનું પસંદ નથી કરતી.
ઉષાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “હું પુજા રુમમાં મંત્રનો જાપ કરી રહી હતી જ્યારે મેચ ચાલુ થઇ ત્યારે મારા પતિએ મને આ અંગે જણાવ્યું હતું.લાંબા સમય સુધી મેં તેને રમતા નથી જોયો કારણ કે હું તણાવમાં હતી.”
ગત ડિસેમ્બરમાં તમિલનાડુ માટે વિજય હજારે ટ્રોફીમાં સુદર્શનની બેટિંગ જોવા માટે ઉષાએ પોતાના મોટા પુત્ર સાઇરામ ભારદ્વાર સાથે બેંગ્લોર ગઇ હતી. પરંતુ આ વખતે તેઓ પોતાના સમાન્ય સ્થાન પર પાછી જતી રહી. ઉષાએ વધુમાં જણાવ્યું કે જો તે 10 મેચ રમે છે તો હું 8 મેચ મિસ કરીશ અને કદાચ બે મેચ જોઈશ અને હું સામાન્ય રીતે હું માત્ર રિપ્લે જોઇશ.