IPL 2023 GT vs DC Score: અમન ખાનના 51 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે 5 રને રોમાંચક વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 6 વિકેટે 125 રન બનાવી શક્યું હતું. ગુજરાતને 6 બોલમાં જીત માટે 12 રનની જરૂર હતી પણ ઇશાંત શર્માની અંતિમ ઓવરમાં 6 રન જ બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ, મનીષ પાંડે, અમન ખાન, રાઇલી રુસો, રિપલ પટેલ, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા
ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશ લિટિલ, નૂર અહમદ.





