scorecardresearch
Live

આઈપીએલ 2023 : દિલ્હી કેપિટલ્સનો 5 રને રોમાંચક વિજય, ઇશાંત શર્માએ અંતિમ ઓવરમાં ચુસ્ત બોલિંગ કરી

IPL 2023 GT vs DC : ગુજરાતને 6 બોલમાં જીત માટે 12 રનની જરૂર હતી પણ ઇશાંત શર્માની અંતિમ ઓવરમાં 6 રન જ બનાવી શક્યું હતું

IPL 2023 GT vs DC
IPL 2023 GT vs DC : ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

IPL 2023 GT vs DC Score: અમન ખાનના 51 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ સામે 5 રને રોમાંચક વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 6 વિકેટે 125 રન બનાવી શક્યું હતું. ગુજરાતને 6 બોલમાં જીત માટે 12 રનની જરૂર હતી પણ ઇશાંત શર્માની અંતિમ ઓવરમાં 6 રન જ બનાવી શક્યું હતું.

બન્ને ટીમો આ પ્રમાણે છે

દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ, મનીષ પાંડે, અમન ખાન, રાઇલી રુસો, રિપલ પટેલ, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા

ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશ લિટિલ, નૂર અહમદ.

Read More
Read Less
Live Updates
23:31 (IST) 2 May 2023
ઇશાંત શર્માની ચુસ્ત બોલિંગ

ગુજરાતને 6 બોલમાં જીત માટે 12 રનની જરૂર હતી પણ ઇશાંત શર્માની અંતિમ ઓવરમાં 6 રન જ બનાવી શક્યું હતું.

23:28 (IST) 2 May 2023
દિલ્હી કેપિટલ્સનો 5 રને રોમાંચક વિજય

દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ સામે 5 રને રોમાંચક વિજય મેળવ્યો. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 6 વિકેટે 125 રન બનાવી શક્યું હતું.

23:28 (IST) 2 May 2023
હાર્દિક પંડ્યાના અણનમ 59 રન

હાર્દિક પંડ્યા 53 બોલમાં 7 ફોર સાથે 59 રને અણનમ રહ્યો. ટીમને જીત અપાવી શક્યો ન હતો.

23:27 (IST) 2 May 2023
રાહુલ તેવાટિયા 20 રને આઉટ

રાહુલ તેવાટિયા 7 બોલમાં 3 સિક્સર સાથે 20 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો.

22:52 (IST) 2 May 2023
અભિનવ મનોહર 26 રને આઉટ

અભિનવ મનોહર 33 બોલમાં 1 ફોર સાથે 26 રન બનાવી ખલિલ અહમદની ઓવરમાં આઉટ થયો. ગુજરાતે 94 રને પાંચમી વિકેટ ગુમાવી.

22:45 (IST) 2 May 2023
ગુજરાતને જીત માટે 18 બોલમાં 37 રનની જરૂર

ગુજરાત ટાઇટન્સને જીત માટે 18 બોલમાં 37 રનની જરૂર છે. હાર્દિક પંડ્યા અને અભિનવ મનોહર ક્રીઝ પર છે.

22:44 (IST) 2 May 2023
હાર્દિક પંડ્યાની અડધી સદી

હાર્દિક પંડ્યાએ 44 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી.

22:36 (IST) 2 May 2023
ગુજરાત ટાઇટન્સના 15 ઓવરમાં 4 વિકેટે 79 રન

ગુજરાત ટાઇટન્સના 15 ઓવરમાં 4 વિકેટે 79 રન. હાર્દિક પંડ્યા 42 અને અભિનવ મનોહર 21 રને ક્રિઝ પર છે.

22:33 (IST) 2 May 2023
ગુજરાતના 50 રન

ગુજરાત ટાઇટન્સે 10.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

22:04 (IST) 2 May 2023
ડેવિડ મિલર ઝીરો રને આઉટ

ડેવિડ મિલર 3 બોલમાં ખાતું ખોલાયા વિના કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો.

21:53 (IST) 2 May 2023
વિજય શંકર 6 રને આઉટ

વિજય શંકર 9 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં બોલ્ડ થયો.

21:49 (IST) 2 May 2023
શુભમન ગિલ 6 રને આઉટ

શુભમન ગિલ 7 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી નોર્ખિયાની ઓવરમાં કેચ આઉટ થયો.

21:35 (IST) 2 May 2023
સાહા શૂન્ય રને આઉટ

સાહા ખાતું ખોલાયા વિના ખલિલની પ્રથમ ઓવરમાં કેચ આઉટ થયો.

21:34 (IST) 2 May 2023
શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ઓપનિંગમાં

શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા ઓપનિંગમાં ઉતર્યા. ખલિલ અહમદે પ્રથમ ઓવર ફેંકી.

21:12 (IST) 2 May 2023
મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી

ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ 4 વિકેટ, મોહિત શર્માએ 2 વિકેટ અને રાશિદ ખાને 1 વિકેટ ઝડપી.

21:11 (IST) 2 May 2023
દિલ્હી કેપિટલ્સના 20 ઓવરમાં 8 વિકેટે 130 રન

દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ સામે 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા. ગુજરાતને જીતવા માટે 131 રનનો પડકાર મળ્યો છે.

21:11 (IST) 2 May 2023
રિપલ પટેલ 23 રને આઉટ

રિપલ પટેલ 13 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 23 રન બનાવી મોહિત શર્માનો શિકાર બન્યો.

21:05 (IST) 2 May 2023
અમન ખાનના 51 રન

અમન ખાનના 44 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 51 રન. રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.

20:52 (IST) 2 May 2023
દિલ્હીના 100 રન

દિલ્હી કેપિટલ્સે 16.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

20:52 (IST) 2 May 2023
અક્ષર પટેલ 27 રને આઉટ

અક્ષર પટેલ 30 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 27 રન બનાવી મોહિત શર્માનો શિકાર બન્યો. દિલ્હીએ 73 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

20:23 (IST) 2 May 2023
દિલ્હીના 50 રન

દિલ્હી કેપિટલ્સે 9.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

20:17 (IST) 2 May 2023
મોહમ્મદ શમીની 11 રનમાં 4 વિકેટ

મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 11 રન આપી 4 વિકેટ ઝડપી.

20:16 (IST) 2 May 2023
પ્રિયમ ગર્ગ 10 રને આઉટ

પ્રિયમ ગર્ગ 14 બોલમાં 10 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 23 રને પાંચમી વિકેટ ગુમાવી.

20:15 (IST) 2 May 2023
મનીષ પાંડે 1 રને આઉટ

મનીષ પાંડે 4 બોલમાં 1 રન બનાવી શમીનો ત્રીજો શિકાર બન્યો. દિલ્હીએ 22 રનમાં ચોથી વિકેટ ગુમાવી.

20:14 (IST) 2 May 2023
રાઇલી રુસો 8 રને આઉટ

રાઇલી રુસો 8 રન બનાવી શમીની ઓવરમાં કેચ આઉટ થયો.

20:13 (IST) 2 May 2023
ડેવિડ વોર્નર રન આઉટ

ડેવિડ વોર્નર 2 રન બનાવી રન આઉટ થયો. દિલ્હીએ 6 રને બીજી વિકેટ ગુમાવી.

20:12 (IST) 2 May 2023
પ્રથમ બોલે સોલ્ટ આઉટ

પ્રથમ બોલે જ ફિલ સોલ્ટ મોહમ્મદ શમીની ઓવરમાં કેચ આઉટ થયો.

19:15 (IST) 2 May 2023
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

ઋદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશ લિટિલ, નૂર અહમદ.

19:14 (IST) 2 May 2023
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ, મનીષ પાંડે, અમન ખાન, રાઇલી રુસો, રિપલ પટેલ, પ્રિયમ ગર્ગ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા.

19:05 (IST) 2 May 2023
દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

19:05 (IST) 2 May 2023
ગુજરાત વિ. દિલ્હી મેચ

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો.

Web Title: Ipl 2023 gujarat titans vs delhi capitals gt vs dc live cricket score at ahmedabad narendra modi stadium

Best of Express