IPL 2023 GT vs MI : શુભમન ગિલની અડધી સદી (56) અને ડેવિડ મિલરના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 55 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈને 20 ઓવરમાં 9 વિકેટે 152 રન બનાવી શક્યું હતું. અભિનવ મનોહર અને ડેવિડ મિલરે 35 બોલમાં 71 રનની ભાગીદારી કરી ગુજરાતને વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી.
બન્ને ટીમો આ પ્રકાર છે
મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, કુમાર કાર્તિકેય, પીયુષ ચાવલા, અર્જુન તેંડુલકર, રાઇલી મેરેડિથ, જેસોન બેહરેનડોર્ફ
ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.