scorecardresearch
Live

ગુજરાત ટાઇટન્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ : અભિનવ અને ડેવિડ મિલરની ભાગીદારી બની ટર્નિંગ પોઇન્ટ

IPL 2023 GT vs MI : શુભમન ગિલના 34 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 56 રન, ગુજરાત ટાઇટન્સનો 55 રને વિજય

IPL 2023 GT vs MI
IPL 2023 GT vs MI : ગુજરાત ટાઇટન્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો

IPL 2023 GT vs MI : શુભમન ગિલની અડધી સદી (56) અને ડેવિડ મિલરના 46 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 55 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈને 20 ઓવરમાં 9 વિકેટે 152 રન બનાવી શક્યું હતું. અભિનવ મનોહર અને ડેવિડ મિલરે 35 બોલમાં 71 રનની ભાગીદારી કરી ગુજરાતને વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી.

બન્ને ટીમો આ પ્રકાર છે

મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, કુમાર કાર્તિકેય, પીયુષ ચાવલા, અર્જુન તેંડુલકર, રાઇલી મેરેડિથ, જેસોન બેહરેનડોર્ફ

ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.

Read More
Read Less
Live Updates
23:31 (IST) 25 Apr 2023
નૂર અહમદે 3 વિકેટ ઝડપી

ગુજરાત તરફથી નૂર અહમદે 3 વિકેટ, જ્યારે રાશિદ ખાન, મોહિત શર્માએ 2-2 વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યાને 1 વિકેટ મળી હતી.

23:28 (IST) 25 Apr 2023
ગુજરાત ટાઇટન્સનો 55 રને વિજય

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 55 રને વિજય મેળવ્યો. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈને 20 ઓવરમાં 9 વિકેટે 152 રન બનાવી શક્યું

23:20 (IST) 25 Apr 2023
અર્જુન તેંડુલકર 13 રને આઉટ

અર્જુન તેંડુલકરના 9 બોલમાં 1 સિક્સર સાથે 13 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો.

23:18 (IST) 25 Apr 2023
નેહલ વઠેરા 40 રને આઉટ

નેહલ વઠેરા 21 બોલમાં 3 ફોર, 3 સિક્સરની મદદથી 40 રન બનાવી આઉટ થયો. મુંબઈએ 137 રને આઠમી વિકેટ ગુમાવી.

23:15 (IST) 25 Apr 2023
પિયુષ ચાવલા 18 રને આઉટ

પિયુષ ચાવલા 12 બોલમાં 18 રન બનાવી રન આઉટ થયો.

23:14 (IST) 25 Apr 2023

મુંબઇ ઇન્ડિયન્સે 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

22:42 (IST) 25 Apr 2023
સૂર્યકુમાર યાદવ 23 રને આઉટ

સૂર્યકુમાર યાદવ 12 બોલમાં 3 ફોર, 1 સિક્સરની મદદથી 23 રન બનાવી નૂર અહમદની ઓવરમાં આઉટ થયો.

22:39 (IST) 25 Apr 2023
ટીમ ડેવિડ શૂન્ય રને આઉટ

ટીમ ડેવિડ 2 બોલમાં ખાતું ખોલાયા વિના આઉટ. મુંબઈએ 59 રને પાંચમી વિકેટ ગુમાવી.

22:38 (IST) 25 Apr 2023
કેમરુન ગ્રીન 33 રને આઉટ

કેમરુન ગ્રીન 26 બોલમાં 3 સિક્સર સાથે 33 રન બનાવી નૂર અહમદની ઓવરમાં બોલ્ડ થયો.

22:37 (IST) 25 Apr 2023
મુંબઈના 50 રન

મુંબઇ ઇન્ડિયન્સે 8.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

22:22 (IST) 25 Apr 2023
તિલક વર્મા 2 રને આઉટ

તિલક વર્મા 2 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ. મુંબઈએ 45 રને ત્રીજી વિકેટ ગુમાવી.

22:09 (IST) 25 Apr 2023
ઇશાન કિશન 13 રને આઉટ

ઇશાન કિશને ધીમી બેટિંગ કરતા 21 બોલમાં 13 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 43 રને બીજી વિકેટ ગુમાવી.

22:07 (IST) 25 Apr 2023
મુંબઇના પાવરપ્લેમાં 29 રન

મુંબઇ ઇન્ડિયન્સે પાવરપ્લેની 6 ઓવરમાં 1 વિકેટે 29 રન બનાવ્યા.

21:53 (IST) 25 Apr 2023
રોહિત શર્મા 2 રને આઉટ

રોહિત શર્મા 8 બોલમાં 2 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 4 રને પ્રથમ વિકેટ ગુમાવી.

21:51 (IST) 25 Apr 2023
રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા. મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.

21:22 (IST) 25 Apr 2023
રાહુલ તેવાટિયા 5 બોલમાં 20 રન

રાહુલ તેવાટિયા 5 બોલમાં 3 સિક્સર સાથે 20 રને અણનમ રહ્યો

21:21 (IST) 25 Apr 2023
ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 6 વિકેટે 207 રન

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા. મુંબઈને જીતવા માટે 208 રનનો પડકાર મળ્યો

21:17 (IST) 25 Apr 2023
ડેવિડ મિલર 46 રને આઉટ

ડેવિડ મિલર 22 બોલમાં 2 ફોર, 4 સિક્સરની મદદથી 46 રન બનાવી બેહરેનડોર્ફનો શિકાર બન્યો.

21:16 (IST) 25 Apr 2023
ગુજરાતના 200 રન

ગુજરાત ટાઇટન્સે 19.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.

21:11 (IST) 25 Apr 2023
અભિનવ મનોહરના 21 બોલમાં 42 રન

અભિનવ મનોહર 21 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 42 રન બનાવી આઉટ થયો. ગુજરાતે 172 રને પાંચમી વિકેટ ગુમાવી.

21:01 (IST) 25 Apr 2023
ગુજરાતના 150 રન

ગુજરાત ટાઇટન્સે 17 ઓવરમાં 150 રન પુરા કર્યા.

20:35 (IST) 25 Apr 2023
વિજય શંકર 19 રને આઉટ

વિજય શંકર 19 રન બનાવી ચાવલાનો બીજો શિકાર બન્યો. ગુજરાતે 101 રને ચોથી વિકેટ ગુમાવી.

20:35 (IST) 25 Apr 2023
ગુજરાતના 100 રન

ગુજરાત ટાઇટન્સે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

20:34 (IST) 25 Apr 2023
શુભમન ગિલ 56 રને આઉટ

શુભમન ગિલ 34 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 56 રન બનાવી કાર્તિકેયની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 91 રને ત્રીજી વિકેટ ગુમાવી.

20:30 (IST) 25 Apr 2023
શુભમન ગિલની 30 બોલમાં અડધી સદી

શુભમન ગિલે 30 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

20:20 (IST) 25 Apr 2023
હાર્દિક પંડ્યા 13 રને આઉટ

હાર્દિક પંડ્યા 14 બોલમાં 1 ફોર સાથે 13 રન બનાવી પિયુષ ચાવલાની ઓવરમાં કેચ આઉટ થયો.

20:19 (IST) 25 Apr 2023
ગુજરાતના 50 રન

ગુજરાત ટાઇટન્સે 6 ઓવરમાં 50 રન પુરા કર્યા.

20:01 (IST) 25 Apr 2023
સાહા 4 રને આઉટ

સાહા 4 રન બનાવી અર્જુન તેંડુલકરની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 12 રને પ્રથમ વિકેટ ગુમાવી.

20:00 (IST) 25 Apr 2023
ઋદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં

ઋદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા. અર્જુન તેંડુલકરની પ્રથમ ઓવરમાં 4 રન ફટકાર્યા.

19:24 (IST) 25 Apr 2023
ગુજરાત ટાઇટન્સ ટીમ

ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, વિજય શંકર, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.

19:24 (IST) 25 Apr 2023
મુંબઈ ઇન્ડિયન્સ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, કુમાર કાર્તિકેય, પીયુષ ચાવલા, અર્જુન તેંડુલકર, રાઇલી મેરેડિથ, જેસોન બેહરેનડોર્ફ

19:07 (IST) 25 Apr 2023
મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

19:01 (IST) 25 Apr 2023
ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ

આજે આઈપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

Web Title: Ipl 2023 gujarat titans vs mumbai indians gt vs mi live score at narendra modi stadium ahmedabad

Best of Express