scorecardresearch
Live

IPL 2023 GT vs MI Qualifier 2 : શુભમન ગિલની સદી, ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું

IPL 2023, MI vs GT Qualifier 2 : શુભમન ગિલના 60 બોલમાં 7 ફોર, 10 સિક્સરની મદદથી 129 રન, ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 62 રને વિજય મેળવ્યો, રવિવારે ચેન્નઇ અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો

GT vs MI Eliminator 2 Live Updates
શુભમન ગિલના 129 રન (Express photo by Nirmal Harindran)

Gujarat Titans vs Mumbai Indians Qualifier 2 Match : શુભમન ગિલના 129 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં ક્વોલિફાયર-2 ના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 62 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના અભિયાનનો અંત આવ્યો છે. ગુજરાત હવે રવિવારને 28 મે ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ સામે ફાઇનલ મુકાબલો રમશે.

બન્ને ટીમો આ પ્રકારે છે

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, તિલક વર્મા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, આકાશ મધવાલ, જેસોન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય.

ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.

Read More
Read Less
Live Updates
00:07 (IST) 27 May 2023
મોહિત શર્માએ 10 રનમાં 5 વિકેટ ઝડપી

ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ 10 રનમાં 5 વિકેટ ઝડપી. મોહમ્મદ શમી-રાશિદ ખાને 2-2 વિકેટ ઝડપી, જ્યારે જોસ લિટિલને 1 વિકેટ મળી.

00:06 (IST) 27 May 2023
ગુજરાત ટાઇટન્સે સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો

ગુજરાત ટાઇટન્સે સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા 2022માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના અભિયાનનો અંત આવ્યો છે

00:05 (IST) 27 May 2023
ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 62 રને વિજય મેળવ્યો

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 62 રને વિજય મેળવ્યો. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

23:53 (IST) 26 May 2023
ક્રિસ જોર્ડન આઉટ

ક્રિસ જોર્ડન 2 રને અને પીયુષ ચાવલા 00 રને મોહિત શર્માનો શિકાર બન્યા.

23:51 (IST) 26 May 2023
ટીમ ડેવિડ 2 રને આઉટ

ટીમ ડેવિડ 2 રને રાશિદ ખાનની ઓવરમાં એલબી આઉટ થયો.

23:50 (IST) 26 May 2023
વિષ્ણુ વિનોદ 5 રને આઉટ

વિષ્ણુ વિનોદ 5 રને મોહિત શર્માનો શિકાર બન્યો. મુંબઈએ 156 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

23:47 (IST) 26 May 2023
સૂર્યકુમાર યાદવની 33 બોલમાં અડધી સદી

સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 7 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

23:16 (IST) 26 May 2023
કેમરૂન ગ્રીન 30 રને આઉટ

કેમરૂન ગ્રીન 20 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 30 રન બનાવી લિટિલની ઓવરમાં બોલ્ડ થયો. મુંબઈએ 124 રને ચોથી વિકેટ ગુમાવી.

23:14 (IST) 26 May 2023
મુંબઈ ઇન્ડિયન્સના 100 રન

મુંબઈ ઇન્ડિયન્સે 9.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

22:50 (IST) 26 May 2023
તિલક વર્મા 43 રને આઉટ

તિલક વર્મા 13 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 43 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો.

22:48 (IST) 26 May 2023
મોહમ્મદ શમીની એક ઓવરમાં 24 રન

તિલક વર્માએ મોહમ્મદ શમીની ઓવરમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 24 રન ફટકાર્યા.

22:47 (IST) 26 May 2023
મુંબઈ ઇન્ડિયન્સના 50 રન

મુંબઈ ઇન્ડિયન્સે 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

22:37 (IST) 26 May 2023
રોહિત શર્મા 8 રને આઉટ

રોહિત શર્મા 7 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી મોહમ્મદ શમીની ઓવરમાં કેચ આઉટ થયો. મુંબઈએ 21 રને બીજી વિકેટ ગુમાવી.

22:28 (IST) 26 May 2023
કેમરુન ગ્નીન 4 રને રિટાયર્ડ હર્ટ

કેમરુન ગ્નીન 4 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો

22:20 (IST) 26 May 2023
નેહલ વઢેરા 4 રને આઉટ

નેહલ વઢેરા 3 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં જ આઉટ.

22:19 (IST) 26 May 2023
રોહિત શર્મા અને નેહલ વઢેરા ઓપનિંગમાં ઉતર્યા

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રોહિત શર્મા અને ઇમ્પેક્ટ પ્લેયર નેહલ વઢેરા ઓપનિંગમાં ઉતર્યા.

22:00 (IST) 26 May 2023
આકાશ મધવાલ અને પીયુષ ચાવલાની 1-1 વિકેટ

મુંબઈ તરફથી આકાશ મધવાલ અને પીયુષ ચાવલાએ 1-1 વિકેટ ઝડપી.

21:59 (IST) 26 May 2023
હાર્દિક પંડ્યાના 13 બોલમાં અણનમ 28 રન

હાર્દિક પંડ્યાના 13 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે અણનમ 28 રન. રાશિદ ખાનના 2 બોલમાં અણનમ 5 રન

21:57 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સના 20 ઓવરમાં 3 વિકેટે 233 રન

ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા. મુંબઈને જીતવા માટે 234 રનનો પડકાર મળ્યો છે.

21:51 (IST) 26 May 2023
સાઇ સુદર્શનના 43 રન

સાઇ સુદર્શન 31 બોલમાં 5 ફોર, 1 સિક્સરની મદદથી 43 રન બનાવી રિટાયર્ડ આઉટ થયો.

21:41 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સના 200 રન

ગુજરાત ટાઇટન્સે 17.4 ઓવરમાં 2 વિકેટે 200 રન પુુરા કર્યા.

21:38 (IST) 26 May 2023
શુભમન ગિલ 129 રને આઉટ

શુભમન ગિલ 60 બોલમાં 7 ફોર, 10 સિક્સરની મદદથી 129 રન બનાવી આકાશ મધવાલનો શિકાર બન્યો.

21:19 (IST) 26 May 2023
શુભમન ગિલના 49 બોલમાં 100 રન

શુભમન ગિલે 49 બોલમાં 4 ફોર, 8 સિક્સર સાથે સદી ફટકારી. આઈપીએલ 2023માં ગિલે ત્રીજી સદી ફટકારી.

21:13 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સના 14 ઓવરમાં 1 વિકેટે 147 રન

ગુજરાત ટાઇટન્સના 14 ઓવરમાં 1 વિકેટે 147 રન. શુભમન ગિલ 99 અને સાઇ સુદર્શન 27 રને રમી રહ્યા છે

21:08 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સના 100 રન

ગુજરાત ટાઇટન્સે 11.1 ઓવરમાં 100 રન પુુરા કર્યા.

20:52 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સના 10 ઓવરમાં 1 વિકેટે 91 રન

ગુજરાત ટાઇટન્સના 10 ઓવરમાં 1 વિકેટે 91 રન. શુભમન ગિલ 57 અને સાઇ સુદર્શન 13 રને રમી રહ્યા છે

20:51 (IST) 26 May 2023
શુભમન ગિલે 32 બોલમાં અડધી સદી ફટકારી

શુભમન ગિલે 32 બોલમાં 3 ફોર, 2 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

20:35 (IST) 26 May 2023
ઋદ્ધિમાન સાહા 18 રને આઉટ

ઋદ્ધિમાન સાહા 16 બોલમાં 3 ફોર સાથે 18 રન બનાવી પીયુષ ચાવલાની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.

20:34 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સના 50 રન

ગુજરાત ટાઇટન્સે 5.5 ઓવરમાં 50 રન પુુરા કર્યા.

20:17 (IST) 26 May 2023
શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહા ઓપનિંગમાં ઉતર્યા

શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહા ઓપનિંગમાં ઉતર્યા. મુંબઈના બેહરેનડોર્ફની પ્રથમ ઓવરમાં 3 રન બનાવ્યા.

19:55 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સ ટીમ

ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ..

19:55 (IST) 26 May 2023
મુંબઈ ઇન્ડિયન્સ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, તિલક વર્મા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, આકાશ મધવાલ, જેસોન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય.

19:49 (IST) 26 May 2023
મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2023માં ક્વોલિફાયર-2 મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે

19:28 (IST) 26 May 2023
7.45 કલાકે ટોસ થશે, 8 વાગ્યે મેચ શરૂ થશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ હાલ રોકાઇ ગયો છે. ગુજરાત અને મુંબઈના ખેલાડી મેદાન પર અભ્યાસ કરી રહ્યા છે. ટોસ ભારતીય સમય પ્રમાણે 7.45 કલાકે થશે. જ્યારે મેચ 8 કલાકેથી શરૂ થશે. મેચ પુરી 40 ઓવરની રમાશે.

https://twitter.com/IPL/status/1662093273769590784

19:19 (IST) 26 May 2023
–તો ગુજરાત ટાઇટન્સ પહોંચી જશે ફાઇનલમાં

જો વરસાદના કારણે મેચ નહીં રમાય તો ગુજરાત ટાઇટન્સને ફાયદો થશે. ગુજરાતની ટીમ પોઇન્ટ ટેબલમાં મુંબઈ ઇન્ડિયન્સ કરતા આગળ હોવાથી તે ફાઇનલમાં સ્થાન બનાવી લેશે. જોકે આ પહેલા વરસાદ થોડા સમય માટે પણ બંધ રહે તો મેચ પાંચ ઓવરની કે સુપર ઓવર કરાવવાનો ટ્રાય કરાશે. સુપર ઓવર 12.50 સુધી કરાવી શકાશે.

19:10 (IST) 26 May 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ, ટોસમાં વિલંબ

18:28 (IST) 26 May 2023
અમદાવાદમાં વરસાદ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચમાં સંકટના વાદળો

અમદાવાદના વૈષ્ણોદેવી, એસજી હાઇવે સહિત કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચમાં સંકટના વાદળો ઉભા થયા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

17:49 (IST) 26 May 2023
ગુજરાત ટાઇટન્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 નો મુકાબલો

આઈપીએલ 2023માં આજે ગુજરાત ટાઇટન્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 નો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે જીતશે તે રવિવારે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં ટકરાશે.

Web Title: Ipl 2023 gujarat titans vs mumbai indians gt vs mi qualifier 2 match at narendra modi stadium ahmedabad

Best of Express