/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/KKR-VS-RCB1.jpg)
કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ 15 રનમાં 4 વિકેટ હતી (તસવીર - કોલકાતા નાઇટ રાઇડર્સ ટ્વિટર)
IPL 2023 KKR vs RCB Score: શાર્દુલ ઠાકુર, રહેમાનુલ્લા ગુરબાઝની અડધી સદી અને રિંકુ સિંહના 46 રન બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 81 રને ભવ્ય વિજય મેળવ્યો છે. કેકેઆરએ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબી 17.4 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, માઇકલ બ્રેસવેલ, શાહબાઝ અહમદ, કરન શર્મા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
કોલકાતા નાઇટ રાઇડર્સ - વેંકટેશ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
- Apr 06, 2023 23:23 IST
કેકેઆરની જીત પછી ઉત્સાહિત શાહરુખ ખાન
A memorable first victory of #TATAIPL 2023 at home.@KKRiders secure a clinical 81-run win over #RCB ⚡️⚡️
Scorecard - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCBpic.twitter.com/0u57nKO57G— IndianPremierLeague (@IPL) April 6, 2023
- Apr 06, 2023 23:21 IST
વરુણ ચક્રવર્તીએ 15 રનમાં 4 વિકેટ ઝડપી
કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ 15 રનમાં 4 વિકેટ, ઇમ્પેક્ટ પ્લેયર સુયાશ શર્માએ 3 વિકેટ, સુનીલ નારાયણે 2 વિકેટ અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી.
- Apr 06, 2023 23:13 IST
કેકેઆરનો 81 રને વિજય
રોયલ ચેલેન્જર્સ બેંગલોર 17.4 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ. કેકેઆરનો 81 રને વિજય. કોલકાતાએઆ સિઝનમાં પ્રથમ વિજય મેળવ્યો
- Apr 06, 2023 23:06 IST
કરન શર્મા 1 રને આઉટ
કરન શર્મા 1 રને સુયાશ શર્માનો શિકાર બન્યો. આરસીબીએ 96 રને 9 વિકેટ ગુમાવી. સુયાશ શર્માની ત્રીજી સફળતા મળી
- Apr 06, 2023 22:51 IST
દિનેશ કાર્તિક આઉટ
દિનેશ કાર્તિક 8 બોલમાં 9 રન બનાવી સુયાશ શર્માનો શિકાર બન્યો. આરસીબીએ 86 રને આઠમી વિકેટ ગુમાવી
- Apr 06, 2023 22:49 IST
આરસીબીએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી
શાહબાઝ અહમદ 1, મિચેલ બ્રેસવેલ 19, અનુજ રાવત 1 રને આઉટ થયા. આરસીબીના 12.2 ઓવરમાં 7 વિકેટે 84 રન
- Apr 06, 2023 22:48 IST
આરસીબીના 50 રન
આરસીબીએ 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
- Apr 06, 2023 22:15 IST
વરુણ ચક્રવર્તીએ એક ઓવરમાં બે વિકેટ ઝડપી
ગ્લેન મેક્સવેલ 5 રન અને હર્ષલ પટેલ 00 રને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો. બન્ને આઠમી ઓવરમાં આઉટ થયા. આરસીબીએ 54 રનમાં 4 વિકેટ ગુમાવી.
- Apr 06, 2023 22:08 IST
પ્લેસિસ 23 રને આઉટ
ફાફ ડુ પ્લેસિસ 12 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 23 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. આરસીબીએ 46 રને બીજી વિકેટ ગુમાવી
- Apr 06, 2023 22:00 IST
વિરાટ કોહલી બોલ્ડ
વિરાટ કોહલી 18 બોલમાં 21 રન બનાવી સુનીલ નારાયણની ઓવરમાં બોલ્ડ થયો. તેણે ત્રણ ફોર ફટકારી. આરસીબીએ 44 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 06, 2023 21:57 IST
વિરાટ કોહલી અને પ્લેસિસની આક્રમક બેટિંગ
વિરાટ કોહલી અને કેપ્ટન પ્લેસિસની આક્રમક બેટિંગ. આરસીબીએ 4 ઓવરમાં વિના વિકેટે 42 રન બનાવ્યા.
- Apr 06, 2023 21:47 IST
વિરાટે પ્રથમ બોલે ફોર ફટકારી
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. વિરાટે પ્રથમ બોલે ફોર ફટકારી. ઉમેશ યાદવની પ્રથમ ઓવરમાં 10 રન બનાવ્યા.
- Apr 06, 2023 21:23 IST
કોલકાતા નાઇટ રાઇડર્સના 20 ઓવરમાં 7 વિકેટે 204 રન
કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવ્યા. આરસીબીને જીતવા માટે 205 રનનો પડકાર મળ્યો છે.
- Apr 06, 2023 21:19 IST
શાર્દુલ ઠાકુરના 29 બોલમાં 68 રન
શાર્દુલ ઠાકુર 29 બોલમાં 9 ફોર, 3 સિક્સરની મદદથી 68 રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો
- Apr 06, 2023 21:18 IST
રિંકુ સિહ 46 રને આઉટ
રિંકુ સિહના 33 બોલમાં 2 ફોર, 3 સિક્સર સાથે 46 રન. હર્ષલ પટેલની ઓવરમાં કેચઆઉટ થયો. કેકેઆરે 192 રને છઠ્ઠી વિકે ગુમાવી.
- Apr 06, 2023 21:08 IST
શાર્દુલ ઠાકુરની 20 બોલમાં અડધી સદી
શાર્દુલ ઠાકુરે 20 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. કેકેઆરે 16.2 ઓવરમાં 150 રન પુરા કર્યા
- Apr 06, 2023 20:52 IST
શાર્દુલ ઠાકુરની આક્રમક બેટિંગ
રિંકુ સિંહ અને શાર્દુલ ઠાકુરે 21 બોલમાં 50 રનની ભાગીદારી નોંધાવી. જેમાં શાર્દુલ ઠાકુરનો 41 રનનો ફાળો. કેકેઆરના 15 ઓવરમાં 5 વિકેટે 140 રન.
- Apr 06, 2023 20:50 IST
કેકેઆરના 100 રન
કેકેઆરે 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 06, 2023 20:34 IST
આન્દ્રે રસેલનું ગોલ્ડન ડક
આન્દ્રે રસેલ પ્રથમ બોલે કરન શર્માની ઓવર ગોલ્ડન ડક પર આઉટ થયો. વિરાટ કોહલીએ કેચ કર્યો.
- Apr 06, 2023 20:34 IST
ગુરબાઝ 57 રને આઉટ
રહેમાનુલ્લા ગુરબાઝ 44 બોલમાં 6 ફોર, 3 સિક્સરની મદદથી 57 રને કરન શર્માનો શિકાર બન્યો. કેકેઆરે 89 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 06, 2023 20:24 IST
ગુરબાઝની 38 બોલમાં અડધી સદી
રહેમાનુલ્લા ગુરબાઝે 38 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 06, 2023 20:22 IST
નિતીશ રાણા 1 રને આઉટ
કેપ્ટન નિતીશ રાણા 5 બોલમાં 1 રન બનાવી બ્રેસવેલનો શિકાર બન્યો. કોલકાતાએ 47 રને ત્રીજી વિકેટ ગુમાવી
- Apr 06, 2023 20:20 IST
કેકેઆરે પાવરપ્લેમાં 6 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા
કેકેઆરે પાવરપ્લેમાં 6 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા. કેકેઆરે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા
- Apr 06, 2023 19:51 IST
કેકેઆરે એક ઓવરમાં બે વિકેટ ગુમાવી
કેકેઆરે એક ઓવરમાં બે વિકેટ ગુમાવી. વેંકટેશ ઐયર અને મનદીપ સિંહ આઉટ . બન્નેની વિકેટ ડેવિડ વિલીએ ઝડપી.
- Apr 06, 2023 19:42 IST
વેંકટેશ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ ઓપનિંગમાં ઉતર્યા
કેકેઆર તરફથી વેંકટેશ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ ઓપનિંગમાં ઉતર્યા. મોહમ્મદ સિરાજની પ્રથમ ઓવરમાં 9 રન બનાવ્યા.
- Apr 06, 2023 19:25 IST
ડેવિડ વિલીનો સમાવેશ
આરસીબીની ટીમમાં ટોપ્લેના સ્થાને ડેવિડ વિલીનો સમાવેશ કરાયો છે.
- Apr 06, 2023 19:22 IST
કેકેઆરના ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આ નામ
કેકેઆરના ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આ નામ - સુયાંશ શર્મા, અનુકુલ રોય, વૈભવ અરોડા, એન જગદીશન, ડેવિડ વિસે
- Apr 06, 2023 19:19 IST
કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
કોલકાતા નાઇટ રાઇડર્સ - વેંકટેશ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
- Apr 06, 2023 19:18 IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, માઇકલ બ્રેસવેલ, શાહબાઝ અહમદ, કરન શર્મા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
- Apr 06, 2023 19:10 IST
આરસીબીએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેલિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
#RCB have won the toss and elect to bowl first against #KKR at the Eden Gardens.
Live - https://t.co/V0OS7tFZTB#TATAIPL#KKRvRCB#IPL2023pic.twitter.com/dmdLoz53QN— IndianPremierLeague (@IPL) April 6, 2023
- Apr 06, 2023 19:09 IST
કેકેઆર વિ. આરસીબી મેચ
કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us