/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/KKR-vs-SRH.jpg)
IPL 2023 KKR vs SRH : સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ
IPL 2023 KKR vs SRH Score : હેરી બ્રુકની અણનમ સદી (100) અને એડમ માર્કરામની અડધી સદી (50)ની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 23 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
સનરાઇઝર્સ હૈદરાબાદ : એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, માર્કો યાન્સન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક, ટી નટરાજન.
કોલકાતા નાઇટ રાઇડર્સ – નારાયણ જગદીશન, રહમાનઉલ્લાહ ગુરબાઝ, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, સુયાશ શર્મા, લોકી ફર્ગ્યુશન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
- Apr 14, 2023 23:36 IST
આઈપીએલ પોઇન્ટ ટેબલ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/ipl-point-table.jpg)
- Apr 14, 2023 23:30 IST
રિંકુ સિંહના અણનમ 58 રન
રિંકુ સિંહ 31 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે 58 રન બનાવી અણનમ રહ્યો. હૈદરાબાદના માર્કો જાન્સેન અને માર્કંડેયે 2-2 વિકેટ ઝડપી.
- Apr 14, 2023 23:28 IST
સનરાઇઝર્સ હૈદરાબાદનો 23 રને વિજય
સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 23 રને વિજય મેળવ્યો. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન બનાવ્યા.
- Apr 14, 2023 22:58 IST
નીતિશ રાણા 75 રને આઉટ
કેપ્ટન નીતિશ રાણાના 21 બોલમાં 5 ફોર, 6 સિક્સર સાથે 75 રન. નટરાજનની ઓવરમાં કેચઆઉટ થયો. કેકેઆરે 165 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Apr 14, 2023 22:53 IST
કોલકાતાને જીતવા માટે 4 ઓવરમાં 70 રનની જરૂર
કોલકાતાને જીતવા માટે 4 ઓવરમાં 70 રનની જરૂર. નીતિશ રાણા 69 અને રિંકુ સિંહ 32 રને રમી રહ્યા છે
- Apr 14, 2023 22:34 IST
નીતિશ રાણાની 25 બોલમાં અડધી સદી
નીતિશ રાણાએ 25 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે 50 રન પુરા કર્યા.
- Apr 14, 2023 22:33 IST
કેકેઆરના 11.1 ઓવરમાં 100 રન
કોલકાતા નાઇટ રાઇડર્સે 11.1 ઓવરમાં 5 વિકેટે 100 રન પુરા કર્યા.
- Apr 14, 2023 22:32 IST
આન્દ્રે રસેલ 3 રને આઉટ
આન્દ્રે રસેલ 3 રન બનાવી માર્કંડેયની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 96 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 14, 2023 22:18 IST
જગદીશનના 21 બોલમાં 36 રન
જગદીશન 21 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 36 રન બનાવી માર્કંડેયનો શિકાર બન્યો. કેકેઆરે 82 રને ચોથી વિકેટ ગુમાવી
- Apr 14, 2023 22:16 IST
કોલકાતાએ 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા
કોલકાતાએ 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા. પાવરપ્લેમાં 6 ઓવરમાં 3 વિકેટે 62 રન બનાવ્યા.
- Apr 14, 2023 21:54 IST
સુનીલ નારાયણ પ્રથમ બોલે આઉટ
સુનીલ નારાયણ પ્રથમ બોલે જ ખાતું ખોલાવા વિના જાન્સેનની ઓવરમાં આઉટ થયો. કેકેઆરે 20 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 14, 2023 21:53 IST
વેંકટેશ ઐયર 10 રને આઉટ
વેંકટેશ ઐયર 10 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો. કેકેઆરે 20 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 14, 2023 21:42 IST
ત્રીજા ક્રમે ઇમ્પેક્ટ પ્લેયર વેંકટેશ ઐયર રમવા માટે મેદાનમાં ઉતર્યો
- Apr 14, 2023 21:42 IST
ગુરબાઝ પ્રથમ ઓવરમાં આઉટ
કોલકાતાને પ્રથમ ઓવરમાં જ ફટકો પડ્યો છે. ભુવનેશ્વર કુમારના ત્રીજા જ બોલે ગુરબાઝ શૂન્ય રને કેચ આઉટ થયો.
- Apr 14, 2023 21:16 IST
આન્દ્રે રસેલની 3 વિકેટ
હેરી બ્રુક 100 અને ક્લાસેન 6 બોલમાં 16 રને અણનમ રહ્યા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે 3 અને વરુણ ચક્રવર્તીએ 1 વિકેટ ઝડપી.
- Apr 14, 2023 21:14 IST
સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 4 વિકેટે 228 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા. કોલકાતાને જીતવા માટે 229 રનનો પડકાર મળ્યો છે.
- Apr 14, 2023 21:10 IST
હેરી બ્રુકની 55 બોલમાં સદી
હેરી બ્રુકે 55 બોલમાં 12 ફોર, 3 સિક્સર સાથે સદી ફટકારી.
- Apr 14, 2023 21:06 IST
અભિષેક શર્મા 32 રને આઉટ
હૈદરાબાદને ચોથો ફટકો. અભિષેક શર્મા 13 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 32 રન બનાવી રસેલનો ત્રીજો શિકાર બન્યો. હૈદરાબાદે 201 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 14, 2023 21:06 IST
સનરાઇઝર્સ હૈદરાબાદના 200 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 18 ઓવરમાં 200 રન પુરા કર્યા.
- Apr 14, 2023 20:46 IST
હૈદરાબાદના 15 ઓવરમાં 3 વિકેટે 157 રન
હૈદરાબાદના 15 ઓવરમાં 3 વિકેટે 157 રન. હેરી બ્રુક 77 અને અભિષેક શર્મા 3 રને રમતમાં છે.
- Apr 14, 2023 20:44 IST
એડન માર્કરામ 50 રને આઉટ
એડન માર્કરામે 25 બોલમાં 2 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. 50 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 14, 2023 20:37 IST
હૈદરાબાદના 100 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 11 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 14, 2023 20:37 IST
હેરી બ્રુકની અડધી સદી
હેરી બ્રુકે 32 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
- Apr 14, 2023 20:36 IST
રાહુલ ત્રિપાઠી 9 રને આઉટ
રાહુલ ત્રિપાઠી 9 રન બનાવી રસેલનો બીજો શિકાર બન્યો. હૈદરાબાદે 57 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 14, 2023 19:52 IST
મયંક અગ્રવાલ 9 રને આઉટ
મયંક અગ્રવાલ 9 રન બનાવી આન્દ્રે રસેલનો શિકાર બન્યો. હૈદરાબાદે 46 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 14, 2023 19:51 IST
હૈદરાબાદના 4 ઓવરમાં વિના વિકેટે 46 રન
સનરાઇઝર્સ હૈદરાબાદના 4 ઓવરમાં વિના વિકેટે 46 રન. હેરી બ્રુકના 32 અને મયંક અગ્રવાલના 9 રને રમતમાં
- Apr 14, 2023 19:47 IST
હેરી બ્રુક અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા
હેરી બ્રુક અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા. ઉમેશ યાદવની પ્રથમ ઓવરમાં 14 રન ફટકાર્યા.
- Apr 14, 2023 19:30 IST
A look at the Playing XIs of the two sides!
What do you make of the two teams in the #KKRvSRH clash?
Follow the match ▶️ https://t.co/odv5HZvk4p#TATAIPLpic.twitter.com/lkeJoHpEyL— IndianPremierLeague (@IPL) April 14, 2023
- Apr 14, 2023 19:25 IST
કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ ઇલેવન
નારાયણ જગદીશન, રહમાનઉલ્લાહ ગુરબાઝ, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, સુયાશ શર્મા, લોકી ફર્ગ્યુશન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.
- Apr 14, 2023 19:25 IST
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, ભુવનેશ્વર કુમાર, માર્કો યાન્સન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક, ટી નટરાજન.
- Apr 14, 2023 19:22 IST
કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગનો નિર્ણય કર્યો
કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલો કોલકાતાના ઇડન ગાર્ડન્સ પર રમાઇ રહ્યો છે.
- Apr 14, 2023 19:21 IST
સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ
આજે સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us