IPL 2023 LSG vs CSK Score : આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ કરતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. પોઇન્ટ ટેબલમાં લખનઉ 10 મેચમાં 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ચેન્નઇ 10 મેચમાં 11 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. વરસાદના કારણે મેચ બંધ રાખવામાં આવી ત્યારે લખનઉ સુપર જાયન્ટ્સે 19.2 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), દીપક ચાહર, મતીશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા.
લખનઉ સુપર જાયન્ટ્સ : મનન વોહરા, કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કર્ણ શર્મા, આયુષ બદોની, કે ગૌથમ, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન.
ચેન્નઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ કરતા બન્ને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે. પોઇન્ટ ટેબલમાં લખનઉ 10 મેચમાં 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ચેન્નઇ 10 મેચમાં 11 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
લખનઉની ટીમ 19.2 ઓવર પછી બેટિંગ કરવા ના ઉતરે અને ઓવરમાં કાપ મુકાય તો ચેન્નઇને 19 ઓવરમાં 127 રનનો ટાર્ગેટ મળશે. 17 ઓવરની મેચ થશે તો 117 રનનો પડકાર મળશે. 15 ઓવરની મેચ થઇ તો 105 રનનો, 12 ઓવરની મેચ રમાય તો 89 રનનો અને 10 ઓવરની મેચ રમાય તો 76 રનનો ટાર્ગેટ મળશે.
વરસાદના કારણે હાલ મેચ અટકાવવામાં આવી છે. લખનઉએ 19.2 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવી લીધા છે. આયુષ બદાની 59 રને ક્રિઝ પર છે.
આયુષ બદોનીએ 30 બોલમાં 2 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
લખનઉ સુપર જાયન્ટ્સે 17.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
લખનઉ સુપર જાયન્ટ્સે 11.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
કર્ણ શર્મા 16 બોલમાં 9 રન બનાવી મોઇન અલીની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 44 રને પાંચમી વિકેટ ગુમાવી.
મોર્કસ સ્ટોઇનિસ 4 બોલમાં 6 રન બનાવી જાડેજાની ઓવરમાં બોલ્ડ થયો. લખનઉએ 34 રને ચોથી વિકેટ ગુમાવી.
કેપ્ટન કૃણાલ પંડ્યા પ્રથમ બોલે શૂન્ય રને મહેશ તીક્ષણાની ઓવરમાં કેચ આઉટ થયો.
મનન વોહરા 11 બોલમાં 1 ફોર સાથે 10 રન બનાવી મહેશ તીક્ષણાની ઓવરમાં બોલ્ડ થયો.
કાયલ મેયર્સ 17 બોલમાં 2 ફોર સાથે 14 રન બનાવી મોઇન અલીની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 18 રને પ્રથમ વિકેટ ગુમાવી.
મનન વોહરા અને કાયલ મેયર્સ ઓપનિંગમાં ઉતર્યા. દીપક ચાહરની પ્રથમ ઓવરમાં 5 રન ફટકાર્યા.
મનન વોહરા, કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કર્ણ શર્મા, આયુષ બદોની, કે ગૌથમ, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન.
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન), દીપક ચાહર, મતીશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા.
ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે
લખનઉ ટીમનો નિયમિત કેપ્ટન કેએલ રાહુલ ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.
આઈપીએલ 2023માં બુધવારે ચેન્નઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો.