આઈપીએલ 2023 : મોહસિન ખાને અંતિમ ઓવરમાં બાજી પલટાવી, લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય

IPL 2023 LSG vs MI : સ્ટોઇનિસના 47 બોલમાં 4 ફોર, 8 સિક્સરની મદદથી અણનમ 89 રન, અંતિમ ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી પણ મોહસિન ખાને 5 રન જ આપ્યા

Written by Ashish Goyal
Updated : May 16, 2023 23:43 IST
આઈપીએલ 2023 : મોહસિન ખાને અંતિમ ઓવરમાં બાજી પલટાવી,  લખનઉ સુપર જાયન્ટ્સનો વિજય
IPL 2023 LSG vs MI : આઈપીએલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ વિ. મુંબઈ ઇન્ડિયન્સ મુકાબલો

IPL 2023 LSG vs MI : માર્કોસ સ્ટોઇનિસના અણનમ 89 અને કૃણાલ પંડ્યાના 49 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 5 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન જ બનાવી શક્યું હતું. અંતિમ ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી પણ મોહસિન ખાને 5 રન જ આપ્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ

-યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ ઝડપી. મોહસિન ખાનને 1 વિકેટ મળી.

-ટીમ ડેવિડ 19 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 32 રને અણનમ રહ્યો, કેમરુન ગ્રીન 6 બોલમાં 4 રને અણનમ રહ્યો.

-વિષ્ણુ વિનોદ 2 રન બનાવી યશ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.

-નેહલ વઢેરા 20 બોલમાં 16 રન બનાવી મોહસીન ખાનનો શિકાર બન્યો.

-સૂર્યકુમાર યાદવ 7 રને યશ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો

-ઇશાન કિશન 39 બોલમાં 8 ફોર 1 સિક્સરની મદદથી 59 રને બિશ્નોઇનો બીજો શિકાર બન્યો.

-મુંબઈ ઇન્ડિયન્સે 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રોહિત શર્મા 25 બોલમાં 1 ફોર, 3 સિક્સરની મદદથી 37 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો.

-મુંબઈ ઇન્ડિયન્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા.

લખનઉ સુપર જાયન્ટ્સ ઇનિંગ્સ

-મુંબઈ તરફથી બેહરેનડોર્ફે 2 અને પીયુષ ચાવલાએ 1 વિકેટ ઝડપી.

-નિકોલસ પૂરનના 8 બોલમાં અણનમ 8 રન.

-સ્ટોઇનિસના 47 બોલમાં 4 ફોર, 8 સિક્સરની મદદથી અણનમ 89 રન,

-લખનઉ સુપર જાયન્ટ્સે 18.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-સ્ટોઇનિસે 36 બોલમાં 1 ફોર, 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-કૃણાલ પંડ્યા 42 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 49 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો.

-લખનઉએ 8 ઓવરમાં 50 અને 14 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ડી કોક 15 બોલમાં 2 સિક્સર સાથે 16 રન બનાવી ચાવલાની ઓવરમાં આઉટ થયો.

-માંકડ પ્રથમ બોલે બેહરેનડોર્ફનો બીજો શિકાર બન્યો.

-દીપક હુડા 7 બોલમાં 5 રન બનાવી બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો.

– મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રકારે છે

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, નેહલ વઢેરા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, આકાશ મધવાલ, ઋત્વિક શૌકીન, જેસોન બેહરેનડોર્ફ.

લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટોન ડી કોક, દીપક હુડા, પ્રેરક માંકડ, કૃણાલ પંડ્યા (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ, સ્વપ્નીલ સિંહ, મોહસીન ખાન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ