IPL 2023 LSG vs MI : માર્કોસ સ્ટોઇનિસના અણનમ 89 અને કૃણાલ પંડ્યાના 49 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 5 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન જ બનાવી શક્યું હતું. અંતિમ ઓવરમાં જીત માટે 11 રનની જરૂર હતી પણ મોહસિન ખાને 5 રન જ આપ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ
-યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ ઝડપી. મોહસિન ખાનને 1 વિકેટ મળી.
-ટીમ ડેવિડ 19 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 32 રને અણનમ રહ્યો, કેમરુન ગ્રીન 6 બોલમાં 4 રને અણનમ રહ્યો.
-વિષ્ણુ વિનોદ 2 રન બનાવી યશ ઠાકુરની ઓવરમાં કેચ આઉટ થયો.
-નેહલ વઢેરા 20 બોલમાં 16 રન બનાવી મોહસીન ખાનનો શિકાર બન્યો.
-સૂર્યકુમાર યાદવ 7 રને યશ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો
-ઇશાન કિશન 39 બોલમાં 8 ફોર 1 સિક્સરની મદદથી 59 રને બિશ્નોઇનો બીજો શિકાર બન્યો.
-મુંબઈ ઇન્ડિયન્સે 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-રોહિત શર્મા 25 બોલમાં 1 ફોર, 3 સિક્સરની મદદથી 37 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો.
-મુંબઈ ઇન્ડિયન્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા.
લખનઉ સુપર જાયન્ટ્સ ઇનિંગ્સ
-મુંબઈ તરફથી બેહરેનડોર્ફે 2 અને પીયુષ ચાવલાએ 1 વિકેટ ઝડપી.
-નિકોલસ પૂરનના 8 બોલમાં અણનમ 8 રન.
-સ્ટોઇનિસના 47 બોલમાં 4 ફોર, 8 સિક્સરની મદદથી અણનમ 89 રન,
-લખનઉ સુપર જાયન્ટ્સે 18.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-સ્ટોઇનિસે 36 બોલમાં 1 ફોર, 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
-કૃણાલ પંડ્યા 42 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 49 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો.
-લખનઉએ 8 ઓવરમાં 50 અને 14 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ડી કોક 15 બોલમાં 2 સિક્સર સાથે 16 રન બનાવી ચાવલાની ઓવરમાં આઉટ થયો.
-માંકડ પ્રથમ બોલે બેહરેનડોર્ફનો બીજો શિકાર બન્યો.
-દીપક હુડા 7 બોલમાં 5 રન બનાવી બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો.
– મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ ભરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રકારે છે
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, નેહલ વઢેરા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, આકાશ મધવાલ, ઋત્વિક શૌકીન, જેસોન બેહરેનડોર્ફ.
લખનઉ સુપર જાયન્ટ્સ : ક્વિન્ટોન ડી કોક, દીપક હુડા, પ્રેરક માંકડ, કૃણાલ પંડ્યા (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ, સ્વપ્નીલ સિંહ, મોહસીન ખાન.