/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/LSG-vs-RCB1.jpg)
IPL 2023 LSG vs RCB : લખનઉ અને આરસીબી વચ્ચે મુકાબલો
IPL 2023 LSG vs RCB Cricket Score : ફાફ ડુ પ્લેસિસના 44 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 18 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 19.5 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. કેએલ રાહુલને ઇજા થતા 11માં ક્રમાંકે બેટિંગ માટે આવ્યો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી , અનુજ રાવત, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, કર્ણ શર્મા.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કે ગૌથમ, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, યશ ઠાકુર.
- May 01, 2023 23:49 IST
હેઝલવુડ અને કર્ણ શર્માની 2-2 વિકેટ
આરસીબી તરફથ જોશ હેઝલવુડ અને કર્ણ શર્માએ સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.
- May 01, 2023 23:47 IST
આરસીબીનો 18 રને વિજય
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 18 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ 19.5 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. કેએલ રાહુલને ઇજા થતા 11માં ક્રમાંકે બેટિંગ માટે આવ્યો હતો.
- May 01, 2023 23:33 IST
નવીન ઉલ હક 13 રને આઉટ
નવીન ઉલ હક 13 બોલમાં 13 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો.
- May 01, 2023 23:14 IST
બિશ્નોઇ રન આઉટ
રવિ બિશ્નોઇ 5 રને રન આઉટ થયો.
- May 01, 2023 23:13 IST
કે ગૌથમ 23 રને આઉટ
કે ગૌથમ 13 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 23 રન બનાવી રન આઉટ થયો. 66 રને સાતમી વિકેટ ગુમાવી.
- May 01, 2023 23:12 IST
સ્ટોઇનિસ 13 રને આઉટ
માર્કોસ સ્ટોઇનિસ 13 રને કર્ણ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2023 23:11 IST
લખનઉના 50 રન
લખનઉ સુપર જાયન્ટ્સે 8.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 01, 2023 22:37 IST
નિકોલસ પૂરન 9 રને આઉટ
નિકોલસ પૂરન 7 બોલમાં 1 સિક્સર સાથે 9 રન બનાવી કર્ણ શર્માનો શિકાર બન્યો. લખનઉએ 38 રને પાંચમી વિકેટ ગુમાવી
- May 01, 2023 22:36 IST
દિપક હુડા 1 રને આઉટ
દિપક હુડા 1 રને હસરંગાની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. 27 રને ચોથી વિકેટ ગુમાવી.
- May 01, 2023 22:22 IST
આયુષ બદોની 4 રને આઉટ
આયુષ બદોની 4 રને હેઝલવુડનો શિકાર બન્યો. લખનઉએ 21 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- May 01, 2023 22:21 IST
કુણાલ પંડ્યા 14 રને આઉટ
કુણાલ પંડ્યા 11 બોલમાં 3 ફોર સાથે 14 રન બનાવી મેક્સવેલનો શિકાર બન્યો
- May 01, 2023 22:20 IST
કાયલ મેયર્સ ઝીરો રને આઉટ
કાયલ મેયર્સ પ્રથમ ઓવરના બીજા જ બોલે મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો.
- May 01, 2023 21:44 IST
આરસીબીના 20 ઓવરમાં 9 વિકેટે 126 રન
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા. લખનઉ સુપર જાયન્ટ્સને 127 રનનો પડકાર મળ્યો.
- May 01, 2023 21:42 IST
નવીન ઉલ હકે અંતિમ ઓવરમાં બે વિકેટ ઝડપી
નવીન ઉલ હકે અંતિમ ઓવરમાં કર્ણ શર્મા (2) અને મોહમ્મદ સિરાજ (00)ને આઉટ કર્યા.
- May 01, 2023 21:35 IST
દિનેશ કાર્તિક રન આઉટ
દિનેશ કાર્તિક 11 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 16 રને રન આઉટ થયો.
- May 01, 2023 21:35 IST
મહિપાલ લોમરોર 3 રને એલબી આઉટ
મહિપાલ લોમરોર 3 રને નવીન ઉલ હકની ઓવરમાં એલબી થયો. આરસીબીએ 114 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- May 01, 2023 21:25 IST
પ્લેસિસ 44 રને આઉટ
ફાફ ડુ પ્લેસિસ 40 બોલમાં 1 ફોર, 1 સિક્સર સાથે 44 રન બનાવી અમિત મિશ્રાનો બીજો શિકાર બન્યો.
- May 01, 2023 21:23 IST
આરસીબીના 100 રન
આરસીબીએ 16.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- May 01, 2023 20:59 IST
વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી
વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી છે. આરસીબીએ 15.2 ઓવરમાં 4 વિકેટે 93 રન બનાવી લીધા છે. પ્લેસિસ 40 અને દિનેશ કાર્તિક 1 રને ક્રિઝ પર છે.
- May 01, 2023 20:58 IST
સુયશ પ્રભુદેસાઇ 6 રને આઉટ
સુયશ પ્રભુદેસાઇ 6 રન બનાવી અમિત મિશ્રાની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2023 20:41 IST
મેક્સવેલ 4 રને આઉટ
ગ્લેન મેક્સવેલ 4 રન બનાવી બિશ્નોઇની ઓવરમાં એલબી આઉટ થયો. આરસીબીએ 80 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- May 01, 2023 20:27 IST
અનુજ રાવત 9 રને આઉટ
અનુજ રાવત 9 રન બનાવી ગૌથમની ઓવરમાં કેચ આઉટ થયો.
- May 01, 2023 20:26 IST
વિરાટ કોહલી 31 રને આઉટ
વિરાટ કોહલી 30 બોલમાં 3 ફોર સાથે 31 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં આઉટ થયો. આરસીબીએ 62 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- May 01, 2023 20:05 IST
આરસીબીના 50 રન
આરસીબીએ પાવરપ્લેમાં વિના વિકેટે 42 રન બનાવ્યા. 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- May 01, 2023 20:04 IST
પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનિંગમાં
પ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનિંગમાં ઉતર્યા. કૃણાલ પંડ્યા પ્રથમ ઓવર ફેંકવા આવ્યો અને 5 રન આપ્યા.
- May 01, 2023 19:14 IST
લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કે ગૌથમ, નવીન ઉલ હક, રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, યશ ઠાકુર.
- May 01, 2023 19:13 IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી , અનુજ રાવત, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, કર્ણ શર્મા.
- May 01, 2023 19:08 IST
આરસીબીએ ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
લખનઉ સુપર જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
- May 01, 2023 18:24 IST
મેચમાં વરસાદની સંભાવના
મેચમાં વરસાદ વિધ્નરૂપ બની શકે છે. લખનઉમાં સોમવારે બપોરે વરસાદ વરસ્યો હતો. હજુ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
- May 01, 2023 18:24 IST
લખનઉ અને બેંગલોર વચ્ચે મુકાબલો
આઈપીએલ 2023માં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us