Live

આઈપીએલ 2023 : બોલરો ઝળક્યા, લખનૌ સુપર જાયન્ટ્સનો 5 વિકેટે વિજય

IPL 2023 LSG vs SRH Score : હૈદરાબાદના 20 ઓવરમાં 8 વિકેટે 121 રન, લખનૌએ 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો

Written by Ashish Goyal
Updated : April 07, 2023 23:10 IST
આઈપીએલ 2023 : બોલરો ઝળક્યા, લખનૌ સુપર જાયન્ટ્સનો 5 વિકેટે વિજય
સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

LSG vs SRH IPL 2023 Score: બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલ-2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 121 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

બન્ને ટીમો આ પ્રકારે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ : અનમોલપ્રીત સિંહ, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, આદિલ રાશિદ, અબ્દુલ શમદ, ઉમરાન મલિક, ટી નટરાજન.

લખનૌ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, શેફર્ડ, અમિત મિશ્રા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, જયદેવ ઉનડકટ.

Live Updates

લખનૌની ટીમ પોઇન્ટ ટેબલમાં નંબર વન

લખનૌની ટીમના આ મેચમાં જીત સાથે 4 પોઇન્ટ થયા છે અને તે પોઇન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઇ છે. હૈદરાબાદનો સતત બીજો પરાજય થયો છે.

લખનૌ સુપર જાયન્ટ્સનો 5 વિકેટે વિજય

લખનૌ સુપર જાયન્ટ્સે 5 વિકેટે વિજય મેળવ્યો છે. લખનૌએ 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો

લોકેશ રાહુલ 35 રને આઉટ

લોકેશ રાહુલ 35 રને રાશિદની ઓવરમાં એલબી આઉટ થયો

ક્રુણાલ પંડ્યાના 34 રન

ક્રુણાલ પંડ્યાના 23 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 34 રન. લખનૌએ 100 રને 3 વિકેટ ગુમાવી

લખનૌના 100 રન પુરા

લખનૌએ 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા

લખનૌના 10 ઓવરમાં 2 વિકેટે 82 રન

લખનૌ સુપર જાયન્ટ્સના 10 ઓવરમાં 2 વિકેટે 82 રન. કેએલ રાહુલ 30 અને ક્રુણાલ પંડ્યા 23 રને રમતમાં

દીપક હુડા 7 રને આઉટ

દીપક હુડા 7 રને ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો. લખનૌએ 45 રને બીજી વિકેટ ગુમાવી. લખનૌના 6 ઓવરમાં 2 વિકેટે 45 રન.

કાઇલ મેયર્સ 13 રને આઉટ

કાઇલ મેયર્સ 13 રને ફારુકીનો શિકાર બન્યો. લખનૌએ 35 રને પ્રથમ વિકેટ ગુમાવી

કાઇલ મેયર્સ અને કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા

કાઇલ મેયર્સ અને કેએલ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા. ભુવનેશ્વર કુમારની પ્રથમ ઓવરમાં 13 રન ફટકાર્યા.

ક્રુણાલ પંડ્યાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી

અબ્દુલ સમદ 10 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 21 રને અણનમ રહ્યો. લખનૌ તરફથી ક્રુણાલ પંડ્યાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી. અમિત મિશ્રાએ 2 વિકેટ, જ્યારે યશ ઠાકુર, રવિ બિશ્નોઇને 1-1 વિકેટ મળી.

સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 8 વિકેટે 121 રન

સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 121 રન બનાવ્યા. લખનૌને જીતવા માટે 122 રનનો પડકાર મળ્યો

અમિત મિશ્રાએ 19મી ઓવરમાં બે વિકેટ ઝડપી

અમિત મિશ્રાએ 19મી ઓવરમાં બે વિકેટ ઝડપી. વોશિંગ્ટન સુંદર 16 રન બનાવી કેચ આઉટ થયો. આદિલ રશિદ 4 રન બનાવી આઉટ

રાહુલ ત્રિપાઠી 34 રન બનાવી આઉટ

રાહુલ ત્રિપાઠી 4 ફોર સાથે 34 રન બનાવી યશ ઠાકુરનો શિકાર બન્યો. હૈદરાબાદે 94 રને પાંચમી વિકેટ ગુમાવી. હૈદરાબાદના 17.2 ઓવરમાં 5 વિકેટે 94 રન

હૈદરાબાદના 14 ઓવરમાં 4 વિકેટે 76 રન

હૈદરાબાદના 14 ઓવરમાં 4 વિકેટે 76 રન. રાહુલ ત્રિપાઠી 22 અને વોશિંગ્ટન સુંદર 9 રને રમી રહ્યા છે

હેરી બ્રુક 3 રન આઉટ, 54 રને ચોથી વિકેટ ગુમાવી

હેરી બ્રુક 3 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. હૈદરાબાદે 55 રને ચોથી વિકેટ ગુમાવી. હૈદરાબાદના 9 ઓવરમાં 4 વિકેટે 54 રન.

એડન માર્કરામ પ્રથમ બોલે બોલ્ડ

કેપ્ટન એડન માર્કરામ પ્રથમ બોલે જ ક્રુણાલ પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 50 રને ત્રીજી વિકેટ ગુમાવી

અનમોલપ્રીત સિંહ 31 રને આઉટ

અનમોલપ્રીત સિંહ 26 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 31 રન બનાવી ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો.

હૈદરાબાદના 50 રન

હૈદરાબાદે પાવર પ્લેમાં 1 વિકેટે 43 રન બનાવ્યા. 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

મયંક અગ્રવાલ 8 રને આઉટ

મયંક અગ્રવાલ 8 રન બનાવી ક્રુણાલ પંડ્યાનો શિકાર બન્યો. હૈદરાબાદે 21 રને પ્રથમ વિકેટ ગુમાવી.

મયંક અગ્રવાલ અને અનમોલપ્રીત સિંહ ઓપનિંગમાં ઉતર્યા

સનરાઇઝર્સ હૈદરાબાદના મયંક અગ્રવાલ અને અનમોલપ્રીત સિંહ ઓપનિંગમાં ઉતર્યા. મેયર્સની પ્રથમ ઓવરમાં 5 રન બનાવ્યા

બે વર્ષ પછી અમિત મિશ્રાને આઈપીએલમાં રમવાની તક મળી

અમિત મિશ્રાને આઈપીએલમાં લગભગ બે વર્ષ પછી કોઇ ટીમ તરફથી રમવાની તક મળી છે. તે છેલ્લે દિલ્હી તરફથી આરસીબી સામે 27 એપ્રિલ 2021ના રોજ રમ્યો હતો.

આઈપીએલ 2023 : આ વખતે આ બોલર છે પર્પલ કેપની રેસમા, જાણો 2008થી 2022 સુધીમાં કોણે-કોણે જીતી છે આ કેપ

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, શેફર્ડ, અમિત મિશ્રા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, જયદેવ ઉનડકટ.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન

અનમોલપ્રીત સિંહ, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, આદિલ રાશિદ, અબ્દુલ શમદ, ઉમરાન મલિક, ટી નટરાજન.

હૈદરાબાદે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો

લખનૌ સુપર જાયન્ટ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

લખનૌની ટીમમાં ક્વિટોન ડી કોક જોડાયો

બીજી તરફ લખનૌની ટીમમાં ક્વિટોન ડી કોક જોડાઇ ગયો છે. આ સ્થિતિમાં માર્કસ સ્ટોઇનિસ કે કેલી મેયરને પ્લેઇંગ ઇલેવનની બહાર બેસવું પડશે

સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ જોડાઇ ગયો છે. જે હવે કેપ્ટનશિપ કરશે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ