IPL 2023 Points Table : આઈપીએલ 2023ની અડધી સફર પુરી થઇ ગઇ છે. આ સિઝનમાં અત્યાર સુધી 35 મેચો રમાઇ છે. બધી ટીમો પોત-પોતાના 7 મુકાબલા રમી ચુકી છે અને હવે 7 મેચો બાકી છે. અડધી સફર પછી ટીમોની પ્રદર્શનની વાત કરવામાં આવે તો ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ 10-10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. તમને બધી ટીમોના પ્રદર્શન વિશે જણાવી રહ્યા છીએ.
ચેન્નઇ સુપર કિંગ્સ
એમએસ ધોનીની આગેવાનીમાં ચેન્નઇ સુપર કિંગ્સનો ડંકો વાગી રહ્યો છે. સીએસકેની ટીમ 7 મેચમાં 5 જીત અને 2 હાર સાથે 10 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. ધોનીએ ફરી એક વખત સાબિત કર્યું છે કે તેને ગ્રેટ કેપ્ટન કહેવામાં આવે છે.
ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સની નવી હોવા છતા બધાને પ્રભાવિત કરી રહી છે. પોતાના પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બન્યા પછી બીજી સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાતની ટીમ 7 મેચમાં 10 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તેનો 5 મેચમાં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સની ટીમ 7 મેચમાં 4 વિજય અને 3 પરાજય સાથે 8 પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને છે. સંજુ સેમસનની આગેવાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ તરફથી સૌથી વધારે જોસ બટલરે 7 મેચમાં 244 રન બનાવ્યા છે.
લખનઉ સુપર જાયન્ટ્સ
લખનઉ ટીમના પણ 7 મેચમાં 4 વિજય અને 3 પરાજય સાથે 8 પોઇન્ટ છે. જોકે તેની નેટ રનરેટ ઓછી હોવાથી તે ચોથા સ્થાને છે. ટીમ તરફથી સૌથી વધારે રન કેપ્ટન કેએલ રાહુલે બનાવ્યા છે. તેણે 7 મેચમાં 2 અડધી સદી સાથે 262 રન બનાવ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પણ 8 પોઇન્ટ સાથે લખનઉ અને રાજસ્થાનની સાથે છે. આરસીબીએ 7 મેચ રમી છે. જેમાં 4 મેચમાં વિજય થયો છે અને 3 માં પરાજય થયો છે. વિરાટ કોહલી અને પ્લેસિસ શાનદાર ફોર્મમાં છે. પ્લેસિસ 7 મેચમાં 405 રન બનાવી ટોપ સ્કોરર છે.
આ પણ વાંચો – IPLની ફાઇનલ મેચ ક્યાં રમાશે? BCCIએ સ્થળ અને શિડ્યુલની ઘોષણા કરી
પંજાબ કિંગ્સ
પંજાબ કિંગ્સ પણ 8 પોઇન્ટ સાથે અન્ય ત્રણ ટીમો સાથે રેસમાં છે. પંજાબનો 7 મેચમાંથી 4માં વિજય થયો છે અને 3માં પરાજય થયો છે. જોકે પંજાબની નેટ રનરેટ માઇનસમાં હોવાથી તે છઠ્ઠા સ્થાને છે.
મુંબઈ ઇન્ડિયન્સ
4 વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. મુંબઈનો 7 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 4 માં પરાજય થયો છે. તે 6 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ
કોલકાતા નાઇટ રાઇડર્સ 7 મેચમાં 2 જીત અને 5 પરાજય સાથે 4 પોઇન્ટ સાથે આઠમાં સ્થાને છે. કેકેઆરની શરૂઆત સારી હતી પણ છેલ્લી 4 મેચમાં પરાજય થતા તે પોઇન્ટ ટેબલમાં પાછળ આવી ગયું છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદ 7 મેચમાં 2 જીત અને 5 પરાજય સાથે 4 પોઇન્ટ સાથે નવમાં સ્થાને છે. હૈદરાબાદનો સતત ત્રણ મેચમાં પરાજય થયો છે. હૈદરાબાદનો એકપણ બેટ્સમેન ટોપ 20 સ્કોરરમાં નથી. આ પરથી તેના ખરાબ પ્રદર્શનનો અંદાજ લગાવી શકાય છે.
દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ 7 મેચમાં 2 જીત અને 5 પરાજય સાથે 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા ક્રમે છે. દિલ્હીનો સતત પાંચ મેચમાં પરાજય થયો હતો. જોકે છેલ્લી બે મેચમાં જીત મેળવતા કઇક અંશે સ્થિતિ સુધરી છે. દિલ્હીનો બધો આધાર કેપ્ટન ડેવિડ વોર્નર પર છે. વોર્નરને 7 મેચમાં 306 રન બનાવ્યા છે.