IPL 2023 PBKS vs GT Score: બોલરોના શાનદાર પ્રદર્શન પછી શુભમન ગિલની અડધી સદીની (67)મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 154 રન બનાવી લીધા હતા. ગુજરાતને અંતિમ ઓવરમાં જીત માટે 7 રનની જરૂર હતી. જે 5 બોલમાં બનાવી લીધા હતા.
બન્ને ટીમો આ પ્રકારે છે
પંજાબ કિંગ્સ – શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ , મેથ્યુ શોર્ટ, ભાનુકા રાજપક્ષા, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, હરપ્રીત બરાર, રિષી ધવન, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.
ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, મોહિત શર્મા, અલ્જારી જોસેફ.





