scorecardresearch
Live

આઈપીએલ : શુભમન ગિલની અડધી સદી, ગુજરાત ટાઇટન્સનો અંતિમ ઓવરમાં વિજય

IPL 2023 PBKS vs GT : ગુજરાત ટાઇટન્સનો પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય, શુભમન ગિલના 67 રન

IPL 2023 PBKS vs GT
IPL 2023 PBKS vs GT : પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

IPL 2023 PBKS vs GT Score: બોલરોના શાનદાર પ્રદર્શન પછી શુભમન ગિલની અડધી સદીની (67)મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 154 રન બનાવી લીધા હતા. ગુજરાતને અંતિમ ઓવરમાં જીત માટે 7 રનની જરૂર હતી. જે 5 બોલમાં બનાવી લીધા હતા.

બન્ને ટીમો આ પ્રકારે છે

પંજાબ કિંગ્સ – શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ , મેથ્યુ શોર્ટ, ભાનુકા રાજપક્ષા, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, હરપ્રીત બરાર, રિષી ધવન, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.

ગુજરાત ટાઇટન્સ – ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, મોહિત શર્મા, અલ્જારી જોસેફ.

Read More
Read Less
Live Updates
23:54 (IST) 13 Apr 2023
ડેવિડ મિલર 17 રને અને તેવાટિયા 5 રને અણનમ રહ્યા

ગુજરાતને અંતિમ ઓવરમાં જીત માટે 7 રનની જરૂર હતી. જે 5 બોલમાં બનાવી લીધા હતા. ડેવિડ મિલર 17 રને અને તેવાટિયા 5 રને અણનમ રહ્યા.

23:23 (IST) 13 Apr 2023
ગુજરાત ટાઇટન્સનો પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય

ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 154 રન બનાવી લીધા

23:18 (IST) 13 Apr 2023
શુભમન ગિલ 67 રને આઉટ

શુભમન ગિલ 49 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 67 રને કરનની ઓવરમાં બોલ્ડ થયો. ગુજરાતે 148 રને ચોથી વિકેટ ગુમાવી

23:13 (IST) 13 Apr 2023
ગુજરાતને અંતિમ 6 બોલમાં 7 રનની જરૂર

ગુજરાતને અંતિમ ઓવરમાં જીત માટે 7 રનની જરૂર. શુભમન ગિલ અને ડેવિડ મિલર મેદાનમાં

22:59 (IST) 13 Apr 2023
શુભમન ગિલની અડધી સદી

શુભમન ગિલે 40 બોલમાં 6 ફોર સાથે અડધી સદી પુરી કરી. ગુજરાતના 16.2 ઓવરમાં 3 વિકેટે 122 રન.

22:49 (IST) 13 Apr 2023
હાર્દિક પંડ્યા 8 રને આઉટ

હાર્દિક પંડ્યા 8 રન બનાવી હરપ્રીત બરારનો શિકાર બન્યો. ગુજરાતે 106 રને ત્રીજી વિકેટ ગુમાવી. ડેવિડ મિલર બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો.

22:45 (IST) 13 Apr 2023
ગુજરાત ટાઇટન્સના 100 રન

ગુજરાત ટાઇટન્સે 13.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

22:44 (IST) 13 Apr 2023
સાઇ સુદર્શન 19 રને આઉટ

સાઇ સુદર્શન 19 રને અર્શદીપ સિંહનો શિકાર બન્યો. ગુજરાતે 89 રને બીજી વિકેટ ગુમાવી.

22:28 (IST) 13 Apr 2023
શુભમન ગિલ અને સુદર્શને બાજી સંભાળી

શુભમન ગિલ અને સુદર્શને બાજી સંભાળી. ગુજરાતે 10 ઓવરમાં 1 વિકેટે 80 રન બનાવ્યા.

22:12 (IST) 13 Apr 2023
ગુજરાતના પાવરપ્લેમાં 1 વિકેટે 56 રન

ગુજરાત ટાઇટન્સે 5 ઓવરમાં 50 રન પુરા કર્યા. પાવરપ્લેમાં 1 વિકેટે 56 રન બનાવ્યા

22:11 (IST) 13 Apr 2023
ઋદ્ધિમાન સાહા 30 રને આઉટ

ઋદ્ધિમાન સાહા 19 બોલમાં 5 ફોર સાથે 30 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો. ગુજરાતે 48 રને પ્રથમ વિકેટ ગુમાવી.

21:50 (IST) 13 Apr 2023
શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહા ઓપનિંગમાં ઉતર્યા

શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહા ગુજરાત તરફથી ઓપનિંગમાં ઉતર્યા. અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં 7 રન બનાવ્યા.

21:32 (IST) 13 Apr 2023
પંજાબ કિંગ્સના 20 ઓવરમાં 8 વિકેટે 153 રન

પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવ્યા. ગુજરાતને જીતવા માટે 154 રનનો પડકાર મળ્યો છે.

21:31 (IST) 13 Apr 2023
અંતિમ ઓવરમાં બે રન આઉટ

શાહરુખ ખાન 9 બોલમાં 22 રન બનાવી અંતિમ ઓવરમાં રન આઉટ થયો. રિષી ધવન 1 રને રન આઉટ થયો.

21:19 (IST) 13 Apr 2023
સેમ કરન 22 રને આઉટ

સેમ કરન 22 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો. પંજાબે 136 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

21:12 (IST) 13 Apr 2023
ભાનુકા રાજાપક્ષા 20 રને આઉટ

ભાનુકા રાજાપક્ષા 20 રને જોસેફનો શિકાર બન્યો. પંજાબે 115 રને પાંચમી વિકેટ ગુમાવી.

21:03 (IST) 13 Apr 2023
પંજાબ કિંગ્સના 100 રન

પંજાબ કિંગ્સે 15.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

20:51 (IST) 13 Apr 2023
જિતેશ શર્મા 25 રને આઉટ

જિતેશ શર્મા 5 ફોર સાથે 25 રન બનાવી મોહિત શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. અમ્પાયરે પહેલા નોટઆઉટ આપ્યો હતો. જોકે ગુજરાતે ડીઆરએસ લેતા આઉટ જાહેર થયો હતો. પંજાબે 92 રને ચોથી વિકેટ ગુમાવી.

20:26 (IST) 13 Apr 2023
પંજાબ કિંગ્સના 10 ઓવરમાં 3 વિકેટે 75 રન

પંજાબ કિંગ્સના 10 ઓવરમાં 3 વિકેટે 75 રન. જિતેશ શર્મા 15 અને ભાનુકા રાજપક્ષા 9 રને મેદાનમાં છે.

20:25 (IST) 13 Apr 2023
મેથ્યુ શોર્ટ 36 રને આઉટ

મેથ્યુ શોર્ટ 24 બોલમાં 6 ફોર, 1 સિક્સર સાથે 36 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો. પંજાબે 55 રને ત્રીજી વિકેટ ગુમાવી.

20:23 (IST) 13 Apr 2023
પંજાબના 50 રન

પંજાબ કિંગ્સે 5.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.

20:21 (IST) 13 Apr 2023
શિખર ધવન 8 રને આઉટ

શિખર ધવન 8 રને લિટિલની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 28 રને બીજી વિકેટ ગુમાવી

19:39 (IST) 13 Apr 2023
બીજા જ બોલે પ્રભસિમરન સિંહ આઉટ

પ્રથમ ઓવરમાં પંજાબને ફટકો પડ્યો છે. મોહમ્મદ શમીની પ્રથમ ઓવરના બીજા જ બોલે પ્રભસિમરન સિંહ શૂન્ય રને આઉટ થયો.

19:15 (IST) 13 Apr 2023
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન

શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ , મેથ્યુ શોર્ટ, ભાનુકા રાજપક્ષા, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, હરપ્રીત બરાર, રિષી ધવન, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.

19:15 (IST) 13 Apr 2023
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જાશુઆ લિટિલ, મોહિત શર્મા, અલ્જારી જોસેફ.

19:04 (IST) 13 Apr 2023
ગુજરાત ટાઇટન્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

18:55 (IST) 13 Apr 2023

બન્નેનો આ ચોથો મુકાબલો છે. બન્નેએ 3 મેચમાંથી 2 મેચમાં વિજય મેળવ્યો છે

18:55 (IST) 13 Apr 2023
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ

આજે આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

Web Title: Ipl 2023 punjab kings vs gujarat titans pbks vs gt live score mohali

Best of Express