IPL 2023 PBKS vs LSG : માર્કસ સ્ટોઇનિસ (72) અને કાયલ મેયર્સ (54)ની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ સામે 56 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 257 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 19.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. લખનઉએ આઈપીએલના ઇતિહાસનો બીજા નંબરનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. આઈપીએલમાં સૌથી બેસ્ટ સ્કોર 263 રન છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2013માં પૂણે વોરિયર્સ સામે બનાવ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન ઉલ હક, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર.
પંજાબ કિંગ્સ : અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન , જીતેશ શર્મા શાહરૂખ ખાન, કાગિસો રબાડા, રાહુલ ચાહર, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ.






