IPL 2023 PBKS vs LSG : માર્કસ સ્ટોઇનિસ (72) અને કાયલ મેયર્સ (54)ની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ સામે 56 રને વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 257 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 19.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. લખનઉએ આઈપીએલના ઇતિહાસનો બીજા નંબરનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. આઈપીએલમાં સૌથી બેસ્ટ સ્કોર 263 રન છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2013માં પૂણે વોરિયર્સ સામે બનાવ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન ઉલ હક, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર.
પંજાબ કિંગ્સ : અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન , જીતેશ શર્મા શાહરૂખ ખાન, કાગિસો રબાડા, રાહુલ ચાહર, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ.
લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 56 રને વિજય મેળવ્યો. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 257 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 19.5 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઇ ગયું.
સેમ કરન 21 રને નવીન ઉલ હકનો અને જીતેશ શર્મા 24 રને યશ ઠાકુરનો શિકાર બન્યો.
લિવિંગસ્ટોન 23 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં આઉટ થયો.
પંજાબ કિંગ્સના 15 ઓવરમાં 4 વિકેટે 152 રન. લિવિંગસ્ટોન 23 અને સેમ કરન 10 રને રમી રહ્યા છે.
અથર્વ તાયડે 36 બોલમાં 8 ફોર, 2 સિક્સર સાથે 66 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો. પંજાબે 127 રને ચોથી વિકેટ ગુમાવી.
સિકંદર રઝા 22 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 36 રન બનાવી યશ ઠાકુરનો શિકાર બન્યો.
પંજાબ કિંગ્સે 10.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
અર્થવ તાયડેએ 26 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
પંજાબ કિંગ્સે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
પ્રભસિમરન સિંહ 9 રન બનાવી નવીન ઉલ હકની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 31 રને બીજી વિકેટ ગુમાવી.
શિખર ધવન 1 રન બનાવી સ્ટોઇનિસની ઓવરમાં કેચ આઉટ થયો. પંજાબે 3 રને પ્રથમ વિકેટ ગુમાવી.
લખનઉએ આઈપીએલના ઇતિહાસનો બીજા નંબરનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે. આઈપીએલમાં સૌથી બેસ્ટ સ્કોર 263 રન છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2013માં પૂણે વોરિયર્સ સામે બનાવ્યા હતા.
લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 257 રન બનાવ્યા. પંજાબને જીતવા માટે 258 રનનો પડકાર આપ્યો.
નિકોલસ પૂરન 19 બોલમાં 7 ફોર, 1 સિક્સર સાથે 45 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો.
લખનઉ સુપર જાયન્ટ્સે 19.2 ઓવરમાં 250 રન પુરા કર્યા.
સ્ટોઇનિસ 40 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે 72 રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો. લખનઉએ 239 રને ચોથી વિકેટ ગુમાવી.
લખનઉ સુપર જાયન્ટ્સે 15.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.
સ્ટોઇનિસે 31 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
આયુષ બદોની 24 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 43 રન બનાવી લિવિંગસ્ટોનનો શિકાર બન્યો. લખનઉએ 163 રને ત્રીજી વિકેટ ગુમાવી.
લખનઉ સુપર જાયન્ટ્સે 12.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.
લખનઉ સુપર જાયન્ટ્સે 7.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
કાયલ મેયર્સ 24 બોલમાં 7 ફોર, 4 સિક્સર સાથે 54 રન બનાવી રબાડાની ઓવરમાં આઉટ થયો. લખનઉએ 74 રને બીજી વિકેટ ગુમાવી.
લખનઉ સુપર જાયન્ટ્સે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
કેએલ રાહુલ 9 બોલમાં 12 રન બનાવી રબાડાનો શિકાર બન્યો.
કેએલ રાહુલ અને કાયલ મેયર્સ ઓપનિંગમાં ઉતર્યા. ગુરનૂર બરારની પ્રથમ ઓવરમાં 2 રન ફટકાર્યા.
અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), સિકંદર રઝા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન , જીતેશ શર્મા શાહરૂખ ખાન, કાગિસો રબાડા, રાહુલ ચાહર, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ.
કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, કૃણાલ પંડ્યા, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન ઉલ હક, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર.
લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે

આઈપીએલ 2023માં પંજાબ કિંગ્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ પંજાબ ક્રિકેટ એસોસિયેશનના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે.