scorecardresearch

આઈપીએલ 2023 : પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સનો 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંત

IPL 2023 PBKS vs RR : પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા, રાજસ્થાને 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો

IPL 2023 PBKS vs RR
IPL 2023 PBKS vs RR : રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

IPL 2023 PBKS vs RR : યશસ્વી જયસ્વાલ (50), દેવદત્ત પડિકલ્લની(51) અડધી સદી અને હેટમાયરના આક્રમક 46 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2023માં પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત રાજસ્થાનના 14 પોઇન્ટ થઇ ગયા છે અને તેણે પ્લેઓફની આશા જીવંત રાખી છે. જોકે તેના માટે ઘણું મુશ્કેલ છે.

રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ

-પંજાબ કિંગ્સ તરફથી રબાડાએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી.

-ધ્રુવ જુરેલના 4 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 10 રન.

-હેટમાયરના 28 બોલમાં 4 ફોર, 3 સિક્સરની મદદથી 46 રન. સેમ કરનની ઓવરમાં આઉટ થયો.

-રિયાન પરાગ 12 બોલમાં 1 ફોર, 2 સિક્સરની મદદથી 20 રન બનાવી રબાડાનો શિકાર બન્યો.

-યશસ્વી જયસ્વાલ 36 બોલમાં 8 ફોર સાથે 50 રન બનાવી એલિસની ઓવરમાં કેચ આઉટ થયો.

-રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-સંજુ સેમસન 2 રન બનાવી ચાહરનો શિકાર બન્યો.

-દેવદત્ત પડિક્કલના 30 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 51 રન.

-રાજસ્થાન રોયલ્સે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-જોશ બટલર 4 બોલમાં ખાતું ખોલાયા વિના રબાડાની ઓવરમાં એલબી આઉટ થયો.

-જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા.

આ પણ વાંચો – આરસીબીની જીતે પ્લેઓફનું સમીકરણ વધારે રસપ્રદ બનાવ્યું, 3 સ્થાન માટે 7 ટીમો રેસમાં, સમજો ગણિત

પંજાબ કિંગ્સ ઇનિંગ્સ

-રાજસ્થાન તરફથી નવદીપ સૈનીએ 3 વિકેટ, જ્યારે બોલ્ટ અને ઝમ્પાએ 1-1 વિકેટ ઝડપી.

-શાહરુખ ખાનના 23 બોલમાં 4 ફોર, 2 સિક્સરની મદદથી અણનમ 41 રન

-સેમ કરનના 31 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે અણનમ 49 રન.

-પંજાબ કિંગ્સે 18.2 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-જીતેશ શર્માના 28 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 44 રન. સૈનીનો ત્રીજો શિકાર બન્યો.

-પંજાબ કિંગ્સે 13 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-લિવિંગસ્ટોન 9 રને નવદીપ સૈનીની ઓવરમાં બોલ્ડ થયો.

-પંજાબ કિંગ્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શિખર ધવન 12 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 17 રન બનાવી એલબી આઉટ થયો.

-આર્થવ તાઇડે 12 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 19 રન બનાવી નવદીપ સૈનીનો શિકાર બન્યો.

-પ્રભસિમરન સિંહ બીજા જ બોલે 2 રને બોલ્ટની ઓવરમાં આઉટ થયો.

-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

પંજાબ કિંગ્સ : પ્રભશિમરન સિંહ, શિખર ધવન (કેપ્ટન), આર્થવ તાઇડે, લિયામ લિવિંગસ્ટોન, સેમ કરન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, હરપ્રીત બરાર, રાહુલ ચાહર, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, એડમ ઝમ્પા, ટ્રેન્ટ બોલ્ટ, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, નવદીપ સૈની.

Web Title: Ipl 2023 punjab kings vs rajasthan royals pbks vs rr live score

Best of Express