GT vs CSK (Gujarat vs Chennai) IPL 2023 Qualifier 1 Live Score : 59 દિવસના નોન-સ્ટોપ રોમાંચ પછી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 તેના અંતિમ સપ્તાહમાં પ્રવેશી ગઈ છે. ક્વોલિફાયર 1 ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 23 મે, મંગળવારના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમાશે. ચેન્નાઈની પીચ એવી છે કે, તેમાં બેટ્સમેન અને સ્પિનરો વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળશે.
જો કે, ગરમ અને ભેજવાળા વાતાવરણમાં, ઝડપી બોલરો પણ ફટાફટ સફળતા મેળવવાનો પ્રયાસ કરશે. IPL 2023 ના પ્રથમ ક્વોલિફાયર પહેલા, સંભવિત ખેલાડીઓ પર એક નજર જે મંગળવારે રાત્રે ચેપોક ખાતે ચમકી શકે છે.
દીપક ચહર Vs શુભમન ગિલ
દીપક ચહરે ઈજા બાદ શાનદાર વાપસી કરી છે. પાવરપ્લેમાં વિકેટ લેવાની તેની ક્ષમતાએ તેને માત્ર એક અસાધારણ બોલર બનાવ્યો નથી પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સને ક્વોલિફાયર્સમાં સ્થાન બનાવવામાં પણ મદદ કરી છે. બીજી તરફ શુભમન ગિલનું ફોર્મ ચર્ચાનો વિષય છે. તે સતત બે સદી ફટકારીને મેદાનમાં ઉતરવા જઈ રહ્યો છે.
ગિલની બીજી સદીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. CSK ચાહકો શુભમન ગિલને દીપક ચહર સામે આ રીતે બેટિંગ કરતા જોવાનું પસંદ નહીં કરે. જમણા હાથનો ઝડપી બોલર દીપક ચહર પણ ગુજરાત ટાઇટન્સના ઓપનર બેટની ધારને બરબાદ કરવા અને તેને શક્ય તેટલી વહેલી તકે પેવેલિયનમાં મોકલવા માટે તૈયાર હશે.
ડેવોન કોનવે વિ મોહમ્મદ શમી
તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ડેવોન કોનવે અને ગુજરાત ટાઇટન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર મોહમ્મદ શમી વચ્ચેની લડાઈ હશે. શમી આ સિઝનમાં તેના શ્રેષ્ઠ દેખાવમાં છે. તેણે અત્યાર સુધી 14 મેચમાં 24 વિકેટ ઝડપી છે અને પર્પલ કેપ જીતી છે.
CSK માટે ડેવોન કોનવે 585 રન સાથે સૌથી વધુ સ્કોરર છે. સીઝનના ઓપનરમાં શમીએ કોનવેને સસ્તામાં ક્લીન બોલ્ડ કર્યો હતો. કિવી બેટ્સમેન માટે સ્કોર સેટ કરવાની આ શાનદાર તક છે.
શિવમ દુબે Vs રાશિદ ખાન
ચેપોક સ્ટેડિયમની પીચ ચોક્કસપણે સ્પિનરોને મદદ કરશે. રાશિદ ખાન 24 વિકેટ લઈને શાનદાર ફોર્મમાં છે. અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર ગુજરાત ટાઇટન્સ માટે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રાશિદ ખાન શિવમ દુબેને બોલિંગ કરાવે છે જે ચાહકોને મિસ કરવાનું પસંદ નહીં હોય.
ચેન્નાઈના ઓલરાઉન્ડર શિવમ દુબેની પણ અત્યાર સુધીની સિઝન શાનદાર રહી છે. શિવમ દુબેએ તાજેતરના ભૂતકાળમાં કોઈ બોલરને બક્ષ્યો નથી. શિવમ દુબેએ IPL 2023માં 12 ઇનિંગ્સમાં 385 રન બનાવ્યા છે. હાલમાં તે જે પ્રકારના ફોર્મમાં છે તે જોતાં ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાને તેનાથી સાવચેત રહેવું જોઈએ.
એમએસ ધોની વિ ડેથ ઓવર્સ બોલર
જો એમએસ ધોની બેટિંગ કરવા નહીં આવે તો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ચેન્નાઈમાં રમવું અર્થહીન હશે. ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાનીને આ સિઝનમાં રમવા માટે ઓછા બોલ આપવામાં આવ્યા છે, પરંતુ તેણે જ્યારે પણ શક્ય હોય ત્યાં દર્શકોનું મનોરંજન કર્યું છે. સિક્સર મારવી તેની ખાસિયત રહી છે. જો તે ડેથ ઓવર્સમાં બેટિંગ કરવા આવે છે, તો પછી બોલર કોઈ પણ હોય, તે ચોક્કસપણે ઈચ્છશે કે માહી સ્ટ્રાઈક પર ન આવે.
ચેન્નઇ સુપર કિંગ્સે આજની મેચમાં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યુ છે અને આ સાથે જ CRK એ શાનદાર રીતે IPLની ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. છેલ્લી 20મી ઓવરના છેલ્લા બોલ પર પથિરાના એ મોહમ્મદ શમીને દીપક ચાહરના હાથે કેચ આઉટ કરાવીને ગુજરાતને 157 રને ઓલઆઉટ કરી છે.
CRK સામે ગુજરાત ટાઇટન્સ 15 રનથી હાર્યું છે.
ગુજરાત ટાઇટન્સે 9 વિકેટ ગુમાવી 157 બનાવ્યા છે.
તો CRKએ 7 વિકેટમાં 172 ટન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન આજે કોઇ ખાસ બેટિંગ કરી શક્યા ન હતા.
આજની મેચની છેલ્લી ઓવર, ટાઇટન્સની હાર પાક્કી!
ટાઇટન્સા 9 ખેલાડી આઉટ થઇ ગયા છે.
ટાઇટન્સે 5 બોલમાં 26 રન બનાવવાના છે.
CRK એ 173 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટાઇટન્સના રાશિદ ખાન આઉટ, CRK જીતથી માત્ર 1 વિકેટ દૂર
CRKના તુષાર દેશપાંડે ટાઇટન્સના રાશિદ ખાનને આઉટ કર્યો છે.
ગુજરાત ટાઇટન્સ માટે જીત મુશ્કેલગુજરાત ટાઇટન્સ સામે આજની મેચ જીત મુ્શ્કેલ દેખાઇ રહી છે.
ટાઇટન્સે 8 વિકેટની નુકસાનીમાં 18 ઓવરમાં 138 બનાવ્યા છે.
હાલ ટાઇટન્સે 12 બોલમાં 35 બનાવવાના છે.
ગુજરાત ટાઇટન્સને જીત માટે 16 બોલમાં 37 રનની જરૂર છે.
CRKએ ટાઇટન્સ સામે જીત માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો છે.
હાલ ગુજરાત ટાઇટન્સ – 136/8 (17.4)
ગુજરાત ટાઇટન્સે 6ઠ્ઠી વિકેટ ગુમાવી છે. મહિશની બોલ પર રાહુલ તિવેટીયા આઉટ થયો છે.
CRK સામે જીતવા ટાઇટન્સે 30 બોલમાં 74 રન બનાવવા પડશે
ગુજરાત ટાઇટન્સના એક પછી એક બે ખેલાડી આઉટ થયા છે. ટાઇટન્સના ડેવિટ મિલર માત્ર 4 ટન અને શુભમન ગિલ 42 રન બનાવીને આઉટ થયા છે. આ સાથે ટાઇટન્સે અત્યાર સુધીમાં 5 વિકેટ ગુમાવી છે.
ગુજરાત ટાઇટન્સની ત્રીજી વિકેટ પડી છે. ચેન્નઇ સુપર કિંગ્સના બોલર રવિન્દ્ર જાડેજાની બોલ પર દાસુન શનાકા આઉટ થયા છે. હાલ 11 ઓવરમાં ગુજરાત ટાઇટન્સે 3 વિકેટની નુકસાની સામે 76 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક આઉટ થતા હવે દાસુન શનાકા મેદાનમાં આવ્યા છે.
CRK સામે મેચ જીતા હાલ ટાઇટન્સને 76 બોલમાં 124 રનની જરૂર છે.
CRKએ ટાઇટન્સને 173 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા આઉટ થયા. આ સાથે જ ટાઇટન્સે બે વિકટ ગુમાવી છે.
ચેન્નઇસુપર કિંગ્સના મહેશ થીક્ષાનાની બોલ પર હાર્દિક પંડ્યા આઉટ થયો છે.
ગુજરાત ટાઇટન્સ – 45/2 (6.3)
ગુજરાત ટાઇટન્સને પહેલો ફટકો લાગ્યો છે. ટીમના બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને દીપક ચાહરે આઉટ કર્યો છે. ઋદ્ધિમાને 12 રન બનાવ્યા હતા.
હાલ ટાઇટન્સનો ટોટલ સ્કોર 5 ઓવરમાં 35 રન છે.
ગુજરાત ટાઇટન્સે બેટિંગ શરૂ કરી છે અને 2 ઓવરમાં 9 રન બનાવ્યા છે. ટાઇટન્સ તરફથી હાલ શુભમન ગિલ અને ઋદ્ધિમાન સાહા બેટિંગ કરી રહ્યા છે.
સીએસકેની ટીમે 7 વિકેટમાં 172 રન બનાવ્યા છે. હવે મેચ જીતવા માટે ટાઇટન્સ સામે 173 રનનો ટાર્ગેટ છે.
CRK ટીમેના રવિન્દ્ર જાડેજા 20મી ઓવરના છેલ્લા પર આઉટ થયા છે. આ સાથે જ ચેન્નઇ ટીમ 7 વિકેટની નુકસાનીમાં 172 રન બનાવી શકી છે. ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાઇટન્સ તરફથી શમી અને મોહિત શર્માએ 2-2 વિકેટ, નૂર અહમદ, દર્શન અને રાશિદ ખાને 1-1 વિકેટ ઝડપી છે.
CRKના ધોનીનો કેચ હાર્દિક પંડ્યા એ ઝડપ્યો છે. ધોની આઉટ થતા હવે ચેન્નઇ ટીમના ખેલાડી મોઇન અલી મેદાનમાં આવ્યા છે, તેમની સાથે રવિન્દ્ર જાડેજા બેટિંગ કરશે.
ગુજરાત ટાઇટન્સના બોલરો મેદાનમાં તુફાન મચાવી રહ્યા છે. ચેન્નઇ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર 1 રન બનાવીને મોહિત શર્માની બોલ પર કેચ આઉટ થયા છે. આમ અત્યાર સુધીમાં CRKએ છ વિકટ ગુમાવી છે અને 19 ઓવરમાં 162 ટન કર્યા છે.
CRKના ખેલાડીઓ એક પછી એક આઉટ થઇ રહ્યા છે. ચેન્નઇ ટીમના ખેલાડી અંબાતી રાયડુ 17 રન બનાવીને આઉટ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં CRKએ 5 વિકેટની નુકસાનમાં 18 ઓવરમાં 155 રન બનાવ્યા છે.
CRKને ચોથો ફટકો લાગ્યો છે. ચેન્નઇ ટીમના ખેલાડી ડેવોન કોનવે ગુજરાત ટીમના બોલર મોહમ્મદ શમીની બોલ પર કેચ આઉટ થયા છે. કોનવે એ 34 બોલમાં 40 ટન બનાવ્યા હતા. રાશિદ ખાને ડેવોન કોનવેનો કેચ પકડ્યો છે.
હાલ CRKનો ટોટલ સ્કોર 130 ટન, 16 ઓવર
CRKને ત્રીજો ફટકો લાગ્યો છે. ચેન્નઇ ટીમના ખેલાડી અંજિક્ય રહાણે ગુજરાત ટીમના દર્શન નલકંડેની બોલ પર આઉટ થયા છે. અંજિક્ય રહાણે 17 બનાવ્યા હતા.
હાલ CRKનો ટોટલ સ્કોર 127 ટન, 15 ઓવર
CRKની ટીમે આજની મેચમાં બે વિકટની નુકસાનીમાં 14 ઓવર ઓવરમાં 107 રન બનાવ્યા છે.
CRKની મજબૂત ઓપનિગં બાદ એક પછી એક વિકેટ પડી રહી છે. ઋતુરાજ આઉટ થયા બાદ શિવમ દૂબે પણ ગુજરાત ટાઇટન્સના બોલર નૂર અહેમદની બોલ પર આઉટ થયો છે.
CRKની ટીમે 12 ઓવરમાં બે વિકેટની નુકસાનીમાં 94 રન બનાવ્યા છે.
CRKના ઓપનર બેટ્સમેન ઋતરાજ 60 ટન બનાવીને આઉટ થયા છે. ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માની બોલ પર તે આઉટ થયા છે.
CRK ટીમે એ પણ વિકટ ગુમાવ્યા વગર 10 ઓવરમાં 86 ટન બનાવ્યા છે. CRKના દેવોન કોનવે અને ઋતરાજ ગાયકવાડની જોડીએ બેટિંગ શરૂ કરી હતી.
CRKના ખેલાડીઓ જબરદસ્ત બેટિંગ સાથે મેદાનમાં અડીખમ છે. બંને ખેલાડીઓએ 9 ઓવરમાં કુલ 76 રન બનાવ્યા છે. ચેન્નઇએ હજી સુધી એક પણ વિકટ ગુમાવી નથી.
CRKના દેવોન કોનવે અને ઋતરાજ ગાયકવાડની જોડીએ આજે હાફ સેન્ચ્યુરી બનાવી છે. આઇપીએલની આ સીઝનમાં બંને ખેલાડઓએ સાથે મળીને ચોથી વખત હાફ સેન્ચ્યુરી બનાવી છે. આજના મેચના સ્કોરમાં 37 રન ગાયકવાડે અને 14 રન કોનવે બનાવ્યા છે.
ચેન્નઇ સુપર કિંગ્સે 6 ઓવરમાં 49 રન બનાવ્યા છે અને એક પણ ખેલાડી આઉટ થયો નથી.
આજની મેચમાં સીએસકે ટીમે બે ઓવરમાં 18 રન બનાવ્યા છે.
આજની મેચમાં CSKના ભાગે બેટિંગ આવી છે. સીએસકે તરફથી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે એ બેટિંગની શરૂઆત કરી છે. તો ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ શમી અને દર્શન નલકંડે બોલીંગ કરી રહ્યા છે.
ગુજરાત ટાઇટન્સની ટીમમાં યશ દયાલની રિપ્લેસમાં દર્શન નલકંડેને સામેલ કરાયો છે. ગુજરાતની માટે દર્શનની આ પહેલી મેચ છે. દર્શન નલકંડે અત્યાર સુધી આઇપીએલમાં માત્ર બે જ મેચ રમી છે, જેમાં તેણે બે વિકેટ લીધી છે.
ગુજરાત ટાયટન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતને બોલી કરવાનું નક્કી કર્યુ છે અને બેટિંગ ચેન્નઇ સુપર કિંગ્સની ટીમને સોંપી છે. ગુજરાતની પ્લેઇંગ ઇલેવનમાં એક મોટો ફેરફાર થયો છે. યશ દયાલના સ્થાને હવે દર્સન નાલકંડેને ટીમમાં સામેલ કરાયો છે. તો સીએસકેની ટીમના પ્લેયર્સમાં કોઇ ફેરફાર કરાયો નથી.