આઈપીએલ 2023, રાજસ્થાન રોયલ્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ : યશસ્વી જયસ્વાલની બેટિંગ અને ઝમ્પાની બોલિંગે જીત અપાવી

IPL 2023 RR vs CSK : યશસ્વી જયસ્વાલ 43 બોલમાં 8 ફોર, 4 સિક્સર સાથે 77 રન, રાજસ્થાન રોયલ્સનો 32 રને વિજય

IPL 2023 RR vs CSK : યશસ્વી જયસ્વાલ 43 બોલમાં 8 ફોર, 4 સિક્સર સાથે 77 રન, રાજસ્થાન રોયલ્સનો 32 રને વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 RR vs CSK

IPL 2023 RR vs CSK : રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

IPL 2023 RR vs CSK Score: યશસ્વી જયસ્વાલના 77 રન બાદ એડમ ઝમ્પાની 3 વિકેટની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 32 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવી શક્યું હતું.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા, આકાશ સિંહ.

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા.

  • Apr 27, 2023 23:31 IST

    એડમ ઝમ્પાએ 3 વિકેટ ઝડપી

    રાજસ્થાન તરફથી એડમ ઝમ્પાએ 3 વિકેટ, અશ્વિને 2 વિકેટ અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી.



  • Apr 27, 2023 23:30 IST

    રવિન્દ્ર જાડેજા 15 બોલમાં 23 રન બનાવી અણનમ રહ્યો.



  • Advertisment
  • Apr 27, 2023 23:29 IST

    રાજસ્થાન રોયલ્સનો 32 રને વિજય

    રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 32 રને વિજય મેળવ્યો. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવી શક્યું હતું



  • Apr 27, 2023 23:24 IST

    શિવમ દુબે 52 રને આઉટ

    શિવમ દુબે 33 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે 52 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો.



  • Apr 27, 2023 23:00 IST

    સીએસકેને જીત માટે 12 બોલમાં 46 રનની જરૂર

    ચેન્નઇ સુપર કિંગ્સને જીત માટે 12 બોલમાં 46 રનની જરૂર



  • Apr 27, 2023 22:51 IST

    મોઇન અલી 23 રને આઉટ

    મોઇન અલી 12 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 23 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 27, 2023 22:37 IST

    ચેન્નઇના 100 રન

    ચેન્નઇ સુપર કિંગ્સે 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Apr 27, 2023 22:36 IST

    અંબાતી રાયડુ ખાતું ખોલાયા વિના આઉટ

    અંબાતી રાયડુ 2 બોલમાં શૂન્ય રને અશ્વિનની ઓવરમાં આઉટ થયો. ચેન્નઇએ 73 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 27, 2023 22:19 IST

    અજિંક્ય રહાણે 15 રને આઉટ

    અજિંક્ય રહાણે 13 બોલમાં 15 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 73 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 27, 2023 22:18 IST

    ઋતુરાજ ગાયકવાડ 47 રને આઉટ

    ઋતુરાજ ગાયકવાડ 27 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 47 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇના 10 ઓવરમાં 2 વિકેટે 72 રન.



  • Apr 27, 2023 22:08 IST

    ચેન્નઇના 50 રન

    ચેન્નઇ સુપર કિંગ્સે 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • Apr 27, 2023 21:56 IST

    ડેવોન કોનવે 8 રને આઉટ

    ચેન્નઇને 42 રને પ્રથમ ફટકો. ડેવોન કોનવેએ ધીમી બેટિંગ કરતા 16 બોલમાં 8 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 27, 2023 21:35 IST

    ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં

    ચેન્નઇના ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. સંદીપ શર્માની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.



  • Apr 27, 2023 21:19 IST

    દેશપાંડેએ 2 વિકેટ ઝડપી

    ચેન્નઇ તરફથી દેશપાંડેએ 2 વિકેટ, જ્યારે રવિન્દ્ર જાડેજા અને મહેશ તીક્ષણાએ 1-1 વિકેટ ઝડપી.



  • Apr 27, 2023 21:17 IST

    રાજસ્થાન રોયલ્સના 20 ઓવરમાં 5 વિકેટે 202 રન

    રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. ચેન્નઇને જીતવા માટે 203 રનનો પડકાર મળ્યો છે.



  • Apr 27, 2023 21:16 IST

    દેવદત્ત પડીક્કલ 27 અને અશ્વિને 1 રને અણનમ રહ્યા



  • Apr 27, 2023 21:15 IST

    ધ્રુવ જુરેલ 32 રને રન આઉટ

    ધ્રુવ જુરેલ 15 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 32 રન બનાવી રન આઉટ થયો.



  • Apr 27, 2023 20:53 IST

    હેટમાયર 8 રને બોલ્ડ

    શિમરોન હેટમાયર 8 રન બનાવી મહેશ તીક્ષણાની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 146 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Apr 27, 2023 20:44 IST

    યશસ્વી જયસ્વાલ 77 રને આઉટ

    યશસ્વી જયસ્વાલ 43 બોલમાં 8 ફોર, 4 સિક્સર સાથે 77 રન બનાવી દેશપાંડેનો બીજો શિકાર બન્યો. રાજસ્થાને 132 રને ત્રીજી વિકેટ ગુમાવી



  • Apr 27, 2023 20:43 IST

    સેમસન 17 રને આઉટ

    કેપ્ટન સંજુ સેમસન 17 બોલમાં 17 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.



  • Apr 27, 2023 20:31 IST

    રાજસ્થાનના 100 રન

    રાજસ્થાન રોયલ્સે 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Apr 27, 2023 20:12 IST

    જોશ બટલર 27 રને આઉટ

    જોશ બટલર 21 બોલમાં 4 ફોર સાથે 27 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 86 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 27, 2023 20:03 IST

    યશસ્વી જયસ્વાલના 26 બોલમાં 50 રન

    યશસ્વી જયસ્વાલે 26 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. રાજસ્થાનના 7 ઓવરમાં વિના વિકેટે 75 રન.



  • Apr 27, 2023 19:58 IST

    રાજસ્થાનના 50 રન

    રાજસ્થાન રોયલ્સે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.



  • Apr 27, 2023 19:50 IST

    જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં

    જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા. આકાશ સિંહની પ્રથમ ઓવરમાં 3 ફોર સાથે 14 રન ફટકાર્યા.



  • Apr 27, 2023 19:24 IST

    રાજસ્થાન રોયલ્સ ટીમ

    જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા.



  • Apr 27, 2023 19:24 IST

    ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ

    ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા, આકાશ સિંહ.



  • Apr 27, 2023 19:14 IST

    રાજસ્થાને ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય

    ચેન્નઇ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 27, 2023 18:56 IST

    રાજસ્થાન વિ. ચેન્નઇ મેચ

    આઈપીએલ 2023માં 37મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.



રાજસ્થાન રોયલ્સ chennai super kings Mahendra Singh Dhoni ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ