IPL 2023 RR vs CSK Score: યશસ્વી જયસ્વાલના 77 રન બાદ એડમ ઝમ્પાની 3 વિકેટની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2023માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 32 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા, આકાશ સિંહ.
રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા.
રાજસ્થાન તરફથી એડમ ઝમ્પાએ 3 વિકેટ, અશ્વિને 2 વિકેટ અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી.
રવિન્દ્ર જાડેજા 15 બોલમાં 23 રન બનાવી અણનમ રહ્યો.
રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 32 રને વિજય મેળવ્યો. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવી શક્યું હતું
શિવમ દુબે 33 બોલમાં 2 ફોર, 4 સિક્સર સાથે 52 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો.
ચેન્નઇ સુપર કિંગ્સને જીત માટે 12 બોલમાં 46 રનની જરૂર
મોઇન અલી 12 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 23 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો.
ચેન્નઇ સુપર કિંગ્સે 13.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
અંબાતી રાયડુ 2 બોલમાં શૂન્ય રને અશ્વિનની ઓવરમાં આઉટ થયો. ચેન્નઇએ 73 રને ચોથી વિકેટ ગુમાવી.
અજિંક્ય રહાણે 13 બોલમાં 15 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇએ 73 રને ત્રીજી વિકેટ ગુમાવી.
ઋતુરાજ ગાયકવાડ 27 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 47 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો. ચેન્નઇના 10 ઓવરમાં 2 વિકેટે 72 રન.
ચેન્નઇ સુપર કિંગ્સે 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.
ચેન્નઇને 42 રને પ્રથમ ફટકો. ડેવોન કોનવેએ ધીમી બેટિંગ કરતા 16 બોલમાં 8 રન બનાવી ઝમ્પાની ઓવરમાં કેચ આઉટ થયો.
ચેન્નઇના ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં ઉતર્યા. સંદીપ શર્માની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.
ચેન્નઇ તરફથી દેશપાંડેએ 2 વિકેટ, જ્યારે રવિન્દ્ર જાડેજા અને મહેશ તીક્ષણાએ 1-1 વિકેટ ઝડપી.
રાજસ્થાન રોયલ્સે ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. ચેન્નઇને જીતવા માટે 203 રનનો પડકાર મળ્યો છે.
દેવદત્ત પડીક્કલ 27 અને અશ્વિને 1 રને અણનમ રહ્યા
ધ્રુવ જુરેલ 15 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 32 રન બનાવી રન આઉટ થયો.
શિમરોન હેટમાયર 8 રન બનાવી મહેશ તીક્ષણાની ઓવરમાં બોલ્ડ થયો. રાજસ્થાને 146 રને ચોથી વિકેટ ગુમાવી.
યશસ્વી જયસ્વાલ 43 બોલમાં 8 ફોર, 4 સિક્સર સાથે 77 રન બનાવી દેશપાંડેનો બીજો શિકાર બન્યો. રાજસ્થાને 132 રને ત્રીજી વિકેટ ગુમાવી
કેપ્ટન સંજુ સેમસન 17 બોલમાં 17 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.
રાજસ્થાન રોયલ્સે 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
જોશ બટલર 21 બોલમાં 4 ફોર સાથે 27 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 86 રને પ્રથમ વિકેટ ગુમાવી.
યશસ્વી જયસ્વાલે 26 બોલમાં 6 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી. રાજસ્થાનના 7 ઓવરમાં વિના વિકેટે 75 રન.
રાજસ્થાન રોયલ્સે 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં ઉતર્યા. આકાશ સિંહની પ્રથમ ઓવરમાં 3 ફોર સાથે 14 રન ફટકાર્યા.
જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા.
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મથીશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષણા, આકાશ સિંહ.
ચેન્નઇ સુપર કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આઈપીએલ 2023માં 37મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.