IPL 2023, RR vs PBKS Score : શિખર ધવન (અણનમ 86) અને પ્રભસિમરન સિંહની અડધી સદીની (60) બાદ નાથન એલિસની ચુસ્ત બોલિંગની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-2023માં રાજસ્થાન રોયલ્સ સામે 5 રને વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 197 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવી શક્યું હતું. પંજાબે સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે રાજસ્થાનનો પ્રથમ પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રકારે છે
પંજાબ કિંગ્સ – શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ , ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરણ, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.
રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડ્ડીકલ, સંજૂ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જેસોન હોલ્ડર, આર અશ્વિન, ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, કે આસિફ.





