scorecardresearch

આઈપીએલ 2023 : રાજસ્થાન રોયલ્સ 59 રનમાં ઓલઆઉટ, આરસીબીનો 112 રને ભવ્ય વિજય

IPL 2023 RR vs RCB : ગ્લેન મેક્સવેલના 33 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 54 રન, પ્લેસિસના 44 બોલમાં 55 રન, આરસીબીને આ જીતથી નેટ રનરેટમાં ઘણો ફાયદો થયો છે. જે પ્લેઓફની રેસમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે

IPL 2023 RR vs RCB
IPL 2023 RR vs RCB : આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર મેચ

IPL 2023 RR vs RCB Score : ફાફ ડુ પ્લેસિસ (55)અને ગ્લેન મેક્સવેલની (54)અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 112 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સ 10.3 ઓવરમાં 59 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. રાજસ્થાનના બે ખેલાડી શિમરોન હેટમાયર (35) અને જો રુટ (10) ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. આરસીબીને આ જીતથી નેટ રનરેટમાં ઘણો ફાયદો થયો છે. જે પ્લેઓફની રેસમાં મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. તેના 12 મેચમાં 12 પોઇન્ટ થઇ ગયા છે. તેની રનરેટ આ મેચ પહેલા -0.345 હતી. હવે આરસીબીની રનરેટ +0.166 થઇ ગઇ છે.

રાજસ્થાન રોયલ્સ

-આરસીબી તરફથી પાર્નેલે 3, બ્રેસવેલ, કર્ણ શર્માએ 2-2 વિકેટ, જ્યારે સિરાજ અને મેક્સવેલે 1-1 વિકેટ ઝડપી.

-એડમ ઝમ્પા 2 અને કે આસિફ 00 રને કર્ણ શર્માનો શિકાર બન્યા.

-શિમરોન હેટમાયરના 19 બોલમાં 1 ફોર, 4 સિક્સર સાથે 35 રન.

-અશ્વિન એકપણ બોલ રમ્યા વગર રન આઉટ થયો. રાજસ્થાને 50 રને સાતમી વિકેટ ગુમાવી

-રાજસ્થાન રોયલ્સે 8 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-ધ્રુવ જુરેલ 7 બોલમાં 1 રન બનાવી કેચ આઉટ થયો.

-જો રુટ 15 બોલમાં 10 રન બનાવી પાર્નેલની ઓવરમાં એલબી આઉટ થયો.

-દેવદત્ત પડિક્કલ 4 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી બ્રેસવેલની ઓવરમાં આઉટ.

-સંજુ સેમસન 5 બોલમાં 4 રન બનાવી પાર્નેલની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 7 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી.

-જોશ બટલર 2 બોલમાં ખાતું ખોલાયા વિના પાર્નેલનો શિકાર બન્યો.

-યશસ્વી જયસ્વાલ પ્રથમ ઓવરમાં બીજા જ બોલે સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો.

આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલે આઈપીએલના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

-રાજસ્થાન તરફથી કેએમ આસિફ અને એડમ ઝમ્પાએ 2-2 વિકેટ ઝડપી. સંદીપ શર્માને 1 વિકેટ મળી.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 20 ઓવરમાં 5 વિકેટે 171 રન.

-બ્રેસવેલના 9 બોલમાં અણનમ 9 રન.

-અનુજ રાવતના 11 બોલમાં 3 ફોર, 2 સિક્સરની મદદથી અણનમ 29 રન.

-ગ્લેન મેક્સવેલના 33 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે 54 રન. સંદીપ શર્માનો શિકાર બન્યો.

-દિનેશ કાર્તિક 2 બોલમાં 00 રન બનાવી ઝમ્પાની ઓવરમાં એલબી આઉટ થયો.

-મહિપાલ લોમરોર 1 રન બનાવી ઝમ્પાની ઓવરમાં આઉટ

-પ્લેસિસ 44 બોલમાં 55 રન બનાવી આસિફની ઓવરમાં કેચ આઉટ થયો.

-પ્લેસિસે 41 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 6.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-વિરાટ કોહલી 19 બોલમાં 1 ફોર સાથે 18 રન બનાવી આસિફની ઓવરમાં કેચ આઉટ થયો.

-રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રકારે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, મિચેલ બ્રેસવેલ, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ.

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), જો રુટ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, એડમ ઝમ્પા, યુજવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, કેએમ આસિફ.

Web Title: Ipl 2023 rajasthan royals vs royal challengers bangalore rr vs rcb live score

Best of Express