IPL 2023 RCB vs KKR : જેસોન રોયની અડધી સદી (56) અને નીતિશ રાણાના 48 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 21 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 179 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહમદ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, ડેવિડ વિલી, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, વિજયકુમાર વૈશ્યાક.
કોલકાતા નાઇટ રાઇડર્સ : જેસન રોય, એન જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિસી, વૈભવ અરોરા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી





