IPL 2023 RCB vs KKR : જેસોન રોયની અડધી સદી (56) અને નીતિશ રાણાના 48 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 21 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 179 રન બનાવી શક્યું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહમદ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, ડેવિડ વિલી, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, વિજયકુમાર વૈશ્યાક.
કોલકાતા નાઇટ રાઇડર્સ : જેસન રોય, એન જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિસી, વૈભવ અરોરા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
કેકેઆર તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. આન્દ્રે રસેલ અને સુયાશ શર્માએ 2-2 વિકેટ ઝડપી.
કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 21 રને વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોર 20 ઓવરમાં 8 વિકેટે 179 રન બનાવી શક્યું હતું.
આરસીબીને છઠ્ઠો ફટકો. સુયશ પ્રભુદેસાઇ 10 રન બનાવી રન આઉટ થયો.
વિરાટ કોહલી 37 બોલમાં 6 ફોર સાથે 54 રન બનાવી રસેલની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 115 રને પાંચમી વિકેટ ગુમાવી.
મહિપાલ લોમરોર 18 બોલમાં 1 ફોર, 3 સિક્સર સાથે 34 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
વિરાટ કોહલીએ 33 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી. આરસીબીના 11 ઓવરમાં 3 વિકેટે 106 રન.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 10.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
ગ્લેન મેક્સવેલ 5 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
શાહબાઝ અહમદ 2 રને સુયાશ શર્માની ઓવરમાં એલબી આઉટ થયો. આરસીબીએ 51 રને બીજી વિકેટ ગુમાવી.
આરસીબીએ 4.2 ઓવરમાં 50 રન પુરા કર્યા. વિરાટ કોહલી અને શાહબાઝ અહમદ રમતમાં.
પ્લેસિસ 7 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 17 રન બનાવી સુયાશ શર્માનો શિકાર બન્યો. આરસીબીએ 31 રને પ્રથમ વિકેટ ગુમાવી.
આરસીબીના વિરાટ કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા.
આરસીબી તરફથી વિજય કુમાર વૈશ્યાક અને હસરંગા ડી સિલ્વાએ 2-2 વિકેટ ઝડપી. સિરાજને 1 વિકેટ મળી.
કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા. આરસીબીને જીતવા માટે 201 રનનો પડકાર મળ્યો છે.
આન્દ્રે રસેલ 1 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં બોલ્ડ થયો. કેકેઆરે 185 રને પાંચમી વિકેટ ગુમાવી.
વેંકટેશ ઐયર 26 બોલમાં 3 ફોર સાથે 31 રન બનાવી હસરંગાનો બીજો શિકાર બન્યો.
નીતિશ રાણા 21 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે 48 રન બનાવી હસરંગા ડી સિલ્વાનો શિકાર બન્યો. કેકેઆરે 168 રને ત્રીજી વિકેટ ગુમાવી.
કોલકાતા નાઇટ રાઇડર્સે 11.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
જેસોન રોય 29 બોલમાં 4 ફોર, 5 સિક્સર સાથે 56 રન બનાવી વિજય કુમાર વૈશ્યાકની ઓવરમાં બોલ્ડ થયો.
એન જગદીશન 29 બોલમાં 4 ફોર સાથે 27 રન બનાવી વિજય કુમાર વૈશ્યાકનો શિકાર બન્યો. કેકેઆરે 83 રને પ્રથમ વિકેટ ગુમાવી.
જેસોન રોયે 22 બોલમાં 4 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી
કેકેઆરે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા. પાવરપ્લેમાં વિના વિકેટે 66 રન બનાવ્યા.
કેકેઆરના જેસન રોય અને એન જગદીશન ઓપનિંગમાં રમવા ઉતર્યા. મોહમ્મદ સિરાજની પ્રથમ ઓવરમાં 8 રન ફટકાર્યા.
જેસન રોય, એન જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિસી, વૈભવ અરોરા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
વિરાટ કોહલી (કેપ્ટન), શાહબાઝ અહમદ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, ડેવિડ વિલી, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, વિજયકુમાર વૈશ્યાક.
કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આરસીબી છેલ્લી બે મેચથી અજેય છે. બીજી તરફ કેકેઆરનો છેલ્લી ચાર મેચમાં પરાજય થયો છે.
આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આ મેચ બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.