આઈપીએલ 2023 : હાઇ સ્કોરિંગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો અંતિમ બોલે 1 વિકેેટે રોમાંચક વિજય

IPL 2023 RCB vs LSG Score : માર્કસ સ્ટોઇનિસના 65 અને નિકોલસ પૂરનના આક્રમક 62 રન, ફાફ ડુ પ્લેસિસ (અણનમ 79), વિરાટ કોહલી (61) અને ગ્લેન મેક્સવેલ (59)ની અડધી સદી

IPL 2023 RCB vs LSG Score : માર્કસ સ્ટોઇનિસના 65 અને નિકોલસ પૂરનના આક્રમક 62 રન, ફાફ ડુ પ્લેસિસ (અણનમ 79), વિરાટ કોહલી (61) અને ગ્લેન મેક્સવેલ (59)ની અડધી સદી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 RCB vs LSG

IPL 2023 RCB vs LSG : લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો

IPL 2023 RCB vs LSG Score : માર્કસ સ્ટોઇનિસના 65 અને નિકોલસ પૂરનના આક્રમક 62 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અંતિમ બોલે 1 રને રોમાંચક વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 9 વિકેટે 213 રન બનાવી લીધા હતા.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, અનુજ રાવત, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ.

લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દિપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, માર્ક વુડ, જયદેવ ઉનડકટ.

  • Apr 11, 2023 00:18 IST

    IPL 2023 : નિકોલસ પૂરને આ સિઝનની સૌથી ફાસ્ટેસ્ટ અડધી સદી ફટકારી, કેએલ રાહુલના નામે છે આઈપીએલનો રેકોર્ડ

    https://gujarati.indianexpress.com/sports/nicholas-pooran-smashes-fastest-half-century-of-ipl-2023-know-fastest-fifties-in-ipl-history/89188/



  • Apr 10, 2023 23:40 IST

    લખનઉનો રોમાંચક વિજય

    લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અંતિમ બોલે 1 રને રોમાંચક વિજય મેળવ્યો. બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 9 વિકેટે 213 રન બનાવી લીધા.



  • Advertisment
  • Apr 10, 2023 23:28 IST

    આયુષ બદોનીના 30 રન

    આયુષ બદોનીના 24 બોલમાં 4 ફોર સાથે 30 રન. લખનઉએ 206 રને સાતમી વિકેટ ગુમાવી.



  • Apr 10, 2023 23:26 IST

    નિકોલસ પૂરનના 19 બોલમાં 62 રન

    નિકોલસ પૂરન 19 બોલમાં 4 ફોર, 7 સિક્સર સાથે 62 રન બનાવી આઉટ થયો



  • Apr 10, 2023 22:56 IST

    નિકોલસ પૂરને 15 બોલમાં અડધી સદી ફટકારી

    નિકોલસ પૂરને 15 બોલમાં 3 ફોર, 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી. આ સિઝનની સૌથી ફાસ્ટેટ અડધી સદી ફટકારી.



  • Apr 10, 2023 22:45 IST

    રિંકુ સિંહ : ગેસ સિલિન્ડર ડિલિવરી કરતા પિતાનો પુત્ર રાતો રાત બન્યો સ્ટાર, આવો કર્યો છે સંઘર્ષ

    https://gujarati.indianexpress.com/sports/ipl-2023-how-grounded-rinku-singh-overcame-hurdles-to-become-an-ipl-star/88554/



  • Apr 10, 2023 22:36 IST

    કેએલ રાહુલ 18 રને આઉટ

    કેપ્ટન કેએલ રાહુલ 18 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. ટીમે 105 રને પાંચમી વિકેટ ગુમાવી



  • Apr 10, 2023 22:35 IST

    લખનઉના 11 ઓવરમાં 100 રન

    લખનઉએ 11 ઓવરમાં 100 રન પુરા કર્યા. કેએલ રાહુલ અને નિકોલસ પૂરન રમી રહ્યા છે.



  • Apr 10, 2023 22:34 IST

    સ્ટોઇનિસ 65 રને આઉટ

    સ્ટોઇનિસ 30 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે 65 રન બનાવી કરન શર્માનો શિકાર બન્યો. લખનઉએ 99 રને ચોથી વિકેટ ગુમાવી



  • Apr 10, 2023 22:23 IST

    માર્કસ સ્ટોઇનિસની આક્રમક બેટિંગ

    માર્કસ સ્ટોઇનિસની આક્રમક બેટિંગ. આઠમી ઓવરમાં 17 અને નવમી ઓવરમાં 16 રન ફટકાર્યા. લખનઉના 9 ઓવરમાં 3 વિકેટે 76 રન. સ્ટોઇનિસ 46 અને કેએલ રાહુલ 15 રને રમી રહ્યા છે.



  • Apr 10, 2023 22:08 IST

    લખનઉએ પાવરપ્લેમાં 6 ઓવરમાં 3 વિકેટે 37 રન બનાવ્યા

    લખનઉએ પાવરપ્લેમાં 6 ઓવરમાં 3 વિકેટે 37 રન બનાવ્યા. કેએલ રાહુલ 11 અને સ્ટોઇનિસ 11 રને રમી રહ્યા છે



  • Apr 10, 2023 22:04 IST

    ક્રુણાલ પંડ્યા શૂન્ય રને આઉટ

    ક્રુણાલ પંડ્યા બીજા જ બોલે પાર્નેલની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 23 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Apr 10, 2023 22:03 IST

    દિપક હુડા આઉટ

    દિપક હુડા 10 બોલમાં 9 રન બનાવી પાર્નેલની ઓવરમાં આઉટ થયો. લખનઉએ 23 રને 2 વિકેટ ગુમાવી.



  • Apr 10, 2023 21:43 IST

    કાઇલ મેયર્સ ખાતું ખોલાયા વિના આઉટ

    લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી. કાઇલ મેયર્સ 00 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો.



  • Apr 10, 2023 21:22 IST

    પ્લેસિસના અણનમ 79 રન

    ફાફ ડુ પ્લેસિસે 46 બોલમાં 5 ફોર, 5 સિક્સર સાથે અણનમ 79 રન બનાવ્યા. માર્ક વુડ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ ઝડપી.



  • Apr 10, 2023 21:20 IST

    આરસીબીના 20 ઓવરમાં 2 વિકેટે 212 રન

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા. લખનઉને જીતવા માટે 213 રનનો પડકાર આપ્યો છે.



  • Apr 10, 2023 21:07 IST

    ગ્લેન મેક્સવેલે 24 બોલમાં અડધી સદી ફટકારી

    ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. આરસીબીએ 18.4 ઓવરમાં 200 રન પુરા કર્યા



  • Apr 10, 2023 21:04 IST

    આરસીબીના 150 રન

    આરસીબીએ 17.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.



  • Apr 10, 2023 20:46 IST

    પ્લેસિસની અડધી સદી

    કેપ્ટન પ્લેસિસે 35 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Apr 10, 2023 20:41 IST

    રવિ બિશ્નોઇની 15મી ઓવરમાં 20 રન ફટકાર્યા.

    રવિ બિશ્નોઇની 15મી ઓવરમાં 20 રન ફટકાર્યા. 3 સિક્સર જોવા મળી. આરસીબીના 15 ઓવરમાં 1 વિકેટે 137 રન.



  • Apr 10, 2023 20:33 IST

    આરસીબીના 100 રન

    આરસીબીએ 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.



  • Apr 10, 2023 20:23 IST

    વિરાટ કોહલી 61 રને આઉટ

    વિરાટ કોહલી 44 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે 61 રન બનાવી અમિત મિશ્રાની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 96 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Apr 10, 2023 20:18 IST

    કોહલીની 35 બોલમાં અડધી સદી

    વિરાટ કોહલીએ 35 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી



  • Apr 10, 2023 19:59 IST

    આરસીબીના પાવરપ્લેમાં વિના વિકેટે 56 રન

    પાવરપ્લેમાં આરસીબીએ વિના વિકેટે 56 રન બનાવ્યા. વિરાટ કોહલી 42 અને પ્લેસિસ 12 રને રમી રહ્યા છે. આ પહેલા ટીમે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.



  • Apr 10, 2023 19:56 IST

    વિરાટ કોહલી અને પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. જયદેવ ઉનડકટની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા



  • Apr 10, 2023 19:26 IST

    — IndianPremierLeague (@IPL) April 10, 2023



  • Apr 10, 2023 19:22 IST

    લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન

    કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દિપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, માર્ક વુડ, જયદેવ ઉનડકટ.



  • Apr 10, 2023 19:22 IST

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઇંગ ઇલેવન

    વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, અનુજ રાવત, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ.



  • Apr 10, 2023 19:04 IST

    લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Apr 10, 2023 19:01 IST

    આરસીબીની ટીમ

    — Royal Challengers Bangalore (@RCBTweets) April 10, 2023



  • Apr 10, 2023 18:58 IST

    આ સિઝનનું પ્રદર્શન

    લખનઉની ટીમે 3 માંથી 2 મેચમાં જીત મેળવી છે. જ્યારે બેંગલોરે 2 માંથી 1 મેચમાં જીત મેળવી છે



  • Apr 10, 2023 18:57 IST

    લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ

    આઈપીએલ 2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુકાબલો થશે



રોયલ ચેલેન્જર્સ બેંગલોર લખનઉ સુપર જાયન્ટ્સ કે એલ રાહુલ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ