IPL 2023 RCB vs LSG Score : માર્કસ સ્ટોઇનિસના 65 અને નિકોલસ પૂરનના આક્રમક 62 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અંતિમ બોલે 1 રને રોમાંચક વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 9 વિકેટે 213 રન બનાવી લીધા હતા.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, અનુજ રાવત, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ.
લખનઉ સુપર જાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દિપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, માર્ક વુડ, જયદેવ ઉનડકટ.
લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અંતિમ બોલે 1 રને રોમાંચક વિજય મેળવ્યો. બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 9 વિકેટે 213 રન બનાવી લીધા.
આયુષ બદોનીના 24 બોલમાં 4 ફોર સાથે 30 રન. લખનઉએ 206 રને સાતમી વિકેટ ગુમાવી.
નિકોલસ પૂરન 19 બોલમાં 4 ફોર, 7 સિક્સર સાથે 62 રન બનાવી આઉટ થયો
નિકોલસ પૂરને 15 બોલમાં 3 ફોર, 6 સિક્સર સાથે અડધી સદી ફટકારી. આ સિઝનની સૌથી ફાસ્ટેટ અડધી સદી ફટકારી.
કેપ્ટન કેએલ રાહુલ 18 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. ટીમે 105 રને પાંચમી વિકેટ ગુમાવી
લખનઉએ 11 ઓવરમાં 100 રન પુરા કર્યા. કેએલ રાહુલ અને નિકોલસ પૂરન રમી રહ્યા છે.
સ્ટોઇનિસ 30 બોલમાં 6 ફોર, 5 સિક્સર સાથે 65 રન બનાવી કરન શર્માનો શિકાર બન્યો. લખનઉએ 99 રને ચોથી વિકેટ ગુમાવી
માર્કસ સ્ટોઇનિસની આક્રમક બેટિંગ. આઠમી ઓવરમાં 17 અને નવમી ઓવરમાં 16 રન ફટકાર્યા. લખનઉના 9 ઓવરમાં 3 વિકેટે 76 રન. સ્ટોઇનિસ 46 અને કેએલ રાહુલ 15 રને રમી રહ્યા છે.
લખનઉએ પાવરપ્લેમાં 6 ઓવરમાં 3 વિકેટે 37 રન બનાવ્યા. કેએલ રાહુલ 11 અને સ્ટોઇનિસ 11 રને રમી રહ્યા છે
ક્રુણાલ પંડ્યા બીજા જ બોલે પાર્નેલની ઓવરમાં કેચ આઉટ થયો. લખનઉએ 23 રને ત્રીજી વિકેટ ગુમાવી.
દિપક હુડા 10 બોલમાં 9 રન બનાવી પાર્નેલની ઓવરમાં આઉટ થયો. લખનઉએ 23 રને 2 વિકેટ ગુમાવી.
લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી. કાઇલ મેયર્સ 00 રને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો.
ફાફ ડુ પ્લેસિસે 46 બોલમાં 5 ફોર, 5 સિક્સર સાથે અણનમ 79 રન બનાવ્યા. માર્ક વુડ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ ઝડપી.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા. લખનઉને જીતવા માટે 213 રનનો પડકાર આપ્યો છે.
ગ્લેન મેક્સવેલે 24 બોલમાં 3 ફોર, 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. આરસીબીએ 18.4 ઓવરમાં 200 રન પુરા કર્યા
આરસીબીએ 17.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
કેપ્ટન પ્લેસિસે 35 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
રવિ બિશ્નોઇની 15મી ઓવરમાં 20 રન ફટકાર્યા. 3 સિક્સર જોવા મળી. આરસીબીના 15 ઓવરમાં 1 વિકેટે 137 રન.
આરસીબીએ 12.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
વિરાટ કોહલી 44 બોલમાં 4 ફોર, 4 સિક્સર સાથે 61 રન બનાવી અમિત મિશ્રાની ઓવરમાં કેચ આઉટ થયો. આરસીબીએ 96 રને પ્રથમ વિકેટ ગુમાવી.
વિરાટ કોહલીએ 35 બોલમાં 4 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી
પાવરપ્લેમાં આરસીબીએ વિના વિકેટે 56 રન બનાવ્યા. વિરાટ કોહલી 42 અને પ્લેસિસ 12 રને રમી રહ્યા છે. આ પહેલા ટીમે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગમાં ઉતર્યા. જયદેવ ઉનડકટની પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા
કેએલ રાહુલ (કેપ્ટન), કાઇલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દિપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, માર્ક વુડ, જયદેવ ઉનડકટ.
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, શાહબાઝ અહમદ, અનુજ રાવત, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, વેઇન પાર્નેલ, મોહમ્મદ સિરાજ.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
લખનઉની ટીમે 3 માંથી 2 મેચમાં જીત મેળવી છે. જ્યારે બેંગલોરે 2 માંથી 1 મેચમાં જીત મેળવી છે
આઈપીએલ 2023માં આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુકાબલો થશે