આઈપીએલ 2023 : રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 7 રને રોમાંચક વિજય, મેક્સવેલ - પ્લેસિસની અડધી સદી

IPL 2023 RCB vs RR Score : ગ્લેન મેક્સવેલના 44 બોલમાં 6 ફોર, 4 સિક્સરની મદદથી 77 રન, પ્લેસિસના 39 બોલમાં 8 ફોર, 2 સિક્સરની મદદથી 62 રન

IPL 2023 RCB vs RR Score : ગ્લેન મેક્સવેલના 44 બોલમાં 6 ફોર, 4 સિક્સરની મદદથી 77 રન, પ્લેસિસના 39 બોલમાં 8 ફોર, 2 સિક્સરની મદદથી 62 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL 2023 RCB vs RR

આઈપીએલ 2023 - રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર

IPL 2023 RCB vs RR Score : ગ્લેન મેક્સવેલ (77)અને પ્લેસિસની (62)અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવી શક્યું હતું.

Advertisment

રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ

-આરસીબી તરફથી હર્ષલ પટેલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.

-ધ્રુવ જુરેલના 16 બોલમાં 2 ફોર, 2 સિક્સરની મદદથી અણનમ 34 રન.

-અશ્વિન 12 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો.

-હેટમાયર 3 રને રન આઉટ થયો. રાજસ્થાને 155 રને પાંચમી વિકેટ ગુમાવી.

-રાજસ્થાને 17.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-સંજુ સેમસનના 15 બોલમાં 2 ફોર 1 સિક્સરની મદદથી 22 રન

-યશસ્વી જયસ્વાલ 37 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 47 રને હર્ષલ પટેલનો શિકાર બન્યો.

-રાજસ્થાને 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-પડીક્કલ અને યશસ્વી જયસવાલ વચ્ચે 98 રનની ભાગીદારી નોંધાઇ.

-દેવદત્ત પડીક્કલ 34 બોલમાં 7 ફોર, 1 સિક્સરની 52 રન બનાવી વિલીનો શિકાર બન્યો.

-રાજસ્થાને 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-જોશ બટલર બીજા જ બોલે ખાતું ખોલાયા વિના સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઇનિંગ્સ

-રાજસ્થાન રોયલ્સના ટ્રેન્ટ અને બોલ્ટે 2-2 વિકેટ ઝડપી, અશ્વિન અને ચહલે 1-1 વિકેટ ઝડપી.

Advertisment

-આરસીબીએ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવ્યા.

-દિનેશ કાર્તિક 16 રને સંદીપ શર્માની ઓવરમાં આઉટ.

-પ્રભુદેસાઇ ખાતું ખોલાયા વિના રન આઉટ થયો.

-મહિપાલ લોમરોર 8 રને ચહલનો શિકાર બન્યો.

-ગ્લેન મેક્સવેલ 44 બોલમાં 6 ફોર, 4 સિક્સરની મદદથી 77 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો.

-આરસીબીએ 14.3ઓવરમાં 150 રન પુરા કર્યા.

-પ્લેસિસ 39 બોલમાં 8 ફોર, 2 સિક્સરની મદદથી 62 રન બનાવી રન આઉટ થયો.

-પ્લેસિસે 31 બોલમાં 6 ફોર, 2 સિક્સરની મદદથી 50 રન પુરા કર્યા.

-આરસીબીએ 10 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-મેક્સવેલે 27 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-આરસીબીએ 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શાહબાઝ અહમદ 2 રને બોલ્ટનો બીજો શિકાર બન્યો.

-વિરાટ કોહલી પ્રથમ બોલે જ ગોલ્ડન ડકમાં બોલ્ટની ઓવરમાં એલબી આઉટ થયો.

-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, ડેવિડ વિલી, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.

રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.

રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રિકેટ IPL Virat Kohli સ્પોર્ટ્સ