IPL 2023 RCB vs RR Score : ગ્લેન મેક્સવેલ (77)અને પ્લેસિસની (62)અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો છે. આરસીબીએ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવી શક્યું હતું.
રાજસ્થાન રોયલ્સ ઇનિંગ્સ
-આરસીબી તરફથી હર્ષલ પટેલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી.
-ધ્રુવ જુરેલના 16 બોલમાં 2 ફોર, 2 સિક્સરની મદદથી અણનમ 34 રન.
-અશ્વિન 12 રન બનાવી હર્ષલ પટેલની ઓવરમાં આઉટ થયો.
-હેટમાયર 3 રને રન આઉટ થયો. રાજસ્થાને 155 રને પાંચમી વિકેટ ગુમાવી.
-રાજસ્થાને 17.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-સંજુ સેમસનના 15 બોલમાં 2 ફોર 1 સિક્સરની મદદથી 22 રન
-યશસ્વી જયસ્વાલ 37 બોલમાં 5 ફોર, 2 સિક્સર સાથે 47 રને હર્ષલ પટેલનો શિકાર બન્યો.
-રાજસ્થાને 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-પડીક્કલ અને યશસ્વી જયસવાલ વચ્ચે 98 રનની ભાગીદારી નોંધાઇ.
-દેવદત્ત પડીક્કલ 34 બોલમાં 7 ફોર, 1 સિક્સરની 52 રન બનાવી વિલીનો શિકાર બન્યો.
-રાજસ્થાને 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-જોશ બટલર બીજા જ બોલે ખાતું ખોલાયા વિના સિરાજની ઓવરમાં બોલ્ડ થયો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઇનિંગ્સ
-રાજસ્થાન રોયલ્સના ટ્રેન્ટ અને બોલ્ટે 2-2 વિકેટ ઝડપી, અશ્વિન અને ચહલે 1-1 વિકેટ ઝડપી.
-આરસીબીએ 20 ઓવરમાં 9 વિકેટે 189 રન બનાવ્યા.
-દિનેશ કાર્તિક 16 રને સંદીપ શર્માની ઓવરમાં આઉટ.
-પ્રભુદેસાઇ ખાતું ખોલાયા વિના રન આઉટ થયો.
-મહિપાલ લોમરોર 8 રને ચહલનો શિકાર બન્યો.
-ગ્લેન મેક્સવેલ 44 બોલમાં 6 ફોર, 4 સિક્સરની મદદથી 77 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો.
-આરસીબીએ 14.3ઓવરમાં 150 રન પુરા કર્યા.
-પ્લેસિસ 39 બોલમાં 8 ફોર, 2 સિક્સરની મદદથી 62 રન બનાવી રન આઉટ થયો.
-પ્લેસિસે 31 બોલમાં 6 ફોર, 2 સિક્સરની મદદથી 50 રન પુરા કર્યા.
-આરસીબીએ 10 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-મેક્સવેલે 27 બોલમાં 5 ફોર, 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-આરસીબીએ 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-શાહબાઝ અહમદ 2 રને બોલ્ટનો બીજો શિકાર બન્યો.
-વિરાટ કોહલી પ્રથમ બોલે જ ગોલ્ડન ડકમાં બોલ્ટની ઓવરમાં એલબી આઉટ થયો.
-રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગલોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઇ, ડેવિડ વિલી, વાનિંદુ હસરંગા ડી સિલ્વા, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક.
રાજસ્થાન રોયલ્સ : જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જેસોન હોલ્ડર, આર અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા.