/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/SRH-vs-DC.jpg)
IPL 2023 SRH vs DC : સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો
IPL 2023 SRH vs DC Score: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. હૈદરાબાદને જીત માટે અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. જોકે તે 5 રન જ બનાવી શક્યા હતા. અક્ષર પટેલે 34 રન કર્યા હતા અને 21 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, મનીષ પાંડે, અમન ખાન, રિપલ પટેલ, ફિલિપ સાલ્ટ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક. ટી નટરાજન.
- Apr 24, 2023 23:32 IST
હૈદરાબાદને જીત માટે અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. જોકે તે 5 રન જ બનાવી શક્યા હતા.
- Apr 24, 2023 23:32 IST
દિલ્હી કેપિટલ્સેનો 7 રને રોમાંચક વિજય
દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન બનાવી શક્યું
- Apr 24, 2023 22:57 IST
હૈદરાબાદના 100 રન પુરા
સનરાઇઝર્સ હૈદરાબાદે 16.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 24, 2023 22:45 IST
કેપ્ટન એડન માર્કરામ 3 રને બોલ્ડ
હૈદરાબાદને મોટો ફટકો પડ્યો. કેપ્ટન એડન માર્કરામ 3 રને અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 85 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 24, 2023 22:44 IST
અભિષેક શર્મા 5 રને કેચ આઉટ
અભિષેક શર્મા 5 રને કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 24, 2023 22:43 IST
રાહુલ ત્રિપાઠીના 15 રન
રાહુલ ત્રિપાઠી 15 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો. હૈદરાબાદે 75 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 24, 2023 22:31 IST
મયંક અગ્રવાલ 49 રને આઉટ
મયંક અગ્રવાલ 39 બોલમાં 7 ફોર સાથે 49 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 69 રને બીજી વિકેટ ગુમાવી
- Apr 24, 2023 22:10 IST
હૈદરાબાદનાં 8 ઓવરમાં 1 વિકેટે 46 રન
હૈદરાબાદનાં 8 ઓવરમાં 1 વિકેટે 46 રન. મયંક અગ્રવાલ 31 અને રાહુલ ત્રિપાઠી 7 રને રમી રહ્યા છે.
- Apr 24, 2023 21:58 IST
હેરી બ્રુક 7 રને આઉટ
હેરી બ્રુક 14 બોલમાં 7 રન બનાવી નોર્ખિયાનો શિકાર બન્યો. હૈદરાબાદે 31 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 24, 2023 21:38 IST
હેરી બ્રુક અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા
હેરી બ્રુક અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા. ઇશાંત શર્માની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.
- Apr 24, 2023 21:22 IST
વોશિંગ્ટન સુંદરની 3 વિકેટ
હૈદરાબાદ તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ અને ટી નટરાજને 1 વિકેટ ઝડપી.
- Apr 24, 2023 21:21 IST
દિલ્હી કેપિટલ્સના 20 ઓવરમાં 9 વિકેટે 144 રન
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદને 145 રનનો પડકાર મળ્યો છે.
- Apr 24, 2023 21:21 IST
20મી ઓવરમાં બે રન આઉટ
એનરિક નોર્ખિયા 2 અને રિપલ પટેલ 5 રને રન આઉટ થયા.
- Apr 24, 2023 21:11 IST
મનિષ પાંડે 34 રને રન આઉટ
મનિષ પાંડે 27 બોલમાં 2 ફોર સાથે 34 રન બનાવી રન આઉટ થયો. દિલ્હીએ 134 રને સાતમી વિકેટ ગુમાવી.
- Apr 24, 2023 21:09 IST
અક્ષર પટેલના 34 રન
અક્ષર પટેલ 34 બોલમાં 4 ફોર સાથે 34 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં બોલ્ડ થયો.
- Apr 24, 2023 20:56 IST
દિલ્હીના 17 ઓવરમાં 5 વિકેટે 128
દિલ્હી કેપિટલ્સના 17 ઓવરમાં 5 વિકેટે 128 રન. મનિષ પાંડે 31 અને અક્ષર પટેલ 34 રને રમી રહ્યા છે.
- Apr 24, 2023 20:54 IST
દિલ્હી કેપિટલ્સના 100 રન
દિલ્હી કેપિટલ્સે 14.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 24, 2023 20:36 IST
દિલ્હી કેપિટલ્સના 13 ઓવરમાં 5 વિકેટે 91 રન
દિલ્હી કેપિટલ્સે 13 ઓવરમાં 5 વિકેટે 91 રન બનાવી લીધા છે. મનિષ પાંડે 16 અને અક્ષર પટેલ 12 રને રમી રહ્યા છે.
- Apr 24, 2023 20:17 IST
અમન હકીમ ખાન 4 રને આઉટ
અમન હકીમ ખાન 4 રને કેચ આઉટ થયો. વોશિંગ્ટન સુંદરે આઠમી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી.
- Apr 24, 2023 20:16 IST
સરફરાઝ ખાન 10 રને આઉટ
સરફરાઝ ખાન 9 બોલમાં 10 રન બનાવી સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 58 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 24, 2023 20:12 IST
ડેવિડ વોર્નર 21 રને આઉટ
ડેવિડ વોર્નરના 20 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 21 રન. વોશિંગ્ટન સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 24, 2023 20:04 IST
દિલ્હીના 50 રન પુરા
દિલ્હી કેપિટલ્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- Apr 24, 2023 20:02 IST
મિચેલ માર્શ 25 રને આઉટ
મિચેલ માર્શ 15 બોલમાં 5 ફોર સાથે 25 રન બનાવી નટરાજનની ઓવરમાં એલબી આઉટ થયો. દિલ્હીએ 39 રને બીજી વિકેટ ગુમાવી
- Apr 24, 2023 19:52 IST
સોલ્ટ પ્રથમ બોલે આઉટ
ડેવિડ વોર્નર અને ફિલ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા. સોલ્ટ પ્રથમ બોલે ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
- Apr 24, 2023 19:20 IST
🚨 The line-ups are IN ❗️
Follow the match ▶️ https://t.co/ia1GLIWu00#TATAIPL | #SRHvDCpic.twitter.com/d1G5oSOioV— IndianPremierLeague (@IPL) April 24, 2023
- Apr 24, 2023 19:17 IST
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
મયંક અગ્રવાલ, હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક. ટી નટરાજન.
- Apr 24, 2023 19:16 IST
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન
ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, મનીષ પાંડે, અમન ખાન, રિપલ પટેલ, ફિલિપ સાલ્ટ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા.
- Apr 24, 2023 19:09 IST
દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો, બેટિંગ કરવાનો નિર્ણય
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Apr 24, 2023 18:55 IST
ડેવિડ વોર્નરનું હૈદરાબાદમાં પ્રદર્શન
David Warner at the Rajiv Gandhi International Stadium:
Innings - 31.
Runs - 1,602.
Average - 66.75.
Strike Rate - 161.65.
Fifties - 15.
Hundreds - 3.
- 18 fifty plus scores in just 31 innings! Hyderabad's favourite returns after 4 long years, but this time for DC. pic.twitter.com/9ZAhYQ0ODl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2023
- Apr 24, 2023 18:54 IST
બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં પાછળ
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. જેથી બન્ને માટે જીત જરૂરી છે.
- Apr 24, 2023 18:53 IST
હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે મુકાબલો
આઈપીએલ 2023ના 34માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us