IPL 2023 SRH vs DC Score: બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન બનાવી શક્યું હતું. હૈદરાબાદને જીત માટે અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. જોકે તે 5 રન જ બનાવી શક્યા હતા. અક્ષર પટેલે 34 રન કર્યા હતા અને 21 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, મનીષ પાંડે, અમન ખાન, રિપલ પટેલ, ફિલિપ સાલ્ટ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક. ટી નટરાજન.
હૈદરાબાદને જીત માટે અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી. જોકે તે 5 રન જ બનાવી શક્યા હતા.
દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 7 રને રોમાંચક વિજય મેળવ્યો. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે 137 રન બનાવી શક્યું
સનરાઇઝર્સ હૈદરાબાદે 16.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
હૈદરાબાદને મોટો ફટકો પડ્યો. કેપ્ટન એડન માર્કરામ 3 રને અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો. હૈદરાબાદે 85 રને પાંચમી વિકેટ ગુમાવી.
અભિષેક શર્મા 5 રને કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
રાહુલ ત્રિપાઠી 15 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો. હૈદરાબાદે 75 રને ત્રીજી વિકેટ ગુમાવી.
મયંક અગ્રવાલ 39 બોલમાં 7 ફોર સાથે 49 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 69 રને બીજી વિકેટ ગુમાવી
હૈદરાબાદનાં 8 ઓવરમાં 1 વિકેટે 46 રન. મયંક અગ્રવાલ 31 અને રાહુલ ત્રિપાઠી 7 રને રમી રહ્યા છે.
હેરી બ્રુક 14 બોલમાં 7 રન બનાવી નોર્ખિયાનો શિકાર બન્યો. હૈદરાબાદે 31 રને પ્રથમ વિકેટ ગુમાવી.
હેરી બ્રુક અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા. ઇશાંત શર્માની પ્રથમ ઓવરમાં 7 રન ફટકાર્યા.
હૈદરાબાદ તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ, ભુવનેશ્વર કુમારે 2 વિકેટ અને ટી નટરાજને 1 વિકેટ ઝડપી.
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદને 145 રનનો પડકાર મળ્યો છે.
એનરિક નોર્ખિયા 2 અને રિપલ પટેલ 5 રને રન આઉટ થયા.
મનિષ પાંડે 27 બોલમાં 2 ફોર સાથે 34 રન બનાવી રન આઉટ થયો. દિલ્હીએ 134 રને સાતમી વિકેટ ગુમાવી.
અક્ષર પટેલ 34 બોલમાં 4 ફોર સાથે 34 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં બોલ્ડ થયો.
દિલ્હી કેપિટલ્સના 17 ઓવરમાં 5 વિકેટે 128 રન. મનિષ પાંડે 31 અને અક્ષર પટેલ 34 રને રમી રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સે 14.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
દિલ્હી કેપિટલ્સે 13 ઓવરમાં 5 વિકેટે 91 રન બનાવી લીધા છે. મનિષ પાંડે 16 અને અક્ષર પટેલ 12 રને રમી રહ્યા છે.
અમન હકીમ ખાન 4 રને કેચ આઉટ થયો. વોશિંગ્ટન સુંદરે આઠમી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી.
સરફરાઝ ખાન 9 બોલમાં 10 રન બનાવી સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 58 રને ચોથી વિકેટ ગુમાવી.
ડેવિડ વોર્નરના 20 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 21 રન. વોશિંગ્ટન સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો.
દિલ્હી કેપિટલ્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
મિચેલ માર્શ 15 બોલમાં 5 ફોર સાથે 25 રન બનાવી નટરાજનની ઓવરમાં એલબી આઉટ થયો. દિલ્હીએ 39 રને બીજી વિકેટ ગુમાવી
ડેવિડ વોર્નર અને ફિલ સોલ્ટ ઓપનિંગમાં ઉતર્યા. સોલ્ટ પ્રથમ બોલે ભુવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
મયંક અગ્રવાલ, હેરી બ્રુક, હેનરિક ક્લાસેન, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક. ટી નટરાજન.
ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, મનીષ પાંડે, અમન ખાન, રિપલ પટેલ, ફિલિપ સાલ્ટ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ખિયા, ઇશાંત શર્મા.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ બન્ને ટીમો પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે. જેથી બન્ને માટે જીત જરૂરી છે.
આઈપીએલ 2023ના 34માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે