IPL 2023 SRH vs KKR Score : રિંકુ સિંહના 46 અને નિતીશ રાણાના 42 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 રને રોમાંચક વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન બનાવી શક્યું હતું. હૈદરાબાદને અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી. અબ્દુલ સમદ 17 બોલમાં 21 રને રમી રહ્યો હતો. જોકે ત્રીજા બોલે આઉટ થતા જીત જીતની આશાનો અંત આવ્યો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : રહમાનુલ્લાહ ગુરબાઝ, જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા , હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, કાર્તિક ત્યાગી, ટી નટરાજન.





