IPL 2023 SRH vs KKR Score : રિંકુ સિંહના 46 અને નિતીશ રાણાના 42 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 રને રોમાંચક વિજય મેળવ્યો છે. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન બનાવી શક્યું હતું. હૈદરાબાદને અંતિમ ઓવરમાં 9 રનની જરૂર હતી. અબ્દુલ સમદ 17 બોલમાં 21 રને રમી રહ્યો હતો. જોકે ત્રીજા બોલે આઉટ થતા જીત જીતની આશાનો અંત આવ્યો હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : રહમાનુલ્લાહ ગુરબાઝ, જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા , હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, કાર્તિક ત્યાગી, ટી નટરાજન.
કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 5 રને રોમાંચક વિજય મેળવ્યો. કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 166 રન બનાવી શક્યું હતું.
અબ્દુલ સમદ 18 બોલમાં 3 ફોર સાથે 21 રન બનાવી વરુણની ઓવરમાં આઉટ થયો.
સનરાઇઝર્સ હૈદરાબાદના 18 ઓવરમાં 6 વિકેટે 151 રન. જીતવા માટે 12 બોલમાં 21 રનની જરૂર.
સનરાઇઝર્સ હૈદરાબાદે 17.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.
એડન માર્કરામ 40 બોલમાં 4 ફોર સાથે 41 રન બનાવી અરોરાની ઓવરમાં કેચ આઉટ થયો.
હેનરિક ક્લાસેનના 20 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 36 રન. હૈદરાબાદે 124 રને પાંચમી વિકેટ ગુમાવી.
સનરાઇઝર્સ હૈદરાબાદે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
હેરી બ્રુક ખાતું ખોલાયા વિના અનુકુલ રોયની ઓવરમાં એલબી આઉટ થયો.
ઇમ્પેક્ટ પ્લેયર રાહુલ ત્રિપાઠી 9 બોલમાં 3 ફોર, 1 સિક્સર સાથે 20 રને રસેલનો શિકાર બન્યો.
સનરાઇઝર્સ હૈદરાબાદે 5.2 ઓવરમાં 50 રન પુરા કર્યા.
અભિષેક શર્મા 9 રને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો. હૈદરાબાદે 37 રને બીજી વિકેટ ગુમાવી.
મયંક અગ્રવાલ 11 બોલમાં 2 ફોર, 1 સિક્સર સાથે 18 રન બનાવી હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો.
અભિષેક શર્મા અને મયંક અગ્રવાલ ઓપનિંગમાં ઉતર્યા. હર્ષિત રાણાની પ્રથમ ઓવરમાં 8 રન ફટકાર્યા.
હૈદરાબાદ તરફથી માર્કો જાન્સેન અને ટી નટરાજને સૌથી વધારે 2-2 વિકેટ ઝડપી.
કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 9 વિકેટે 171 રન બનાવ્યા. હૈદરાબાદને જીતવા માટે 172 રનનો પડકાર મળ્યો છે.
રિંકુ સિંહ 35 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 46 રન બનાવી નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.
શાર્દુલ ઠાકુરના 6 બોલમાં 1 ફોર સાથે 8 રન. નટરાજનની ઓવરમાં કેચ આઉટ થયો.
સુનીલ નારાયણ 1 રને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો. કેકેઆરે 130 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
આન્દ્રે રસેલ 15 બોલમાં 1 ફોર, 2 સિક્સર સાથે 24 રન બનાવી માર્કંડેયનો શિકાર બન્યો.
કોલકાતા નાઇટ રાઇડર્સે 11.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
નીતિશ રાણા 31 બોલમાં 3 ફોર, 3 સિક્સર સાથે 42 રન બનાવી માર્કરામની ઓવરમાં આઉટ થયો. કેકેઆરે 96 રને ચોથી વિકેટ ગુમાવી.
કોલકાતા નાઇટ રાઇડર્સે 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
જેસન રોય 19 બોલમાં 4 ફોર સાથે 20 રન બનાવી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો.
વેંકટેશ ઐયર 4 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી જાન્સેનનો બીજો શિકાર બન્યો. કેકેઆરે 16 રને બીજી વિકેટ ગુમાવી.
રહમાનુલ્લાહ ગુરબાઝ પ્રથમ બોલે જ જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો.
મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, કાર્તિક ત્યાગી, ટી નટરાજન.
રહમાનુલ્લાહ ગુરબાઝ, જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા , હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે બન્ને ટીમો માટે જીત જરૂરી છે. કોલકાતાના 9 મેચમાં 6 પોઇન્ટ છે, જ્યારે હૈદરાબાદના 8 મેચમાં 6 પોઇન્ટ છે
આઈપીએલ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો.