/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/SRH-vs-MI-Live-Score.jpg)
IPL 2023 SRH vs MI : મુંબઈ ઈન્ડિયન્સ વિ.સનરાઇઝર્સ હૈદરાબાદ
IPL 2023 SRH vs MI : કેમરુન ગ્રીનની અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 14 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, અર્જુન તેંડુલકર, જેસોન બેહરેનડોર્ફ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ટી નટરાજન.
- Apr 18, 2023 23:32 IST
અર્જુન તેંડુલકરે આઈપીએલમાં પ્રથમ વિકેટ ઝડપી
અર્જુન તેંડુલકરે આઈપીએલમાં પ્રથમ વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમારને આઉટ કર્યો
- Apr 18, 2023 23:28 IST
મુંબઈ ઇન્ડિયન્સનો 14 રને વિજય
મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 14 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
- Apr 18, 2023 23:09 IST
સુંદર 10 રને રન આઉટ
માર્કો જાન્સેન 13 અને વોશિંગ્ટન સુંદર 10 રને આઉટ. હૈદરાબાદે 165 રને આઠમી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 22:53 IST
મયંક અગ્રવાલ 48 રને આઉટ
મયંક અગ્રવાલ 41 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 48 રને આઉટ થયો. હૈદરાબાદે 132 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 22:49 IST
ક્લાસેન 36 રને આઉટ
ક્લાસેન 16 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 36 રન બનાવી પિયુષ ચાવલાનો શિકાર બન્યો. મુંબઈએ 127 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 22:45 IST
હૈદરાબાદના 12.2 ઓવરમાં 100 રન
સનરાઇઝર્સ હૈદરાબાદે 12.2 ઓવરમાં 100 રન બનાવ્યા.
- Apr 18, 2023 22:28 IST
હૈદરાબાદના 11 ઓવરમાં 4 વિકેટે 88 રન
હૈદરાબાદના 11 ઓવરમાં 4 વિકેટે 88 રન. મયંક અગ્રવાલ 37 રને અને શૌકીન 7 રને રમી રહ્યા છે.
- Apr 18, 2023 22:08 IST
રાહુલ ત્રિપાઠી 7 રને આઉટ
રાહુલ ત્રિપાઠી 7 રને બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો. 25 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 22:06 IST
હેરી બ્રુક 9 રને આઉટ
હેરી બ્રુક 9 રન બનાવી બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 11 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 21:16 IST
કેમરુન ગ્રીનના અણનમ 64 રન
કેમરુન ગ્રીન 40 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 64 રને અણનમ રહ્યો.
- Apr 18, 2023 21:15 IST
મુંબઈ ઇન્ડિયન્સના 20 ઓવરમાં 5 વિકેટે 192 રન
મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 193 રનનો પડકાર મળ્યો
- Apr 18, 2023 21:14 IST
ટીમ ડેવિડ 16 રને આઉટ
ટીમ ડેવિડ 16 રન બનાવી રન આઉટ થયો. મુંબઈએ 192 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 21:02 IST
કેમરુન ગ્રીનની અડધી સદી
કેમરુન ગ્રીને 33 બોલમાં 6 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
- Apr 18, 2023 21:02 IST
તિલક વર્મા 37 રને આઉટ
તિલક વર્મા 17 બોલમાં 2 ફોર, 4 સિક્સરની મદદથી 37 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં આઉટ થયો. મુંબઈએ 151 રને ચોથી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 20:50 IST
મુંબઈ ઇન્ડિયન્સના 16 ઓવરમાં 3 વિકેટે 143 રન
મુંબઈ ઇન્ડિયન્સે 16 ઓવરમાં 3 વિકેટે 143 રન બનાવી લીધા છે. કેમરુન ગ્રીન 38 અને તિલક વર્મા 15 રને રમતમાં છે.
- Apr 18, 2023 20:32 IST
મુંબઈના 100 રન
મુંબઈ ઇન્ડિયન્સે 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Apr 18, 2023 20:30 IST
સૂર્યકુમાર યાદવ 7 રને આઉટ
સૂર્યકુમાર યાદવ 3 બોલમાં 7 રન બનાવી જાન્સેનનો શિકાર બન્યો. મુંબઈએ 95 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 20:27 IST
ઇશાન કિશન 38 રને આઉટ
ઇશાન કિશન 31 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 38 રને આઉટ. મુંબઈએ 87 રને બીજી વિકેટ ગુમાવી.
- Apr 18, 2023 20:11 IST
મુંબઈ ઇન્ડિયન્સે 5.5 ઓવરમાં 50 રન બનાવ્યા
મુંબઈ ઇન્ડિયન્સે 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા. પાવરપ્લેમાં 1 વિકેટ 53 રન બનાવ્યા.
- Apr 18, 2023 19:53 IST
રોહિત શર્મા 28 રને આઉટ
રોહિત શર્મા 18 બોલમાં 6 ફોર સાથે 28 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો
- Apr 18, 2023 19:49 IST
રોહિત શર્માએ સુંદરની ઓવરમાં સતત ત્રણ ફોર ફટકારી
રોહિત શર્મા અને ઇશાન કિશને મુંબઈને શાનદાર શરૂઆત અપાવી. રોહિતે વોશિંગ્ટન સુંદરની ઓવરમાં સતત ત્રણ ફોર ફટકારી. મુંબઈના 4 ઓવરમાં વિના વિકેટે 33 રન.
- Apr 18, 2023 19:43 IST
રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા
રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા. ભુવનેશ્વર કુમારની પ્રથમ ઓવરમાં 6 રન ફટકાર્યા.
- Apr 18, 2023 19:23 IST
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ટી નટરાજન.
- Apr 18, 2023 19:22 IST
મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, અર્જુન તેંડુલકર, જેસોન બેહરેનડોર્ફ.
- Apr 18, 2023 19:08 IST
હૈદરાબાદે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- Apr 18, 2023 19:07 IST
આ સિઝનમાં બન્ને ટીમોએ 2-2 જીત મેળવી
બન્ને ટીમની અત્યાર સુધીની આઈપીએલ સફર સારી રહી નથી. બન્ને આ સિઝનમાં 4-4 મેચ રમ્યા છે અને 2-2માં જીત મેળવી છે.
- Apr 18, 2023 19:07 IST
હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે મુકાબલો
આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us