IPL 2023 SRH vs MI : કેમરુન ગ્રીનની અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 14 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઇન્ડિયન્સ – રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, અર્જુન તેંડુલકર, જેસોન બેહરેનડોર્ફ.
સનરાઇઝર્સ હૈદરાબાદ : હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ટી નટરાજન.
અર્જુન તેંડુલકરે આઈપીએલમાં પ્રથમ વિકેટ ઝડપી. ભુવનેશ્વર કુમારને આઉટ કર્યો
મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 14 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
માર્કો જાન્સેન 13 અને વોશિંગ્ટન સુંદર 10 રને આઉટ. હૈદરાબાદે 165 રને આઠમી વિકેટ ગુમાવી.
મયંક અગ્રવાલ 41 બોલમાં 4 ફોર, 1 સિક્સર સાથે 48 રને આઉટ થયો. હૈદરાબાદે 132 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.
ક્લાસેન 16 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે 36 રન બનાવી પિયુષ ચાવલાનો શિકાર બન્યો. મુંબઈએ 127 રને પાંચમી વિકેટ ગુમાવી.
સનરાઇઝર્સ હૈદરાબાદે 12.2 ઓવરમાં 100 રન બનાવ્યા.
હૈદરાબાદના 11 ઓવરમાં 4 વિકેટે 88 રન. મયંક અગ્રવાલ 37 રને અને શૌકીન 7 રને રમી રહ્યા છે.
રાહુલ ત્રિપાઠી 7 રને બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો. 25 રને બીજી વિકેટ ગુમાવી.
હેરી બ્રુક 9 રન બનાવી બેહરેનડોર્ફની ઓવરમાં કેચ આઉટ થયો. હૈદરાબાદે 11 રને પ્રથમ વિકેટ ગુમાવી.
કેમરુન ગ્રીન 40 બોલમાં 6 ફોર, 2 સિક્સર સાથે 64 રને અણનમ રહ્યો.
મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 193 રનનો પડકાર મળ્યો
ટીમ ડેવિડ 16 રન બનાવી રન આઉટ થયો. મુંબઈએ 192 રને પાંચમી વિકેટ ગુમાવી.
કેમરુન ગ્રીને 33 બોલમાં 6 ફોર, 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.
તિલક વર્મા 17 બોલમાં 2 ફોર, 4 સિક્સરની મદદથી 37 રન બનાવી ભુવનેશ્વર કુમારની ઓવરમાં આઉટ થયો. મુંબઈએ 151 રને ચોથી વિકેટ ગુમાવી.
મુંબઈ ઇન્ડિયન્સે 16 ઓવરમાં 3 વિકેટે 143 રન બનાવી લીધા છે. કેમરુન ગ્રીન 38 અને તિલક વર્મા 15 રને રમતમાં છે.
મુંબઈ ઇન્ડિયન્સે 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
સૂર્યકુમાર યાદવ 3 બોલમાં 7 રન બનાવી જાન્સેનનો શિકાર બન્યો. મુંબઈએ 95 રને ત્રીજી વિકેટ ગુમાવી.
ઇશાન કિશન 31 બોલમાં 3 ફોર, 2 સિક્સર સાથે 38 રને આઉટ. મુંબઈએ 87 રને બીજી વિકેટ ગુમાવી.
મુંબઈ ઇન્ડિયન્સે 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા. પાવરપ્લેમાં 1 વિકેટ 53 રન બનાવ્યા.
રોહિત શર્મા 18 બોલમાં 6 ફોર સાથે 28 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો
રોહિત શર્મા અને ઇશાન કિશને મુંબઈને શાનદાર શરૂઆત અપાવી. રોહિતે વોશિંગ્ટન સુંદરની ઓવરમાં સતત ત્રણ ફોર ફટકારી. મુંબઈના 4 ઓવરમાં વિના વિકેટે 33 રન.
રોહિત શર્મા અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા. ભુવનેશ્વર કુમારની પ્રથમ ઓવરમાં 6 રન ફટકાર્યા.
હેરી બ્રુક, એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જાન્સેન, મયંક માર્કંડેય, ટી નટરાજન.
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરન ગ્રીન, તિલક વર્મા, નેહલ વઠેરા, ટીમ ડેવિડ, ઋત્વિક શૌકીન, પીયુષ ચાવલા, અર્જુન તેંડુલકર, જેસોન બેહરેનડોર્ફ.
મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમની અત્યાર સુધીની આઈપીએલ સફર સારી રહી નથી. બન્ને આ સિઝનમાં 4-4 મેચ રમ્યા છે અને 2-2માં જીત મેળવી છે.
આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો