scorecardresearch

આઈપીએલ 2023 : રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 72 રને ભવ્ય વિજય

IPL 2023 SRH vs RR Cricket Score : સંજૂ સેમસન, જોશ બટલર અને યશસ્વી જયસ્વાલની અડધી સદી, ચહલની 17 રનમાં 4 વિકેટ

Sunrisers Hyderabad vs Rajasthan Royals
ipl 2023 રાજસ્થાન રોયલ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો

IPL 2023, Sunrisers Hyderabad vs Rajasthan Royals Score : સંજૂ સેમસન, જોશ બટલર અને યશસ્વી જયસ્વાલની અડધી સદી પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 72 રને વિજય મેળવ્યો છે. રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 131 રન બનાવી શક્યું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સ

-ટ્રેન્ટ બોલ્ટને 2 વિકેટ જ્યારે હોલ્ડર અને અશ્વિનને 1-1 વિકેટ મળી

-ચહલે 17 રનમાં 4 વિકેટ ઝડપી

-અબ્દુલ શમદ 32 રને અને ઉમરાન મલિક 19 રને અણનમ રહ્યા હતા

-કેપ્ટન ભુવનેશ્વર કુમાર 6 રને ચહલની ઓવરમાં બોલ્ડ

-આદિલ રશિદ 18 રન બનાવી ચહલનો ત્રીજો શિકાર બન્યો

-મયંક અગ્રવાલના 23 બોલમાં 3 ફોર સાથે 27 રન

-હૈદરાબાદે 10.2 ઓવરમાં 50 રન બનાવ્યા

-ગ્લેન ફિલિપ્સ 8 રને અશ્વિનની ઓવરમાં કેચ આઉટ

-વોશિંગ્ટન સુંદર 1 રને હોલ્ડરની ઓવરમાં આઉટ

-હેરી બ્રુક 13 રને ચહલની ઓવરમાં બોલ્ડ

-રાહુલ ત્રિપાઠી 2 બોલમાં 0 રને કેચ આઉટ

-પ્રથમ ઓવરના ત્રીજા બોલે અભિષેક શર્મા 0 રને બોલ્ડ

આ પણ વાંચો – આઈપીએલ 2023 – પહેલા માઇકલ વોને કરી વિજેતાની ભવિષ્યવાણી, આ ટીમ પર લગાવ્યો દાવ

રાજસ્થાનની ઇનિંગ્સ

-હૈદરાબાદ તરફથી ફારુકી અને નટરાજને 2-2 વિકેટ ઝડપી

– રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 203 રન બનાવ્યા. હૈદરાબાદને જીતવા માટે 204 રનનો પડકાર

-સેમસન 55 રને આઉટ થયો, રાજસ્થાને 187 રને પાંચમી વિકેટ ગુમાવી

-સંજુ સેમસને 28 બોલમાં 2 ફોર અને 4 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી

-રિયાન પરાગ 7 રને કેચ આઉટ

-દેવદત્ત પડ્ડિકલ 2 રન બનાવી ઉમરાન મલિકની ઓવરમાં બોલ્ડ

-જયસ્વાલ 37 બોલમાં 9 ફોર સાથે 54 રન બનાવી આઉટ

-રાજસ્થાને 7.4 ઓવરમાં 100 રન બનાવ્યા

-જયસ્વાલે 34 બોલમાં 8 ફોર સાથે 50 રન પુરા કર્યા

-બટલર 22 બોલમાં 54 રન બનાવી ફારુકીનો શિકાર બન્યો

-જોશ બટલરે 20 બોલમાં 6 ફોર 3 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

હૈદરાબાદે ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ભુવનેશ્વર કુમારે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદે અબ્દુલ સમદનો અને રાજસ્થાન રોયલ્સે નવદીપ સૈનીનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કર્યો હતો. મેચ શરુ થતા પહેલા ભારતીય ક્રિકેટના દિગ્ગજ સલીમ દુર્રાનીને બે મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સલીમ દુર્રાનીનું આજે નિધન થયું છે.

બન્ને ટીમો આ પ્રકારે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ – અભિેષેક શર્મા, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), આદિલ રાશિદ, ફઝલહક ફારુકી, ઉમરાન મલિક, ટી નટરાજન.

રાજસ્થાન રોયલ્સ – જોશ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડ્ડીકલ, સંજૂ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, જેસોન હોલ્ડર, આર અશ્વિન, ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, કે આસિફ.

Web Title: Ipl 2023 sunrisers hyderabad vs rajasthan royals srh vs rr live score

Best of Express