scorecardresearch

આઈપીએલ 2023 : વીરેન્દ્ર સેહવાગને છતાવી રહ્યો છે એમએસ ધોની પર પ્રતિબંધ લાગવાનો ડર

IPL 2023 : વીરેન્દ્ર સેહવાગનો આ ડર વ્યાજબી પણ છે. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ભલે જીતના ટ્રેક પર પરત ફરી હોય પણ તેના બોલરોમાં અનુશાસનની ખોટ જોવા મળી રહી છે

IPL 2023 MS Dhoni
મહેન્દ્રસિંહ ધોની (Twitter)

IPL 2023 : આઈપીએલ 2023માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ જીતના ટ્રેક પર પાછી ફરી છે. સોમવારે ટીમે રોમાંચક મુકાબલામાં આરસીબી સામે 8 રને વિજય મેળવ્યો હતો. આ સિઝનમાં ચેન્નઇનો ત્રીજો વિજય છે. સીએસકેની ટીમ જીતના રસ્તા પર આગળ વધી રહી છે તો બીજી તરફ વીરેન્દ્ર સેહવાગને ધોનીના આઈપીએલમાં પ્રતિબંધ લાગવાનો ડર સતાવી રહ્યો છે.

ચેન્નઇની ટીમ આપી રહી છે સતત વધારાના રન

સેહવાગનો આ ડર વ્યાજબી પણ છે. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ભલે જીતના ટ્રેક પર પરત ફરી હોય પણ તેના બોલરોમાં અનુશાસનની ખોટ જોવા મળી રહી છે. ટીમ દરેક મેચમાં વધારાના રન આપી રહી છે જેનાથી ઇનિંગ્સની ઓવરો નિર્ધારિત સમયમાં ખતમ થતી નથી. સતત સ્લો રેટનું નુકસાન કેપ્ટને ભોગવવું પડી રહ્યું છે. તેના પર એક કે બે મુકાબલા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

ચેન્નઇ સુપર કિંગ્સના બોલરોને ચેતવણી આપતા સેહવાગે કહ્યું કે ધોની આ મેચમાં ખુશ જોવા મળતો ન હતો. તેણે પહેલા જ કહ્યું છે કે વાઇડ અને નો બોલ ઓછા કરવાની જરૂર છે. રવિવારે તેમણે છ વાઇડ બોલ નાખ્યા એટલે કે એક વધારાની ઓવર. આ બરાબર નથી. મને ડર છે કે આ ભૂલો ચેન્નઇ સુપર કિંગ્સને તે સ્થિતિમાં ન પહોંચાડી દે જ્યાં ધોની પર પ્રતિબંધ લાગી જાય.

આ પણ વાંચો – અર્જુન તેંડુલકરની ડેબ્યૂ મેચમાં ડ્રેસિંગ રૂમમાં જ બેસી રહ્યો સચિન, વીડિયોમાં જણાવ્યું કારણ

ધોનીએ આપી હતી પોતાના ખેલાડીઓને ચેતાવણી

ધોનીએ લીગની શરૂઆતમા લખનઉ સામેની મેચ દરમિયાન પોતાના બોલરોને ચેતાવણી આપી હતી. તે મેચમાં ચેન્નઇએ 13 વધારાના બોલ ફેંક્યા હતા. ત્યારે ધોનીએ કહ્યું હતું કે જો બોલરો સુધાર નહીં કરે તો તે કેપ્ટનશિપ છોડી દેશે અને ટીમે નવા કેપ્ટન સાથે રમવું પડશે. આ પછી વાઇડની સંખ્યામાં ઘટાડો તો થયો પણ હજુ પુરી રીતે ખતમ થયા નથી.

Web Title: Ipl 2023 virender sehwag ms dhoni ban warning to csk bowlers after rcb match

Best of Express