IPL 2024 : આઈપીએલ 2024નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 22 ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. ચાલુ વર્ષે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ 17 દિવસના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 24 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ એટલા માટે મહત્વની બની જાય છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા પહેલી વખત પોતાની પૂર્વ ટીમ સામે રમશે. હાર્દિકની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન અને ફાઇનલિસ્ટ રહી ચૂકી છે.
જોકે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન આકાશ ચોપરા ઇચ્છે છે કે હાર્દિક પંડ્યા જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ માટે ઉતરે છે ત્યારે અમદાવાદની ભીડ તેની હૂટિંગ કરે. આકાશ ચોપરાએ આ પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે 2008માં એક ખેલાડી તરીકે તેણે કંઈક આવું જોયું હતું. આકાશ ચોપડાએ કહ્યું હતું કે હાર્દિક સાથે પણ આવો જ વ્યવહાર કરવામાં આવે તો તેને નવાઈ નહીં લાગે.
આ પણ વાંચો – આઈપીએલ 2024નો કાર્યક્રમ જાહેર, 22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ, અમદાવાદમાં 24 માર્ચે પ્રથમ મેચ
આકાશ ચોપડાએ સંભળાવી 16 વર્ષ જૂની ઘટના
આકાશ ચોપડાએ 22 ફેબ્રુઆરી 2024ના રોજ આઈપીએલ 2024ના શેડ્યૂલની ઘોષણા દરમિયાન જિયો સિનેમા પર કહ્યું કે હું ઇચ્છું છું કે હાર્દિક પંડ્યાને અમદાવાદમાં હૂટિંગ કરવામાં આવે. હું તમને કહું છું કે શા માટે? આઇપીએલની પ્રથમ સિઝન 2008માં હતી. તે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ હતી. અમે વાનખેડે સ્ટેડિયમ પર રમી રહ્યા હતા. અજીત અગરકર અમારી ટીમ (કોલકાતા નાઇટ રાઇડર્સ)માં હતા. ફિલ્ડિંગ કરતી વખતે અમારે તેમને બાઉન્ડ્રી પરથી દૂર કરવા પડ્યા હતા, કારણ કે તે મુંબઈનો હતો. મુંબઈમાં મુંબઈ સામે રમી રહ્યો હતો અને વાનખેડે પ્રેક્ષકો તેની મજાક ઉડાવી રહ્યા હતા એટલે અમે તેમને સર્કલની અંદર ફિલ્ડિંગમાં ભરવા મોકલી દીધા હતા.
ગુજરાત ટાઇટન્સ છોડતા હાર્દિકને દુ:ખ ન થયું?
ભારતના પૂર્વ ઓપનરે કહ્યું કે હવે હાર્દિક પંડ્યા ચેમ્પિયનશિપ (આઈપીએલ ટ્રોફી) જીતીને મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો છે. તેણે 2023માં ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. આ પછી તેણે ફ્રેન્ચાઈઝી છોડવાનો નિર્ણય લીધો. જો અમદાવાદની પ્રજામાં નારાજગી ન હોય તો. તેનું આવું કરતા દુ:ખ નહીં થયું હોય? હું આશા રાખું છું. ના, હું માત્ર વિચારી રહ્યો છું, કોઈને ન કહેતા નહીં કે હાર્દિક ટોસ કરવા જાય છે અને લોકો હૂટિંગ કરે છે. આ જ મજા છે.