IPL 2024 : શું શુભમન ગિલને કેપ્ટન બનાવીને ગુજરાત ટાઇટન્સે ભૂલ કરી? એબી ડી વિલિયર્સ આ નિર્ણયથી ખુશ નથી

Shubman Gill : પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં જતા રહેતા ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને આઈપીએલ 2024 માટે નવો કેપ્ટન બનાવ્યો છે

Shubman Gill : પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં જતા રહેતા ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને આઈપીએલ 2024 માટે નવો કેપ્ટન બનાવ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
આઇપીએલ 2024 : ટ્રોફી એક અને પડકાર અનેક, હાર્દિક પંડ્યા સહિત ત્રણ કેપ્ટનોની પણ થશે અગ્નિ પરીક્ષા

આઈપીએલ 2024 માટે શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સે કેપ્ટન બનાવ્યો છે

Gujarat Titans Captain Shubman Gill : ભારતીય ઓપનર શુભમન ગિલ આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરવાનો છે. ગુજરાત ટાઇટન્સે આ નિર્ણય ટીમના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સ ગયા બાદ લીધો છે. લેજન્ડરી બેટ્સમેન એબી ડી વિલિયર્સ આ નિર્ણય સાથે સહમત નથી. તેને લાગે છે કે ગુજરાત ટાઇટન્સનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમ્સન એક સારો વિકલ્પ છે.

Advertisment

એબી ડી વિલિયર્સ વિલિયમ્સનને કેપ્ટન તરીકે જોવા માંગતો હતો

એબી ડી વિલિયર્સે પોતાના યુટ્યુબ પર કહ્યું કે જે ક્ષણે મેં રિટેઇન કરાયેલા ખેલાડીઓની યાદીમાં કેન વિલિયમ્સનનું નામ જોયું મને લાગ્યું કે આ શાનદાર તક છે તે કોઇ અનુભવી ખેલાડીને કેપ્ટનશિપ આપવામાં આવે છે. સાથે જ ગિલને એક સારી સિઝન સાથે ટીમ ઇન્ડિયામાં સ્થાન નિશ્ચિત કરવાની તક આપવી જોઇએ.

આરસીબી તરફથી રમી ચુકેલા આ ખેલાડીએ વધુમાં કહ્યું કે ગુજરાતે ગિલને કેપ્ટન બનાવી દીધો છે. બની શકે કે આ નિર્ણય સાચો સાબિત થાય. હું એમ નથી કહી રહ્યો કે આ ખોટું છે પણ મને લાગે છે કે શુભમનને એક સિઝનમાં વિલિયમ્સનની કેપ્ટન્સી હેઠળ શીખવાની તક આપવી જોઈતી હતી.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાથી હરાજી પર કેવી પડશે અસર, જાણો કઇ ફ્રેન્ચાઈઝી પાસે બચ્યા છે કેટલા રૂપિયા

Advertisment

ગિલને આગામી સિઝનમાં કેપ્ટનશિપ મળવી જોઈતી હતી

ડી વિલિયર્સે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે રિટેન્શન લિસ્ટમાં તેનું નામ જોઈને હું ખૂબ જ ખુશ છું. ગત સિઝનમાં આ વિશે ઘણી વાત થઇ હતી કારણ કે આ તેની છેલ્લી સિઝન બનવા જઈ રહી છે. તે આઈપીએલની વધુ એક સિઝન રમવા માટે 2024 તરફ આગળ વધી રહ્યો છે. તેની સાથેની પરિસ્થિતિ હંમેશા આશ્ચર્યચકિત કરનારી હોય છે. કદાચ તે વધુ ત્રણ સિઝન રમે, કોણ જાણે છે. પરંતુ રિટેઇન થયેલા ખેલાડીઓમાં તેનું નામ જોઇને ઘણું સારું લાગે છે.

shubman gill ક્રિકેટ IPL સ્પોર્ટ્સ