આઈપીએલ 2024 : અંબાતી રાયડૂએ કર્યો ખુલાસો, 16 વર્ષથી આરસીબી ટાઇટલ કેમ જીતી શકી નથી

IPL 2024 : આઈપીએલ 2024ની આ સિઝનમાં આરસીબીનો 4 માંથી 3 મેચમાં પરાજય થયો છે. ટીમના પ્રદર્શન બાદ તેના પ્રશંસકોને ડર છે કે આ વખતે પણ આરસીબી ટાઇટલ ચૂકી ન જાય

Written by Ashish Goyal
April 03, 2024 21:11 IST
આઈપીએલ 2024 : અંબાતી રાયડૂએ કર્યો ખુલાસો, 16 વર્ષથી આરસીબી ટાઇટલ કેમ જીતી શકી નથી
આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત સારી રહી નથી. ટીમ ચાર મેચ રમી છે, જેમાંથી તે માત્ર એક જ મેચ જીતી શકી છે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2024 : આઈપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત સારી રહી નથી. ટીમ ચાર મેચ રમી છે, જેમાંથી તે માત્ર એક જ મેચ જીતી શકી છે. આરસીબીને ઘરઆંગણે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના પ્રદર્શન બાદ તેના પ્રશંસકોને ડર છે કે આ વખતે પણ આરસીબી ટાઇટલ ચૂકી ન જાય. આરસીબી છેલ્લા 16 વર્ષમાં ક્યારેય આ ટાઇટલ જીતી શકી નથી. દિગ્ગજ ખેલાડી અંબાતી રાયડૂએ જણાવ્યું હતું કે સ્ટાર્સથી સજેલી આરસીબી ટાઇટલ જીતતી નથી તેનું કારણ શું છે.

કોઈ સિનિયર દબાણની સ્થિતિમાં હોય તેવું લાગતું નથી

રાયડુએ કહ્યું કે આરસીબીમાં મોટા નામો દબાણ સમયે યુવાનોને આગળ કરી દે છે. તે પોતે ઉપર બેટિંગ કરે છે અને યુવાનોને મિડલ ઓર્ડરમાં મોકલે છે. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી ચુકેલા આ ખેલાડીએ કહ્યું કે મને લાગે છે કે બોલિંગ હંમેશા સ્કોર કરતા વધુ રન આપે છે અને તેમની બેટિંગ દબાણમાં પ્રદર્શન કરે છે. જ્યારે પણ આરસીબી દબાણમાં હોય છે, ત્યારે કોઈ મોટું નામ રમતું જોવા મળતું નથી. આ પ્રકારની ટીમો ક્યારેય જીતતી નથી. એટલા માટે તે આટલા વર્ષોથી આ ટાઇટલ જીતી શકી નથી.

આ પણ વાંચો – આઈપીએલ 2024 : અમદાવાદ અને કોલકાતામાં રમાનાર એક-એક મેચની તારીખ બદલાઈ, જાણો કેમ

16 વર્ષથી કહાની બદલાઈ નથી

રાયડુએ વધુમાં કહ્યું કે બધા યુવા ખેલાડીઓ નીચલા ક્રમમાં બેટિંગ કરે છે અને જે પણ મોટા નામ છે તે ઉપરના ક્રમે રમે છે. અનુભવી ખેલાડીઓ કેકની ક્રીમ ખાઇને નીકળી જાય છે. તમે જુઓ કે દબાણમાં કોણ રમી રહ્યું છે. ભારતના યુવા ખેલાડી અને દિનેશ કાર્તિક. તમારા મોટા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ દબાણ લેવું જોઈએ પરંતુ તેઓ ક્યાં છે? તે ડ્રેસિંગ રૂમમાં છે. આવું આજે જ થઇ રહ્યું નથી. છેલ્લા 16 વર્ષથી આ જ કહાની છે.

આરસીબીની સિઝનની શરૂઆત હાર સાથે થઈ હતી. પ્રથમ મેચમાં તેમનો સામનો ચેન્નઇ સુપર કિંગ્સ સાથે થયો હતો અને છ વિકેટથી પરાજય થયો હતો. આ પછી પોતાના ઘરે પંજાબ કિંગ્સ સામે પરાજય થયો હતો. આરસીબીએ કેકેઆરને સાત વિકેટથી હરાવી પ્રથમ જીત મેળવી હતી. ત્યારબાદ લખનઉ સુપર જાયન્ટ્સ આરસીબીનો 28 રનથી પરાજય થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ