IPL 2024 Auction: મિશેલ સ્ટાર્કે તોડ્યો પોતાના કેપ્ટન કમિન્સનો રેકોર્ડ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

IPL 2024 Auction: મિચેલ સ્ટાર્કને આઈપીએલ 2024ની હરાજીમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો

Written by Ashish Goyal
Updated : December 19, 2023 17:03 IST
IPL 2024 Auction: મિશેલ સ્ટાર્કે તોડ્યો પોતાના કેપ્ટન કમિન્સનો રેકોર્ડ, IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો
મિચેલ સ્ટાર્કને આ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો

IPL 2024 Auction: આઈપીએલ 2024 માટે દુબઈમાં યોજાયેલી હરાજીમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 કરોડ 50 લાખ રૂપિયાની રકમ આપીને ખરીદ્યો હતો. જોકે તેને ખરીદાયાના થોડા સમય બાદ જ તેની ટીમના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે તેને પાછળ છોડી દીધો હતો અને આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

મિચેલ સ્ટાર્કને આ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 24.75 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા આઈપીએલ 2018માં સ્ટાર્કને કેકેઆરએ 9 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે રમી શક્યો ન હતો અને તે પછી તે હરાજીમાં જોડાયો હતો અને ઈતિહાસ રચી દીધો છે. આ સિઝન માટે તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી, મુંબઈ, KKR અને ગુજરાત તેના માટે બોલી લગાવી હતી.

મિશેલ સ્ટાર્કની આઈપીએલ કારકિર્દી

મિશેલ સ્ટાર્કે 2024ની હરાજીમાં ચાર વર્ષ બાદ ભાગ લીધો હતો અને તેણે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલમાં પોતાના કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી માત્ર બે સિઝનમાં જ રમી શક્યો છે. સ્ટાર્ક 2014 અને 2015ની આઇપીએલમાં રમ્યો હતો અને બંને સિઝનમાં તે આરસીબીનો હિસ્સો હતો. આ બંને સિઝનમાં તે 27 મેચ રમ્યો હતો અને આ સમયગાળામાં કુલ 34 વિકેટ ઝડપી હતી. 2014માં તેણે 14 મેચમાં 14 વિકેટ લીધી હતી જ્યારે 2015માં તેણે 13 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. સ્ટાર્કનું આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 4 વિકેટ રહ્યું છે.

આ પણ વાંચો – આઈપીએલ 2024 હરાજી , મિચેલ સ્ટાર્ક, કમિન્સ, ડેરિલ મિચેલ, હર્ષલ પટેલ પર રૂપિયાનો વરસાદ

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર્કનું પ્રદર્શન

મિશેલ સ્ટાર્કને વિશ્વના બેસ્ટ બોલરોમાંથી એક માનવામાં આવે છે અને તે વિરોધી બેટ્સમેનો પર સંપૂર્ણ હાવી થઇને બોલિંગ કરે છે. સ્ટાર્ક આઇપીએલમાં વધુ મેચો રમ્યો નથી, પરંતુ તેણે બે સિઝનમાં 34 વિકેટ ઝડપીને પોતાની યોગ્યતા સાબિત કરી છે. કેકેઆરએ તેના ભૂતકાળના પ્રદર્શનને જોયા પછી જ તેના પર આટલો મોટો દાવ રમ્યો છે. સ્ટાર્કની આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 121 મેચોમાં 170 વિકેટ ઝડપી છે અને બે વખત મેચમાં ચાર વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. ટી-20માં તેનું ઓવરઓલ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 4 વિકેટ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ