IPL 2024 : હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાથી હરાજી પર કેવી પડશે અસર, જાણો કઇ ફ્રેન્ચાઈઝી પાસે બચ્યા છે કેટલા રૂપિયા

IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી 19 ડિસેમ્બરે યોજાવાની છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધારે બજેટ છે

Written by Ashish Goyal
November 28, 2023 17:11 IST
IPL 2024 : હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાથી હરાજી પર કેવી પડશે અસર, જાણો કઇ ફ્રેન્ચાઈઝી પાસે બચ્યા છે કેટલા રૂપિયા
આઈપીએલ 2024 હરાજી : કઇ ટીમે કયા પ્લેયર્સની કરી ખરીદી, જુઓ યાદી

IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની હરાજી 19 ડિસેમ્બરે યોજાવાની છે. હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સમાં અને કેમેરોન ગ્રીનરોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં જવાના કારણે ફ્રેન્ચાઇઝીઓના પર્સ પર અસર પડી છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે સૌથી વધારે બજેટ છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ પાસે ખૂબ ઓછા પૈસા છે. ત્રણ ટીમો પાસે 20 કરોડ રૂપિયાથી ઓછા પૈસા છે. આવો જાણીએ કોની પાસે છે કેટલા રૂપિયા.

ચેન્નઈ સુપર કિંગ્સ

ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો એમએસ ધોની આગામી સિઝનમાં રમતો અને કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ગત સિઝનમાં આ ટીમ ચેમ્પિયન બની હતી. તેથી તેમણે મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. અંબાતી રાયડુની નિવૃત્તિ અને બેન સ્ટોક્સને રિલીઝ કરવામાં આવતા તેની ટીમમાં માત્ર છ જ સ્થાન ખાલી છે અને તેના પર્સમાં રુપિયા 31 કરોડથી વધુની રકમ છે.

બેલેન્સ: 31.40 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 6 (વિદેશી: 3)

રિટેઇન કરાયેલા ખેલાડીઓ : અજય મંડલ, અજિંક્ય રહાણે, દીપક ચાહર, ડેવોન કોનવે, મહેશ તીક્ષણા, મથિશા પથિરાના, મિચેલ સેન્ટનર, મોઈન અલી, એમએસ ધોની, મુકેશ ચૌધરી, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હંગરેકર, રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શેખ રાશિદ, શિવમ દુબે, સિમરજીત સિંઘ, તુષાર દેશપાંડે.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : આકાશ સિંઘ, અંબાતી રાયડુ, બેન સ્ટોક્સ, ભગત વર્મા, ડ્વેન પ્રિટોરિયસ, કાયલ જેમિસન, સિસાના મગાલા, સુબ્રયંશુ સેનાપતિ.

દિલ્હી કેપિટલ્સ

ગત સિઝન દિલ્હી કેપિટલ્સ માટે સારી રહી ન હતી, તેથી ટીમે સરફરાઝ ખાન સહિત 11 ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. જોકે ટીમે પૃથ્વી શો અને એનરિક નોર્ખિયાને રિટેઇન કર્યા હતા. ઋષભ પંત ટીમમાં વાપસી કરશે, પરંતુ આઈપીએલ 2023માં 9માં સ્થાન પર રહ્યા બાદ તેણે લગભગ 29 કરોડ રૂપિયામાં સારી ટીમ બનાવવી પડશે.

બેલેન્સ: 28.95 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 9 (વિદેશી: 4)

રિટેઇન કરવામાં આવેલા ખેલાડીઓ : અભિષેક પોરેલ, એનરિક નોર્ખિયા, અક્ષર પટેલ, ડેવિડ વોર્નર, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, લલિત યાદવ, લુંગીસાની એનગિડી, મિચેલ માર્શ, મુકેશ કુમાર, પ્રવીણ દુબે, પૃથ્વી શૉ, રિષભ પંત, સૈયદ ખલીલ અહમદ, વિકી ઓસ્તવાલ, યશ ઢુલ.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : અમન ખાન, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, મનીષ પાંડે, મુસ્તફિઝુર રહમાન, ફિલ સોલ્ટ, પ્રિયમ ગર્ગ, રિલે રોસોઉ, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન.

ગુજરાત ટાઇટન્સ

આઇપીએલના ઇતિહાસના સૌથી મોટો ટ્રેડથી ગુજરાત ટાઇટન્સના પર્સમાં 15 કરોડ રૂપિયા જમા થયા છે. ટીમ પાસે 38 કરોડથી વધુ રૂપિયા છે. ફ્રેન્ચાઈઝી તેમના બોલિંગ આક્રમણને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને પેસ એટેક.

બેલેન્સ: 38.15 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 8 (વિદેશી: 2)

રિટેઇન કરાયેલા ખેલાડીઓ : અભિનવ સદરંગાણી, બી સાઈ સુદર્શન, દર્શન નાલકંડે, ડેવિડ મિલર, જયંત યાદવ, જોશુઆ લિટલ, કેન વિલિયમસન, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ, આર સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શુભમન ગિલ, વિજય શંકર, રિદ્ધિમાન સાહા.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : અલઝારી જોસેફ, દાસુન શનાકા, કેએસ ભરત, ઓડીયન સ્મિથ, પ્રદીપ સાંગવાન, શિવમ માવી, ઉર્વિલ પટેલ, યશ દયાલ.

આ પણ વાંચો – જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ છોડશે? હાર્દિકની વાપસીથી બોલર નારાજ

કોલકાતા નાઇટ રાઇડર્સ

કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 32 કરોડથી વધુ રૂપિયા છે. ગત સિઝનમાં કંગાળ દેખાવ છતાં ફ્રેન્ચાઈઝીએ આન્દ્રે રસેલ અને સુનિલ નારાયણને જાળવી રાખ્યા હતા. ગૌતમ ગંભીર સામે મજબૂત ટીમ બનાવવાનો પડકાર રહેશે.

બેલેન્સ: 32.70 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 12 (વિદેશી: 4)

રિટેઇન કરાયેલા ખેલાડીઓ : આન્દ્રે રસેલ, અનુકુલ રોય, હર્ષિત રાણા, જેસન રોય, નીતિશ રાણા, રહમાનુલ્લાહ ગુરબાજ, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, સુનીલ નારાયણ, સુય્યાશ શર્મા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : આર્ય દેસાઈ, ડેવિડ વીઝ, જોહન્સન ચાર્લ્સ, કુલવંત ખેજરોલિયા, લિટન દાસ, લોકી ફર્ગ્યુસન, મનદીપ સિંઘ, એન જગદિસન, શાકિબ અલ હસન, શાર્દૂલ ઠાકુર, ટિમ સાઉથી, ઉમેશ યાદવ.

લખનઉ સુપર જાયન્ટ્સ

લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સ સાથેના ટ્રેડમાં દેવદત્ત પડિક્કલની પસંદગી કરી હતી. તે જોવાનું બાકી છે કે કેએલ રાહુલ 2024માં મિડલ ઓર્ડરમાં રમશે કે નહીં. આ હરાજીમાં ટીમ 14 કરોડ રૂપિયા લઇને પણ નહીં જાય. ટીમમાં 6 સ્લોટ છે.

બેલેન્સ: 13.15 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 6 (વિદેશી: 2)

રિટેઇન કરવામાં આવેલા ખેલાડીઓ : અમિત મિશ્રા, આયુષ બદોની, દીપક હૂડા, દેવદત્ત પડિક્કલ , કે.ગૌતમ, કેએલ રાહુલ, કૃણાલ પંડયા, કાયલ માયર્સ, માર્કસ સ્ટોઈનિસ, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન, નવીન ઉલ હક, નિકોલસ પૂરન, પ્રેરક માંકડ, ક્વિન્ટોન ડી કોક, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, યુદ્ધવીર ચરક.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : અર્પિત ગુલેરિયા, ડેનિયલ સેમ્સ, જયદેવ ઉનડકટ, કરન શર્મા, કરુન નાયર, મનન વોહરા, સૂર્યંશ શેગડે, સ્વપ્નિલ સિંઘ.

મુંબઈ ઈન્ડિયન્સ

હાર્દિક પંડ્યાની વાપસી બાદ મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં 18 કરોડ રૂપિયાથી પણ ઓછા છે. ટીમે 8 સ્લોટ ભરવાના રહેશે. આ 8 માંથી 4 વિદેશી ખેલાડીઓના સ્થાન છે.

બેલેન્સ: 17.75 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 8 (વિદેશી: 4)

રિટેઇન કરાયેલા ખેલાડીઓ : આકાશ માધવલ, અર્જુન તેંડુલકર, ડેવોલ્ડ બ્રેવિસ, ઇશાન કિશન, જેસન બેહરેનડોર્ફ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય સિંહ, તિલક વર્મા, નેહલ વાઢેરા, પિયુષ ચાવલા, રોહિત શર્મા, રોમારિયો શેફર્ડ (, શમ્સ મુલાની, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, હાર્દિક પંડયા.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : ક્રિસ જોર્ડન, ડુઆન યાનસેન, હૃતિક શોકીન, ઝાય રિચાર્ડસન, જોફ્રા આર્ચર, મોહમ્મદ અરશદ ખાન, રાઘવ ગોયલ, રમનદીપ સિંઘ, રાયલ મેરેડિથ, સંદીપ વોરિયર, ટ્રિસ્ટન સ્ટબ્સ.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ પાસે લગભગ 30 કરોડ રૂપિયા છે. ટીમે 8 સ્લોટ ભરવાના રહેશે. શાહરૂખ ખાન અને મેથ્યુ શોર્ટ જેવા ખેલાડીઓને ટીમમાં રિલીઝ કરવામાં આવ્યા છે.

બેલેન્સ: 29.10 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 8 (વિદેશી: 2)

રિટેઇન કરવામાં આવેલા ખેલાડીઓ : અર્શદીપ સિંહ, અથર્વ તાડે, હરપ્રીત બરાર, હરપ્રીત ભાટિયા, જીતેશ શર્મા, જોની બેરસ્ટો, કાગિસો રબાડા, લિયામ લિવિંગસ્ટોન, નાથન એલિસ, પ્રભસિમરન સિંહ, રાહુલ ચાહર, રિશી ધવન, સેમ કરન, શિખર ધવન, શિવમ સિંહ, સિકંદર રઝા, વિદ્વથ કાવેરીપ્પા.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : બલતેજ ઢાંડા, ભાનુકા રાજપક્ષે, ગુરનૂર સિંઘ બરાર, મેથ્યુ શોર્ટ, મોહિત રાઠી, રાજ અંગદ બાવા, શાહરુખ ખાન.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ પાસે 15 કરોડ રૂપિયા પણ નથી. ટીમે 8 સ્લોટ ભરવાના રહેશે. તેણે જેસન હોલ્ડર અને ઓબેડ મેકકોય જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તેણે લખનઉથી આવેશ ખાનને ટ્રેડ કર્યો હતો.

બેલેન્સ : 14.50 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 8 (વિદેશી: 3)

રિટેઇન કરાયેલા ખેલાડીઓ : એડમ ઝામ્પા, આવેશ ખાન , ધ્રુવ જુરેલ, ડોનોવાન ફેરેરા, જોસ બટલર, કુલદીપ સેન, કુણાલ રાઠૌર, નવદીપ સૈની, પ્રસિદ્ધ ક્રિષ્ના, આર અશ્વિન, રિયાન પરાગ, સંદીપ શર્મા, સંજુ સેમસન, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : અબ્દુલ પીએ, આકાશ વશિષ્ઠ, જેસન હોલ્ડર, જો રુટ, કેસી કરિયપ્પા, કેએમ આસિફ, કુલદીપ યાદવ, મુરુગન અશ્વિન, ઓબેડ મેકકોય.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

કેમરુન ગ્રીનના આવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પર્સમાં 24 કરોડ રૂપિયાથી પણ ઓછા છે. તેણે હર્ષલ પટેલ, વાનિન્દુ હસારંગા અને જોશ હેઝલવૂડને રિલીઝ કર્યા છે. ટીમને બોલરોની જરૂર છે.

બેલેન્સ: 23.25 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 6 (વિદેશી: 3)

રિટેઇન કરવામાં આવેલા ખેલાડીઓ : આકાશ દીપ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, હિમાંશુ શર્મા, કર્ણ શર્મા, મહિપાલ લોમરોર, મનોજ ભંડારે, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, રાજન કુમાર, રજત પાટીદાર, રીસ ટોપલી, સુયશ પ્રભુદેસાઈ, વિરાટ કોહલી, વિષક વિજય કુમાર, વિલ જેક્સ, કેમરન ગ્રીન.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : અવિનાશ સિંઘ, ડેવિડ વિલી, ફિન એલન, હર્ષલ પટેલ, જોશ હેઝલવૂડ, કેદાર જાધવ, માઈકલ બ્રેસવેલ, સિદ્ધાર્થ કૌલ, સોનુ યાદવ, વાનિન્દુ હસારંગા, વેઇન પાર્નેલ.

સનરાઇઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે 34 કરોડ રૂપિયા છે અને તેમને માત્ર 6 સ્પોટ ભરવાના છે. તેણે હેરી બ્રુક જેવા ખેલાડીને રિલીઝ કર્યો છે. ગત સિઝનમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું.

બેલેન્સ: 34.00 કરોડ રૂપિયા, ઉપલબ્ધ સ્લોટ્સ: 6 (વિદેશી: 3)

રિટેઇન કરવામાં આવેલા ખેલાડીઓ : અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડેન માર્કરામ, અનમોલપ્રીત સિંહ, ભુવનેશ્વર કુમાર, ફઝલાક ફારૂકી, ગ્લેન ફિલિપ્સ, હેનરિચ ક્લાસેન, માર્કો જોન્સન, મયંક અગ્રવાલ, મયંક માર્કન્ડે, નીતિશ કુમાર રેડ્ડી, રાહુલ ત્રિપાઠી, સનવીર સિંહ, શાહબાઝ અહમદ , ટી નટરાજન, ઉમરાન મલિક, ઉપેન્દ્ર સિંહ યાદવ, વોશિંગ્ટન સુંદર.

રિલીઝ કરાયેલા ખેલાડીઓ : આદિલ રશિદ, અકીલ હોસૈન, હેરી બ્રુક, કાર્તિક ત્યાગી, સમર્થ વ્યાસ, વિવરાંત શર્મા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ