IPL 2024 : આઈપીએલ 2024 નવી ટેકનોલોજી સાથે રમાશે, સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો કરાશે ઉપયોગ

IPL 2024 : આઇપીએલ 2024માં નિર્ણય લેવાની સચોટતા અને ઝડપ વધારવા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે

IPL 2024 : આઇપીએલ 2024માં નિર્ણય લેવાની સચોટતા અને ઝડપ વધારવા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
smart replay system, ipl 2024

IPL 2024 : આઇપીએલ 2024માં નિર્ણય લેવાની સચોટતા અને ઝડપ વધારવા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે (તસવીર - આઈપીએલ)

IPL 2024 Smart Replay System : આઇપીએલ 2024 નવી ટેકનોલોજી સાથે રમાશે. નિર્ણય લેવાની સચોટતા અને ઝડપ વધારવા માટે સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. ટીવી અમ્પાયરને બે હોક-આઇ ઓપરેટર્સ પાસેથી ડાયરેક્ટ ઇનપુટ મળશે. તે અમ્પાયર સાથે એક જ રૂમમાં બેસશે. તે ટીવી અમ્પાયરને હોક-આઇના આઠ હાઇ-સ્પીડ કેમેરાની મદદથી કેપ્ચર કરેલા ફોટા પૂરા પાડશે. ટીવી બ્રોડકાસ્ટ ડાયરેક્ટર અત્યાર સુધી થર્ડ અમ્પાયર અને હોક-આઇ ઓપરેટર્સ વચ્ચે રહેતા હતા. નવી વ્યવસ્થામાં તેનું કોઈ સ્થાન નથી.

Advertisment

ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર સ્માર્ટ રિપ્લે સિસ્ટમ નિર્ણય લેવા માટે ટીવી અમ્પાયરને પહેલા કરતા વધારે ફોટો આપશે. તેમાં સ્પ્લિટ-સ્ક્રીન ઇમેજનો પણ સમાવેશ થાય છે. અમ્પાયરને આનાથી કેવી રીતે ફાયદો થશે. બાઉન્ડ્રી પરના કેચના ઉદાહરણથી આપણે આ સમજી શકીએ છીએ. અત્યાર સુધી બ્રોડકાસ્ટર્સ કેચ પકડતી વખતે ફિલ્ડરનો પગ અને હાથ સ્પ્લિટ સ્ક્રિન પર એકસાથે બતાવી શકતા ન હતા. નવી સિસ્ટમમાં સ્પ્લિટ સ્ક્રીનમાં પગના ફૂટેજ એ જોવા મળશે કે સાથે બોલ ક્યારે પકડ્યો અને ક્યારે છોડવામાં આવ્યો છે.

આઠ હોક-આઇ કેમેરાનો ઉપયોગ થાય છે

આવી જ રીતે સ્પ્લિટ સ્ક્રીન પર ચાર રન તરફ જતા ઓવરથ્રો દરમિયાન એ જોવા મળશે કે ફિલ્ડરે બોલ થ્રો કર્યો ત્યારે બેટ્સમેનોએ ક્રોસ કર્યું હતું કે નહીં. અગાઉ ટીવી અમ્પાયરોને આ પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો મળતા ન હતા, કારણ કે બ્રોડકાસ્ટર્સ બે ઈમેજને જોડી શકતા ન હતા. કોઇ પણ મેચમાં આઠ હોક-આઇ કેમેરા હોય છે. મેદાનની બન્ને સ્ટ્રેટ બાઉન્ડ્રી પર બે અને બે પિચની જમણી અને ડાબી બાજુએ હોય છે.

આ પણ વાંચો - ઠોકો તાલી : નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી વચ્ચે આઈપીએલ 2024માં કોમેન્ટ્રી કરશે

Advertisment

હોક આઇનો બોલ ટ્રેકિંગ અને અલ્ટ્રાએજ માટે ઉપયોગ થતો હતો

આઈપીએલ 2023 સુધી હોક-આઇ કેમેરાનો ઉપયોગ મુખ્યત્વે બોલ ટ્રેકિંગ અને અલ્ટ્રાએજ માટે કરવામાં આવતો હતો. તેથી એલબીડબ્લ્યુ અને બોલના બેટની કિનારી લેવા ઉપરાંત બ્રોડકાસ્ટર્સ મોટાભાગે મેદાન પરના કોઈપણ રેફરલ માટે તેમના પોતાના કેમેરાના ફૂટેજનો ઉપયોગ કરતા હતા. જેમાં સ્ટમ્પિંગ, રનઆઉટ, કેચ અને ઓવરથ્રોના રેફરલનો સમાવેશ થતો હતો.

ગેપ દેખાવવા પર અલ્ટ્રાએજની માંગ કરશે નહી

સ્ટમ્પિંગ રેફરલ્સના કિસ્સામાં સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ આવ્યા પછી ટીવી અમ્પાયર હોક-આઇ ઓપરેટર્સને તેને સ્પ્લિટ સ્ક્રીન બતાવવા માટે કહી શકે છે. જ્યારે બોલ બેટની નજીકથી પસાર થાય છે ત્યારે જો કોઈ ગેપ દેખાય છે તો તે અલ્ટ્રાએજની માંગ કરશે નહીં. તેના બદલે સીધા સ્ટમ્પિંગ માટે સાઇડ-ઓન રિપ્લે તરફ આગળ વધશે. જો ટીવી અમ્પાયરને બેટ અને બોલ વચ્ચે સ્પષ્ટ અંતર ન દેખાય તો જ તે અલ્ટ્રાએજનો ઉલ્લેખ કરશે.

સ્ટમ્પિંગનો નિર્ણય સરળ રહેશે

ટીવી અમ્પાયરોને સ્ટમ્પિંગ માટેની નવી સિસ્ટમમાં ત્રણ તસવીરો જોવા મળશે. સાઇડ-ઓન કેમેરાની સાથે-સાથે જ ફ્રન્ટ-ઓન ફૂટેજ પણ જોવા મળશે. ફ્રન્ટ-ઓન કેમેરા એંગલ મહત્વનો છે કારણ કે તે વિકેટની બહાર નીકળતી બેલ્સનું સચોટ ચિત્ર આપે છે. અગાઉ બ્રોડકાસ્ટર્સ સ્ટમ્પ કેમના ફૂટેજ સાથે દરેક બાજુથી સાઇડ-ઓન એંગલ દર્શાવતા હતા. પરંતુ સ્ટમ્પ કેમ્સ પ્રતિ સેકંડ 50 ફ્રેમની નીચી ઝડપે એક્શન રેકોર્ડ કરે છે, જ્યારે હોક-આઇ કેમેરા પ્રતિ સેકંડ 300 ફ્રેમ્સ પર રેકોર્ડ કરે છે.

હવે અમ્પાયરો માટે તેમના નિર્ણયને આધાર બનાવવા માટે વધુ સચોટ ફૂટેજ હશે. સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ જમીનથી થોડા ઇંચ ઉંચા કેચ પકડવાના કિસ્સામાં વધુ સ્પષ્ટતા પ્રદાન કરશે. આ પ્રકારના રેફરલ્સે ભૂતકાળમાં ટીવી અમ્પાયરના ચૂકાદાઓ અંગે ચર્ચા જગાવી હતી.

bcci IPL ક્રિકેટ સ્પોર્ટ્સ