/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Chennai-Super-Kings-.jpg)
આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ 22 માર્ચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે (@ChennaiIPL)
IPL 2024, Chennai Super Kings : મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નું ટાઇટલ જીત્યું હતું અને તે આ લીગમાં પાંચમી વખત ચેમ્પિયન બની હતી અને મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી હતી. હવે આઇપીએલ 2024માં ફરી એકવાર એમએસ ધોની અને તેની ટીમ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરવા માટે તૈયાર છે.
ગત આઈપીએલ સિઝનમાં ટીમનો કેપ્ટન ધોની ઘૂંટણની ઈજાથી પરેશાન હતો, હવે આ વખતે તેણે આ સમસ્યાથી છુટકારો મેળવી લીધો છે અને તે સંપૂર્ણપણે ફિટ દેખાઈ રહ્યો છે. 42 વર્ષની ઉંમરે સુપર ફિટ રહેનાર ધોની પોતાના ખેલાડીઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સારી રીતે જાણે છે. પરંતુ ટાઇટલ બચાવવું તેમના માટે મોટો પડકાર હશે કારણ કે આ લીગની અન્ય ટીમો પણ ઓછી મજબૂત નથી. ધોનીએ પોતાનું ટાઇટલ બચાવવા અને રેકોર્ડ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે ખૂબ જ કાળજી સાથે તેની પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી પડશે.
ડેવોન કોનવેના સ્થાને ઓપનિંગ કરી શકે છે રચિન રવિન્દ્ર
આઈપીએલ 2024 પહેલા ધોનીની ટીમનો ઓપનર બેટ્સમેન ડેવોન કોનવે આ સિઝન માટે લીગમાંથી બહાર થઈ ગયો હતો. કોનવેની એક્ઝિટ સીએસકે માટે મોટો ફટકો હતો પરંતુ ન્યૂઝીલેન્ડનો યુવા બેટ્સમેન રચિન રવિન્દ્ર તેના સ્થાને સંપૂર્ણ રીતે તૈયાર છે. આવી સ્થિતિમાં રચિન રવિન્દ્ર આ સિઝનમાં રૂતુરાજ ગાયકવાડ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. ગત સિઝનમાં સીએસકેએ રહાણેનો શાનદાર ઉપયોગ કર્યો હતો અને ત્રીજા નંબર પર બેટિંગ કરી હતી, તેથી તે કદાચ આ સિઝનમાં પણ આ ક્રમમાં રમતો જોવા મળી શકે છે.
ધોની કન્ડિશન પ્રમાણે તેના બેટ્સમેનોનો ક્રમ બદલતો રહે છે
આઇપીએલ 2024માં મોઇન અલી અથવા ડેરિલ મિશેલ આ ટીમ તરફથી ચોથા નંબર પર રમી શકે છે. જ્યારે ઓલરાઉન્ડર શિવમ દુબે પાંચમા નંબર પર બેટિંગ કરી શકે છે. આ પછી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા નીચે આવી શકે છે, જ્યારે એમએસ ધોની સાતમા નંબર પર આવી શકે છે. જોકે ધોની કન્ડિશન પ્રમાણે તેના બેટ્સમેનોનો ક્રમ બદલતો રહે છે.
આ પણ વાંચો - હાર્દિક અને શમી વગર ગિલ માટે ટીમ પસંદગી આસાન નહીં રહે, જુઓ ગુજરાત ટાઇટન્સની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન
આમ જોવા જઈએ તો આ ટીમમાં ઓલરાઉન્ડર્સની કોઈ કમી નથી અને દીપક ચાહર અને શાર્દુલ ઠાકુર ટીમમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે, જે બોલિંગની સાથે બેટથી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. બંને શાનદાર બોલર પણ છે. જ્યારે અન્ય બોલર્સના રૂપમાં ટીમમાં મથીશા પથિરાના અને મહેશ તીક્ષણા હોઈ શકે છે.
આઈપીએલ 2023 માટે સીએસકેની સંભવિત શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન
રુતુરાજ ગાયકવાડ, રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ/મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, મથીશા પથિરાના, મહેશ તીક્ષણા.
આઈપીએલ 2024 માટે સીએસકે ટીમ પ્લેયર્સ
વિકેટકીપર: એમએસ ધોની, અવનીશ રાવ અરાવલી.
બેટ્સમેન: રુતુરાજ ગાયકવાડ, શેખ રશીદ, અજિંક્ય રહાણે, સમીર રિઝવી.
ઓલરાઉન્ડર : મોઈન અલી (ઈંગ્લેન્ડ), શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર (ન્યૂઝીલેન્ડ), અજય મંડલ, નિશાંત સિંધુ, રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ), ડેરિલ મિચેલ (ન્યૂઝીલેન્ડ), શાર્દૂલ ઠાકુર.
બોલર : દીપક ચાહર, તુષાર દેશપાંડે, મથીશઆ પથિરાના (શ્રીલંકા), સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, મહેશ તીક્ષણા (શ્રીલંકા), મુસ્તફિઝુર રહમાન (બાંગ્લાદેશ), મુકેશ ચૌધરી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us