IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (આઈપીએલ 2024) 22 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) વચ્ચે રમાશે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું હતું કે ફ્રેન્ચાઇઝીમાં મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી માટે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ વિશે માલિક એન શ્રીનિવાસનનો શું મત છે?
22 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની આગેવાની એમએસ ધોની કરશે. પરંતુ 5 વખતની ચેમ્પિયન ટીમ ભવિષ્ય તરફ ધ્યાન આપવા માંગશે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઇ 2023માં ચેમ્પિયન બન્યું હતું. આ પછી પણ ધોનીએ નિવૃત્તિ લીધી ન હતી. તે ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ 2024માં ફરી રમવાનો છે.
કાશી વિશ્વનાથને શું કહ્યું?
વિશ્વનાથને એસ બદ્રીનાથની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે જુઓ આંતરિક વાતચીત થઈ છે, પરંતુ શ્રીનિવાસન આ વિશે ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે કેપ્ટન અને વાઇસ-કેપ્ટનની નિમણૂક વિશે વાત ન કરો. તેનો નિર્ણય કોચ અને કેપ્ટન પર છોડી દેવો જોઈએ. તેમને નક્કી કરવા દો અને માહિતી મારા સુધી પહોંચવા દો, પછી હું તમને બધાને કહીશ. તેમણે કહ્યું કે કેપ્ટન અને કોચ નિર્ણય કરશે અને અમને નિર્દેશ આપશે ત્યાં સુધી અમે બધા ચૂપ રહીશું.
આ પણ વાંચો – મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર, ઋષભ પંતને લઇને જય શાહે આપી અપડેટ
આઇપીએલ 2024 માટે મહેન્દ્રસિંહ ધોનીનો શું છે પ્લાન?
કાશી વિશ્વનાથને એ પણ જણાવ્યું હતું કે આઈપીએલ 2024 માટે મહેન્દ્રસિંહ ધોનીનો પ્લાન શું છે. તેમણે કહ્યું કે અમે હંમેશા નોકઆઉટ માટે ક્વોલિફાય થવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ અમારો પ્રથમ ઉદ્દેશ છે. આ પછી તે દિવસના પ્રદર્શન પર આધારિત છે. અમે બધા પણ તેનું પાલન કરી રહ્યા છીએ. દરેક સિઝન પહેલા એમએસ ધોની જણાવે છે કે પહેલા અમારે લીગ મેચો પર ધ્યાન આપવું પડશે. અમે નોકઆઉટમાં ક્વોલિફાય થવાનો પ્રયાસ કરીશું. હા, દબાણ તો છે જ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અમારી સાતત્યતાને કારણે મોટાભાગના ખેલાડીઓ આ દબાણથી ટેવાઈ ગયા છે.





