CSK vs PBKS Head To Head Records : આઈપીએલમાં ચેન્નાઇ વિ પંજાબ વચ્ચે ટક્કર, કોનો છે દમદાર રેકોર્ડ

CSK vs PBKS Head To Head : ચેન્નાઇની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 5 મેચમાં વિજય થયો છે જ્યારે 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબની ટીમનો 9 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે

CSK vs PBKS Head To Head : ચેન્નાઇની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 5 મેચમાં વિજય થયો છે જ્યારે 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબની ટીમનો 9 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs PBKS head to head, CSK vs PBKS, IPL 2024

IPL 2024, CSK vs PBKS : આઈપીએલ 2024ની 49મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો (તસવીર -સોશિયલ મીડિયા)

IPL Flashback CSK vs PBKS : આઈપીએલ 2024ની 49મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 1 મે ના રોજ સાંજે 7.30 કલાકે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.ચેન્નાઇની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 5 મેચમાં વિજય થયો છે જ્યારે 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબની ટીમનો 9 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ચેન્નાઇ અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ચેન્નાઇને નજીવી સરસાઇ છે.

Advertisment

ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં ચેન્નાઇ અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇનો હાઈએસ્ટ સ્કોર 240 અને લોએસ્ટ સ્કોર 120 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 231 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં પંજાબનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024, કોલકાતાનો આસાન વિજય, વરુણ ચક્રવર્તી અને ફિલ સોલ્ટ ઝળક્યા

હોમગ્રાઉન્ડમાં ચેન્નાઇ અને પંજાબનો રેકોર્ડ

ચેન્નાઇના હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે 7 મેચ રમાઇ છે. જેમાં ચેન્નાઇનો 4 મેચમાં વિજય થયો છે અને પંજાબનો 3 મેચમાં વિજય થયો છે. બીજી તરફ પંજાબના હોમગ્રાઉન્ડ પીસીએ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 6 મેચ રમાઇ છે. જેમાં 3 મેચમાં ચેન્નાઇનો અને 3 મેચમાં પંજાબનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 15 મેચો રમાઇ છે. જેમાં 8 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે. જ્યારે 7 મેચમાં પંજાબનો વિજય થયો છે.

પંજાબ કિંગ chennai super kings Mahendra Singh Dhoni IPL સ્પોર્ટ્સ