CSK vs DC Head To Head Records : આઈપીએલમાં સીએસકે અને દિલ્હી વચ્ચે ટક્કર, જાણો કેવો છે રેકોર્ડ

CSK vs DC Head To Head Records : આઈપીએલમાં સીએસકે અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે ચેન્નઇ મજબૂત જોવા મળે છે

CSK vs DC Head To Head Records : આઈપીએલમાં સીએસકે અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે ચેન્નઇ મજબૂત જોવા મળે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
CSK vs DC head to head, CSK vs DC, ipl 2024

આઈપીએલમાં સીએસકે અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે ચેન્નઇ મજબૂત જોવા મળે છે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback CSK vs DC : આઈપીએલ 2024ની 13મી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી. ડેવિડ વોર્નર અને ઋષભ પંતની અડધી સદી બાદ મુકેશ કુમાર (3 વિકેટ)અને ખલીલ અહમદની (2 વિકેટ)શાનદાર બોલિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 20 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇ 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવી શક્યું હતું. આ સિઝનમાં ચેન્નઇનો પ્રથમ પરાજય થયો છે. જ્યારે દિલ્હીએ પ્રથમ જીત મેળવી છે. આઈપીએલમાં સીએસકે અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે ચેન્નઇ મજબૂત જોવા મળે છે.

Advertisment

ચેન્નઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં સીએસકે અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાં 19 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નઇનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 110 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 198 અને લોએસ્ટ સ્કોર 83 રન છે. 2023ની સિઝનમાં બન્ને મેચમાં સીએસકેનો વિજય થયો હતો.

આ પણ વાંચો - વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાને ભેટી પડ્યા, જૂના વિવાદને ભૂલાવી દીધો

હોમગ્રાઉન્ડમાં સીએસકે અને દિલ્હીનો રેકોર્ડ

સીએસકેના હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે ચેન્નઇનો દબદબો જોવા મળે છે. ચેન્નઇમાં દિલ્હી અને સીએસકે વચ્ચે 9 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં સીએસકેનો વિજય થયો છે અને 2 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. દિલ્હીના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં સીએસકેનો અને 2 મેચમાં દિલ્હીનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 13 મેચો રમાઇ છે. જેમાં દિલ્હીનો 7 મેચમાં અને સીએસકેનો 6 મેચમાં વિજય થયો છે.

chennai super kings દિલ્હી કેપિટલ્સ Rishabh pant Mahendra Singh Dhoni IPL સ્પોર્ટ્સ