CSK vs GT Head To Head Records : આઈપીએલમાં ગુજરાત વિ. સીએસકે વચ્ચે કોનું પલડું છે ભારે, જાણો રેકોર્ડ

CSK vs GT Head To Head Records: આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે

CSK vs GT Head To Head Records: આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Chennai super kings vs Gujarat titans, IPL 2024 | ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે IPL 2024ની સાતમી મેચ photo - X @gujarat_titans @@CskIPLTeam

IPL Flashback CSK vs GT : આઈપીએલ 2024ની સાતમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 26મી માર્ચના રોજ સાંજે 7.30 કલાકે ચેન્નઇમાં રમાશે. આઈપીએલ 2024માં બન્ને ટીમ એક-એક મેચ રમી ચુકી છે અને બન્ને ટીમે પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી છે. આઈપીએલમાં ગુજરાત અને ચેન્નઇ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે ગુજરાતનું પલડું સહેજ ભારે છે.

Advertisment

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે હેડ ટુ હેડ

આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 117 રન છે. જ્યારે ચેન્નઇનો હાઇએસ્ટ સ્કોર 178 અને લોએસ્ટ સ્કોર 133 રન છે. છેલ્લી વખત બન્ને આઈપીએલ 2023ની ફાઇનલમાં ટકરાયા હતા. જેમાં ચેન્નઇનો વિજય થયો હતો.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સીએસકે અને ગુજરાત ટક્કર

ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે આ મેદાન પર ગુજરાત અને સીએસકે વચ્ચે ફક્ત 1 મેચ રમાઇ છે. જેમાં સીએસકેનો વિજય થયો છે. એટલે કે ગુજરાત ટાઇટન્સ આ સ્ટેડિયમમાં મેચ જીતી શક્યું નથી.

આ પણ વાંચો - આઈપીએલ 2024 પોઇન્ટ ટેબલ, કઇ ટીમ છે ટોચના સ્થાને અને કઇ ટીમ છે તળીયે, જાણો એક ક્લિકમાં

Advertisment

ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત ટીમ

રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન),એમએસ ધોની (વિકેટકીપર), મહેશ તિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે, રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, દીપક ચહર.

ગુજરાત ટાઇટન્સની સંભવિત ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર.

ગુજરાત ટાઇટન્સ chennai super kings shubman gill Mahendra Singh Dhoni IPL સ્પોર્ટ્સ