CSK vs GT Pitch Report, IPL 2024 આજની મેચમાં બેટ્સમેન ભારે પડશે કે બોલર્સ, શું છે પિચ રિપોર્ટ અને ચેન્નઈ હવામાન

Chennai Super Kings vs Gujarat Titans, Pitch Report & Weather Report: આઈપીએલ 2024 ની આજે 7મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે, ચેપોક સ્ટેડિયમની પિચ અને ચેન્નઈ હવામાન કેવું રહેશે?

Chennai Super Kings vs Gujarat Titans, Pitch Report & Weather Report: આઈપીએલ 2024 ની આજે 7મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે, ચેપોક સ્ટેડિયમની પિચ અને ચેન્નઈ હવામાન કેવું રહેશે?

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Chennai super kings vs Gujarat titans, IPL 2024 | ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે IPL 2024ની સાતમી મેચ photo - X @gujarat_titans @@CskIPLTeam

CSK vs GT, Chennai Weather and Pitch Report: આઈપીએલ 2024 મહાકુંભમાં દરેક ટીમની એક એક મેચ પૂર્ણ થઇ છે. આજે ચેન્નઈ સ્થિત એમ એ ચિદંમબરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. ચેપોકની પિચ કેવી છે અને આજે ચેન્નઈ હવામાન કેવું રહેશે? બેટ્સમેન ભારે પડશે કે બોલર્સ પોતાની કમાલ બતાવશે? આવો જાણીએ ખાસ અહેવાલ

Advertisment

ચેન્નઈ સ્થિત એમએ ચિદંમબરમ સ્ટેડિયમ ખાતે આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી છ મેચમાં હોમ ગ્રાઉન્ડનો દરેક ટીમને ફાયદો મળ્યો છે. આજની આ મેચમાં ચેન્નઈ જીતશે કે ગુજરાત એ જોવું રહ્યું. આ મેદાનની પિચ અંગે વાત કરીએ તો આ પિચ એકંદરે સ્લો છે. જે સ્પિનર્સને વધુ અનુકૂળ આવે છે. શરુઆતની ઓવર્સમાં બેટ્સમેન આસાનીથી રમી શકે છે પરંતું જેમ જેમ મેચ આગળ વધે એમ કઠીન બનતું જાય છે.

ચેન્નઈ હવામાન રિપોર્ટ

ચેન્નઈ હવામાન રિપોર્ટની વાત કરીએ તો મંગળવારે મેચના દિવસે અહીં મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે અને વરસાદ થવાની શક્યતા નહિવત છે. જોકે શહેરમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકંદરે 74 ટકા રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો : IPL 2024 લેટેસ્ટ અપડેટ, જાણો

આ મેદાન પર 22 મી એ આઈપીએલ 2024 ની પ્રથમ મેચ ચેન્નઈ અને બેંગલોર વચ્ચે રમાઇ હતી. જેમાં ચેન્નઈની જીત થઇ હતી. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટ પર 173 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે છ વિકેટથી આ મેચ જીતી લીધી હતી. ઋતપરાજ ગાયકવાડના નેતૃત્વમાં ચેન્નઈની પ્રથમ જીત હતી.

Advertisment
ગુજરાત ટાઇટન્સ chennai super kings આજનું હવામાન અપડેટ IPL